Team Chabuk-International Desk: ફ્લોરિડાના કિનારે ચાલી રહેલી ભયંકર હવાના કારણે, સ્પેસ એક્સને અંતરિક્ષ સ્ટેશનથી પોતાના ચાલક દળના ચાર સભ્યોને પૃથ્વી પર પરત ફરવાના નિયત કાર્યક્રમને મોફુક રાખવો પડ્યો છે. અમેરિકા, ફ્રાન્સ અને જાપાનના અંતરિક્ષ યાત્રીઓને રવિવારના રોજ આંતરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન છોડવાનું હતું. સોમવારની સવારે તેમની કેપ્સૂલ મેક્સિકોની ખાડીમાં પડેત, પણ સુરક્ષા કારણોને લઈ સ્પેસ એક્સે છ મહિના બાદ પૃથ્વી પર પરત ફરનારા આ દળના યાત્રા કાર્યક્રમને સોમવારની બપોરે જ સ્થગિત કરી દીધો.

બીજી તરફ સ્પેસએક્સે પરત ફરનારા ચાલક દળના પ્રતિસ્થાપન માટે નવું દળ મોકલવા બુધવારની રાતે ઉડાન ભરી હતી. આ ઉડાન પહેલા જ ખરાબ વાતાવરણ અને એક વ્યક્તિની આરોગ્યની સમસ્યાના કારણે મોડી થવાની છે. અધિકારીઓ દ્વારા તેને સમાન્ય સમસ્યા જણાવવામાં આવી છે. જેનો લોન્ચના સમય સુધીમાં નિરાકરણ લાવવાની સંભાવના છે. ગત અઠવાડિયે સ્પેસએક્સ અને અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાએ ખરાબ વાતાવરણ અને અંતરિક્ષ સ્ટેશનથી કેપ્સૂલને પરત લાવવા માટે સંલગ્ન સમય સીમાના કારણે લોન્ચ અને લેન્ડિંગના કાર્યક્રમમાં પરિવર્તન કર્યો હતો.

અંતરિક્ષ યાત્રીઓને પરત લાવવા આંતરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પહોંચેલા સ્પેસએક્સ રોકેટનું ટોયલેટ તૂટી ગયું છે. પરિણામે ધરતી પર પરત ફરતા પૂર્વે અંતરિક્ષ યાત્રીઓને ડાયપર પહેરવું પડશે. નાસાના આંતરિક્ષ યાત્રી મેગન મેકઆર્થરે શુક્રવારના રોજ સ્થિતિને ભયાનક ગણાવી હતી. આમ છતાં તેમણે સ્થિતિ થાડે પડી રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પૃથ્વી પર ઉતરાણ પૂર્વે તે અને તેમના અન્ય ત્રણ સાથીદારો સ્પેસએક્સના કેપ્સૂલમાં આશરે આઠ કલાક સુધઈ ડાયપર પહેરીને વિતાવશે. સ્પેસએક્સની આ કેપ્સૂલ અંતરીક્ષમાં 210 દિવસ રહેવાનું હતું, જેમાંથી 200 દિવસની અવધિ પૂર્ણ થઈ ચૂકી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત