ગર્ભવતીએ ગર્ભધારણ કરેલો હોય તે દરમિયાન ફરી તે ગર્ભવતી બની શકે ? તેમાં પણ જો માતાના ગર્ભમાં જોડિયા બાળકો હોય તો ?
જવાબ છે હા બની શકે.
આવી જ એક ચોંકાવનારી ઘટના અમેરિકામાં બની છે. મહિલા ગર્ભવતી હતી. તેના ગર્ભમાં બે બાળકો હતા. આવા સમયે તે ફરી ગર્ભવતી બની. આ ચોંકાવનારા કિસ્સાની માહિતી ખુદ મહિલાએ જ આપી છે. ગર્ભધારણ કર્યાના એક અઠવાડિયા પછી તેને ખબર પડી હતી કે, તેણે ફરી ગર્ભધારણ કર્યું છે. એટલે કે ત્રીજું બાળક પણ તેના પેટમાં છે.
જે મહિલા પોતાના પેટમાં એક સાથે ત્રણ બાળકોને ઉછેરી રહી છે તે મહિલા અમેરિકાની એક ટીકટોક સ્ટાર છે. સોશિયલ મીડિયા પર તે ખુબ પોપ્યુલર બની છે. તેણે સોશિયલ મીડિયા પર મુકેલો વીડિયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે.

મહિલાએ વીડિયોમાં જણાવ્યું કે આ સુપર ફિટીશનનો કેસ છે. વર્ષ 2016ના એક રિપોર્ટ મુજબ આવું ભાગ્યે જ બને છે. આ જ કોન્સેપ્ટ પ્રમાણે આ મહિલા થોડા દિવસના અંતરે બીજી વાર ગર્ભધારણ કરવામાં સફળ રહી હતી. આ મહિલાએ કહ્યું કે, મે મારી પહેલી પ્રેગ્નેન્સીમાં જ જેકપોટ મેળવી લીધો છે અને એક સાથે ત્રણ બાળકો આવી રહ્યા છે. તો એ વાતની સંભાવના બહુ વધી ગઈ છે આ મારી પહેલી અને છેલ્લી પ્રેગ્નેન્સી હોય.

સોશિયલ મીડિયા પર વાયરલ ક્લીપમાં આ મહિલાએ કહ્યું કે, મારૂ ત્રીજું બાળક પહેલાં બે બાળકો કરતાં માત્ર 10થી 11 દિવસ જ નાનું છે. તેનાથી એ વાત ક્લીયર છે કે તે મારી બીજી પ્રેગ્નેન્સી છે. બાળકો કુપોષિત તો નથી અને તે સાચે જ સુપર ફિટીશન છે, આ વાતને કન્ફર્મ કરવા માટે ડોક્ટર દર બે અઠવાડિયો મારો અલ્ટ્રાસ્કેન કરે છે.

તેણે વધુમાં કહ્યું કે, એ બાળકો તંદુરસ્ત છે. મહિલાની આ ક્લીપને ટીકટોક પ 50 લાખ કરતાં વધુ વ્યૂ મળ્યા છે. ટીકટોક પર બ્લોન્ડ બની યુઝરનેમ વાપરી રહી છે. આ મહિલા પોતાના બાળકો વિશે સતત અપડેટ્સ આપતી રહે છે. આ મહિલાના ફેન્સ તેની તુલના જાણીતી મ્યૂઝિક આર્ટિસ્ટ બ્રિટની સ્પીયર્સ સાથે પણ કરે છે.
પોતાના ત્રીજા બાળકના સરપ્રાઈઝ પછી ટીકટોક સ્ટાર મા બનવા માટે વધુ ઉત્સાહી છે. તેણે કહ્યું કે, અમે માતા-પિતા બનવા ઈચ્છતા હતા અને અમે નસીબદાર છીએ કે એક સાથે ત્રણ બાળકો અમારા જીવનમાં આવી રહ્યા છે. હું થોડી નર્વસ છુ પરંતુ બહુ ઉત્સાહી પણ છું. હું બહુ મિશ્રિત ભાવનાઓમાંથી પસાર થઈ રહી છું.

2017માં બ્રિટનમાં આવી જ એક ઘટના સામે આવી હતી. આ કિસ્સામાં પણ ગર્ભવતીના પેટમાં જોડિયા બાળકો હતા. એવામાં તે બીજીવાર પ્રેગ્નેન્ટ થઈ હતી. આ મહિલાએ એક સાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો. તબીબોનું કહેવું છે કે, આ પ્રકારની ઘટનાને જ સુપર ફિટીશન કહેવાય છે. જેમાં ગર્ભવતી મહિલા ગર્ભધારણ કર્યાના થોડા મહિનામાં ફરી ગર્ભધારણ કરે છે. જો કે, આ પ્રકારની ઘટનામાં ડિલિવરીમાં જોખમ પણ છે. એક સાથે ત્રણ બાળકોને જન્મ આપવો માતા માટે તો અઘરૂ છે. અને જો બાળકોને ગર્ભમાં પુરૂ પોષણ ન મળ્યું તો પણ જોખમ રહે છે. દુનિયામાં ભાગ્યે જ આવા કિસ્સા બને છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત