ગોવાબાપાઃ ચાબુક જેનો ડર હતો તે જ થયું હો. આજના કોરોનાના કેસ સાંભળ્યા તે કેટલા છે.
‘ના ગોવાબાપા’
તું બે દિવસથી લખતો હતો કે કોરોનાની બ્રેક ફેઈલ.. બ્રેક ફેઈલ… પણ આજે તો કોરોનાની બ્રેક ભાંગીને ભુક્કો થઈ ગઈ હોય એટલા કેસ આવ્યા છે. 1122 પૂરા. આજે 17 માર્ચના રોજ ગુજરાતમાં કોરોનાના 1122 દર્દી વધ્યા છે અને 775ને રજા આપવામાં આવી છે. સૌથી વધુ 315 કેસ સુરત શહેરમાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં 264 કેસ, વડોદરા શહેરમાં 97 અને રાજકોટ શહેરમાં 88 કેસ નોંધાયા છે.

ચાબુક હમણાં સુધી 300ની આસપાસ આવતા કોરોનાના કેસ કેવી રીતે 1100ને પાર થઈ ગ્યા ખબર જ ના પડી હો. સાવચેતી રાખવી જરૂરી છે. ખાલી જનતાએ જ નહીં સરકારે પણ. નેતાઓ હવે તમારા તાયફાઓ બંધ કરી દેજો. તમારા કરેલા કર્મોની સજા જનતાએ ભોગવવી પડી રહી છે. હવે મહેરબાની કરીને શાંતિથી હેઠા બેહજો.
સત્યપાલ મલિકની સત્યવાણી
ચાબુક ભાજપના નેતા અને મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે જે વાત કરી છે એ વિચારવા જેવી છે. ગઈકાલે તેઓ ઝુંઝનુંમાં હતા. ત્યાં મીડિયા સમક્ષ તેમણે કહ્યું કે, કુતરું મરે તોપણ નેતાઓ તેમના માટે શોક સંદેશ મોકલે છે. પરંતુ આંદોલન દરમિયાન 250 ખેડૂતો માર્યા ગયા છે, પણ કોઈ બોલ્યું નથી. આજના રાજકારણીઓની માનસિકતા કેવી છે તેનું આ ચિત્ર છે. સત્યપાલ મલિકે ખેડૂતો પ્રત્યે સહાનુભૂતિ દાખવતા કહ્યું કે, આટલા ખેડૂતો માર્યા ગયા છતાં કોઈના પણ મોંઢામાંથી એક શબ્દ પણ નથી નીકળ્યો. આ ખરેખર નિષ્ઠુરતા છે. ખેડૂતો પોતાનું તમામ છોડીને આંદોલન સ્થળ પર બેઠા છે. આંદોલન લાંબું ચાલે તે કોઈના હિતમાં નથી.
સત્યપાલ મલિક ભાજપના નેતા હોવા છતાં સરકારને આ રીતે ટકોર કરવી એ હિંમતનું કામ છે. સુબ્રમણ્યમ સ્વામી અને આ બીજા સત્યપાલ મલિક જે તેમની જ સરકારને મોંઢામોંઢ કહેવા માટે જાણીતા છે. મને તો સત્યપાલ મલિકની આ વાત ગમી હો ચાબુક.
ફાટેલા જિન્સ પહેરીને મહિલાઓ શું સંસ્કાર આપશે ?
ચાબુક આ ઉત્તરાખંડના નવા આવેલા મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે તો જોરદાર વાત કરી દીધી હો. તેમના નિવેદનથી વિવાદ વધશે એવું મને હાલ લાગી રહ્યું છે.
‘નિવેદન શું છે એ તો ક્યો ગોવાબાપા ?’
તીરથ સિંહ રાવત દહેરાદૂનમાં બાળ અધિકાર સંરક્ષણના એક કાર્યક્રમમાં ભાષણ આપતાં હતા. ભાષણમાં તેમણે કહ્યું કે, હું એક દિવસ વિમાનમાં સફર કરી રહ્યો હતો. ત્યારે મારી બાજુમાં એક મહિલા બેઠી હતી. તેના તરફ મેં જોયું તો તેણે ઘૂંટણ પાસે ફાટેલું જિન્સ પહેર્યું હતું. સાથે બે બાળકો હતા. મેં આ મહિલાને કહ્યું કે, ફાટેલું જિન્સ પહેરો છો તો બાળકોને શું સંસ્કાર આપશો.’
#WATCH मैं एक दिन हवाई जहाज से जयपुर से आ रहा था। मेरे बगल में एक बहनजी बैठी थी। मैंने उनकी तरफ देखा नीचे गम बूट थे। जब और ऊपर देखा तो जींस घुटने से फटी हुई थी। 2 बच्चे उनके साथ में थे। महिला NGO चलाती है। समाज के बीच में जाती हो। क्या संस्कार दोगे?: उत्तराखंड CM तीरथ सिंह रावत pic.twitter.com/sGri6pPH7K
— ANI_HindiNews (@AHindinews) March 17, 2021
તેમણે કહ્યું કે, ફાટેલું જિન્સ પહેરવું એક સ્ટેટસ બની ગયું છે. ઋષિકેશમાં વિદેશીઓ આવીને પૂરા કપડાં પહેરીને યોગ કરે છે અને આપણે નગ્ન થઈને દોડી રહ્યા છીએ.
હવે તીરથ સિંહ રાવતના આ નિવેદનનો લોકો અલગ અલગ મતલબ કાઢી રહ્યા છે. દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિબેન માલીવાલે તો કહી દીધું કે ઉત્તરાખંડના મુખ્યમંત્રીને છોકરીઓ જિન્સ પહેરે તેનાથી તકલીફ છે. મુખ્યમંત્રી તો બની ગયા પરંતુ મગજ હજું સડકછાપ છે. એ દિવસ દૂર નથી જ્યારે જિન્સ પહેરવા પર UAPA લગાવી દેવાશે.
ચાબુક મેં તો મારી જિંદગીમાં આવા જિન્સ જોયા જ નહીં. નાના હતા ત્યારે ચડીયું પહેરતા, મોટા થયા એટલે પાટલુનમાં આવ્યા અને હવે ગયઢે ગઢપણ ધોતિયુ..
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત