Team Chabuk-Cinema Desk: ગઈકાલે અક્ષય કુમારની ફિલ્મ બચ્ચન પાંડે થીએટરમાં રિલીઝ થઈ જે અધિકૃત રીતે 2014ની તમિલ ફિલ્મ જીગરથંડાની હિન્દી આવૃત્તિ છે. પરંતુ રિલીઝના ગણતરીના કલાકોમાં જ ફિલ્મ વિવાદોમાં સપડાઈ ગઈ હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર એક્શન અવતારમાં છે. સોશિયલ મીડિયા પર અક્ષય કુમારની ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માગ ઉઠી છે. ફિલ્મમાં એક ખાસ સમાજના વર્ગને અપમાનિત કરવાનો આરોપ લગાવ્યો છે. લોકોનું કહેવું છે કે ફિલ્મમાં બ્રાહ્મણોને નકારાત્મક ચિતરવામાં આવ્યા છે. ફિલ્મમાં અભિનેતા અક્ષય કુમારનું નામ બચ્ચન પાંડે છે અને લોકોનો ગુસ્સો આ નામથી જ છે.
ફિલ્મમાં અક્ષય કુમાર સિવાય કૃતિ સેનન, જેક્લીન ફર્નાંડિસ અને અરશદ વારસી પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં અક્ષય કુમારના નામની સાથે જોડાયેલા શીર્ષકના કારણે લોકો આગબબૂલા થઈ ગયા છે. લોકોએ આક્ષેપ લગાવ્યો છે કે નિર્માતાઓ દ્વારા જાણી જોઈને બ્રાહ્મણોની નકારાત્મક છબીનું પ્રદર્શન કર્યું છે. ફિલ્મના દિગ્દર્શક ફરહાદ સામજી પર જાણીજોઈ આવું ટાઈટલ રાખવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરહાદ અને અક્ષય આ પહેલા પણ ઘણી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે. લોકોના ગુસ્સાનો અસર ફિલ્મની રેટીંગ પર પણ પડી રહ્યો છે. આઈએમડીબી પર ફિલ્મની રેટિંગ ઘટીને 5.4 થઈ ગઈ છે. લોકોની નારાજગીનો ફિલ્મની કમાણી અને તેની રેટિંગ આમ બંને પર અસર પડી રહ્યો છે. હોળીના દિવસે આ ફિલ્મને 2000 સ્ક્રિન પર રિલીઝ કરવામાં આવી હતી. બોક્સ ઓફિસ પર બચ્ચન પાંડેનો સામનો ધ કાશ્મીર ફાઈલ્સ સામે છે. જે અત્યાર સુધીમાં 100 કરોડની કમાણી કરી ચૂકી છે અને લોકોનો તેને ભરપૂર ટેકો મળી રહ્યો છે. એવામાં બચ્ચન પાંડેનું સ્ક્રિન પર ટકવું સરળ નથી લાગી રહ્યું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
