Homeગામનાં ચોરેજો કોઈ દેશમાં કાયદાનું રાજ હોત તો અર્ણબ ગોસ્વામી જેલમાં હોત :...

જો કોઈ દેશમાં કાયદાનું રાજ હોત તો અર્ણબ ગોસ્વામી જેલમાં હોત : પ્રશાંત ભૂષણ

Team Chabuk-National-Desk : આજ બપોર પછીથી રિપબ્લિક મીડિયાના એડિટર અર્ણબ ગોસ્વામીની કથિત વોટ્સએપ ચેટ સોશિયલ મીડિયા પર પ્રકાશવર્ષની ગતિએ વાઈરલ થઈ રહી છે. એ સ્ક્રિનશોટ ટ્વીટરથી લઈને ફેસબુક સુધી એક એક જગ્યાએ પહોંચી ગયા છે. એવામાં સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકિલ પ્રશાંત ભૂષણે પણ ગોસ્વામીની વોટ્સએપ ચેટનો સ્ક્રિનશોટ પોસ્ટ કરતા તેના પર નિશાનો સાધ્યો અને કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું. સાથે જ તેમણે આરોપ લગાવ્યો છે કે અર્ણબ ગોસ્વામીએ પોતાના પદનો ખોટી રીતે ઉપયોગ કર્યો છે અને રાજનીતિમાં પોતાની ઓળખનો ઉપયોગ વ્યક્તિગત લાભ મેળવવા માટે કરી રહ્યા છે.

પ્રશાંત ભૂષણે આ સ્ક્રિનશોટને ટ્વીટર પર મુકતા લખ્યું છે કે, આ છે અર્ણબ ગોસ્વામી અને બાર્કના સીઈઓ વચ્ચેની વાતચીત અને વોટ્સએપ ચેટના સ્ક્રિનશોટ. આ સ્ક્રિનશોટમાં અગણિત ષડયંત્રો જોઈ શકાય છે. આ મીડિયાનો ઉપયોગ છે. અર્ણબ પોતાની શક્તિનો ઉપયોગ દલાલની રીતે કરી રહ્યો છે. કાયદાના રસ્તે ચાલનારા કોઈ પણ દેશમાં લાંબા સમય સુધી જેલ મોકલવા માટે પર્યાપ્ત છે.

ત્યાં પ્રશાંતના આ ટ્વીટનો જવાબ આપતા પત્રકાર મીના દાસ નારાયણે પૂછ્યું કે, શું તમને આના પર વિશ્વાસ છે ? શું તમે એક પણ કારણ આપી શકો છો ? આખરે શા માટે તમારા પર ભરોસો કરવો જોઈએ. એક દેશભક્ત પત્રકાર જે ભારત માટે ઊભો રહે છે તેના વિશે દેશદ્રોહી બોલી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ  થયેલા સ્ક્રિનશોટમાં અર્ણબ ગોસ્વામી અને બાર્કના પૂર્વ સીઈઓ પાર્થો દાસગુપ્તાની વચ્ચેની વાતચીતના છે. લોકો આ વોટ્સએપ ટેપની તુલના રાડિયા ટેપની સાથે કરી રહ્યા છે અને આ સમગ્ર ઘટનાક્રમમમાં અર્ણબ વિરૂદ્ધ કાર્યવાહીની માગ કરી રહ્યા છે. વોટ્સએપ ચેટમાં કથિત રીતે અર્ણબ ગોસ્વામી અને પાર્થોની વચ્ચે ટીઆરપી રેટિંગને લઈ વાતચીત ચાલી રહી છે.

જણાવી દઈએ કે ટીઆરપી સ્કેમની સુનાવણી બોમ્બે હાઈકોર્ટે 29 જાન્યુઆરી સુધી ટાળી દીધી છે. આ કેસની સુનાવણી 29 જાન્યુઆરીના રોજ થવાની છે. ત્યાં મુંબઈ પોલીસનું કહેવું છે કે આગામી સુનાવણી સુધીમાં તે અર્ણબની ધરપકડ નહીં કરે.

જોકે સોશિયલ મીડિયામાં તો યુઝર્સે મીડિયાની પણ ભરપૂર ખેંચાઈ કરી હતી, કારણ કે ગમે તે બ્રેકિંગ ફટાફટ મારી પોતાની હાજરી પૂરાવતી મીડિયાને સાપ સુઘી ગયો હતો. મોટી કોઈ ચેનલોએ કે વેબસાઈટોએ આ સમાચાર પ્રકાશિત નહોતા કર્યા. પરિણામે સોશિયલ મીડિયા હવે મીડિયાને પણ મોકળા મનથી આટીએ લઈ રહ્યું છે. જે સમાચાર જનતાને મીડિયા દ્વારા ખબર પડવા જોઈએ એ સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળ્યા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments