Team Chabuk-Gujarat Desk: તાજેતરમાં જ રાજસ્થાનના ભીલવાડાથી એક ચોંકાવનારા સામચાર આવ્યા હતા. અહીં લગ્ન બાદ જ્યારે બેડશીટ પર લોહી ન દેખાયું તો સુહાગરાત પર વર્જિનિટી ટેસ્ટના નામે સસરા અને દિયરે નવવધૂ પર બળાત્કાર ગુજાર્યો. આ કિસ્સામાં યુવતી હિમ્મત કરીને પોલીસ પાસે પહોંચી ગઈ હતી જેથી સમગ્ર મામલો બહાર આવ્યો. જો કે, દાવો છે કે, અન્ય આવા કિસ્સામાં ફરિયાદ જ નથી નોંધાતી.
રાજસ્થાનમાં આ પ્રથાને કુકડી પ્રથા તરીકે ઓળખવામાં આવે છે. જેમાં યુવતીની વર્જિનિટિ તપાસવામાં આવે છે. શું છે કુકડી પ્રથા ? મહિલાઓ સાથે જોડાયેલી કુપ્રથા એટલે કુકડી પ્રથા. આ પ્રથામાં લગ્નની પહેલી રાત્રે સફેદ કાપડ અથવા દોરાનો ગઠ્ઠો આપવામાં આવે છે. જેમાં બ્લડના નિશાન મળે તો તે વધૂને સાચી માનવામાં આવે છે. જો કે, આ એક અપરાધ છે જેમાં કેટલીય યુવતીઓ પ્રતાડિત થાય છે. આ તો થઈ ભારતની વાત પરંતુ ઈન્ડોનેશિયાની આર્મીમાં મહિલાઓની ભરતીમાં આ ટેસ્ટ ફરજિયાત હતો. જો કે, તાજેતરમાં ઈન્ડોનેશિયાના આર્મી ચીફે કહ્યું હતું કે, સેનામાં ભરતી માટે અરજી કરનારી મહિલાઓ માટે ટૂ ફિંગર ટેસ્ટનો નિયમ હટાવી દેવામાં આવશે. આ ટેસ્ટ 1965થી ચાલી રહ્યો છે.
ઇજિપ્તમાં લાંબા સમયથી આ પ્રથા છે. 2011માં જાહેરાત કરવામાં આવી હતી કે, આર્મી મહિલાઓનો કોઇ વર્જિનિટી ટેસ્ટ કરવામાં નહીં આવે. વર્જિનિટી ટેસ્ટ ખૂબ જ વિવાદાસ્પદ પ્રથા છે. આ ટેસ્ટ પરથી નક્કી કરવામાં આવે છે કે, સ્ત્રીએ કોઈની સાથે શારીરિક સંબંધ બાંધ્યો છે કે નહીં. ઘણી જગ્યાએ લગ્ન પહેલા આ ટેસ્ટને મહત્વનો માનવામાં આવે છે. આ ટેસ્ટથી મહિલાના ચરિત્રનો ખ્યાલ આવે છે. સ્થિતિ ત્યાં સુધી પહોંચી ગઈ છે કે, ઘણી છોકરીઓ હાઈમેન રિપેર સર્જરી પણ કરાવી રહી છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર, લગભગ 20 દેશોમાં વર્જિનિટી ટેસ્ટ થાય છે, પરંતુ એવા કોઈ પુરાવા નથી જે એ વાતની પુષ્ટિ કરે છે કે આ ટેસ્ટથી ખબર પડી શકે કે છોકરી વર્જિન છે કે નહીં. વર્જિનિટી ટેસ્ટ સ્ત્રીના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. વર્જિનિટી ટેસ્ટની ખરાબ પ્રથા વિશ્વના ઘણા ભાગોમાં છે. પશ્ચિમ એશિયા સહિત એશિયાના ઘણા ભાગોમાં અને ઉત્તરીય અને દક્ષિણ આફ્રિકામાં આ પ્રથા વધુ પ્રચલીત બની છે. માત્ર ભારતમાં જ નહીં, અફઘાનિસ્તાન, બ્રાઝિલ, ઇન્ડોનેશિયા, ઇરાન અને ઇરાક જેવા દેશોમાં વર્જિનિટી ટેસ્ટ ટ્રેન્ડમાં છે. જમૈકા, જોર્ડન, લિબિયા, મલાવી, મોરોક્કો, શ્રીલંકા, તુર્કી ઉપરાંત બ્રિટન અને આયર્લેન્ડમાં પણ વર્જિનિટી ટેસ્ટ કરવામાં આવ્યા છે. ફ્રાન્સ, ઇજિપ્ત, દક્ષિણ આફ્રિકા અને તુર્કી પર વર્જિનિટી ટેસ્ટ પર પ્રતિબંધ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
