Homeતાપણુંસૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન, પરેશ ધાનાણી સહિતના નેતાઓની અટકાયત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન, પરેશ ધાનાણી સહિતના નેતાઓની અટકાયત

Team Chabuk-Political Desk: એક તરફ આજથી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના મુખ્યમંત્રી પદે આરૂઢ થયાના પંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે સુશાસન સપ્તાહની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે સરકાર સામે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. રાજકોટ શહેરમાં કોંગ્રેસે આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University) કેમ્પસ ખાતે કોંગ્રેસે (Congress) વિરોધ પ્રદર્શન (Protest) યોજ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી (paresh Dhanani) પણ જોડાયા હતા. વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને યુથ કોંગ્રેસ (એનએસયુઆઈ)ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કોંગ્રેસે શિક્ષણ બચાવોના સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કાર્યક્રમમાં કોઈ અણબનાવ ન બને તે હતુથી અગાઉથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. વિરોધની શરૂઆત થતાં જ પોલીસે પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. તમામ કાર્યકરોની અટકાયત કરીને યુનિવર્સિટી પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા.

ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે રવિવારે રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ ગોઠવ્યો હતો. જેથી અગાઉથી જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે યોજાયેલા કોંગ્રેસ આયોજિત વિરોધ પ્રદર્શનમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી ઉપરાંત મહિલા અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલા, રાજકોટ શહેર કોંગ્રેસના નેતાઓ, પાર્ટીના અન્ય કાર્યકરો અને એનએસયુઆઈના કાર્યકરો હાજર રહ્યા હતા. કોંગ્રેસે શિક્ષણને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. શિક્ષણનો વેપાર બંધ કરો, ફી માફી આપે, શિક્ષકોની ભરતી કરો જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા.

વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ભાજપની લોક વિરોધી નીતિના કારણે મંદી, મોંઘવારી વધી છે. ગરીબ લોકો સામે અનાજ આપવાના નામે મજાક કરવામાં આવી રહી છે. ભાજપની સરકાર ગરીબી દૂર કરી શકી નથી માત્ર વાતો જ કરે છે.

ભાજપે કરી જ્ઞાન દિવસની ઉજવણી

વિજય રૂપાણીએ મુખ્યમંત્રી તરીકે પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાજપે આજે રાજ્યભરમાં જ્ઞાન દિવસની ઉજવણી કરી છે. જેની સામે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કરવા માટે શિક્ષણ બચાવો અભિયાન શરૂ કર્યું હતું. રાજકોટ ખાતે કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શિક્ષણનું ખાનગીકરણ અને શિક્ષકોની ભરતી જેવા સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આમ આદમી પાર્ટીએ પણ ભાજપના કાર્યક્રમની સમાંતર કાર્યક્રમ જાહેર કર્યો છે અને આજે આમ આદમી પાર્ટી દ્વારા અજ્ઞાન દિવસ ઉજવી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments