Team Chabuk-National Desk : કેન્દ્રના આયુષ અને રક્ષા રાજ્ય મંત્રી શ્રીપદ નાઈક અને તેમની પત્ની સોમવારે એક દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. માર્ગ અકસ્માતમાં શ્રીપદ નાઈક ઘાયલ થયા હતા જ્યારે તેમની પત્નીનું નિધન થયું હતું. દુર્ઘટના બાદ બંનેને સરકારી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. માહિતી મળી રહી છે કે માર્ગ અકસ્માતમાં પાર્ટીના કાર્યકર્તાનું પણ મોત થઈ ગયું છે. શ્રીપદ નાઈક ઉત્તર ગોવાથી સાંસદ છે અને ભાજપનું પ્રતિનિધિત્વ કરે છે.
Shripad Naik's condition stable, says Goa CM
— ANI Digital (@ani_digital) January 11, 2021
Read @ANI Story | https://t.co/68QgXm1qdE pic.twitter.com/l5Y7nbyFL1
અકસ્માત બાદ હોસ્પિટલ ખસેડાયેલા શ્રીપદ નાયકની હાલત સ્થિર બતાવવામાં આવી રહી છે. જોકે ગંભીરરૂપથી ઘાયલ તેમના પત્ની વિજયા નાઈકે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. કારમાં કુલ છ લોકો સવાર હતા. આ અંગે ઉત્તર કન્નડના એસપી શિવપ્રકાશ દેવરાજૂએ જણાવ્યું કે શ્રીપદ નાયકના અંગત સહાયકની પણ દુર્ઘટનામાં મોત થઈ ગઈ છે.
#UPDATE | He (Union Minister Shripad Naik) is out of danger and his health condition is stable. Two minor surgeries would be performed on him tonight. As of now, there is no requirement to shift him to Delhi for treatment: Goa CM Pramod Sawant https://t.co/Cl0VvOOl5y pic.twitter.com/Y9fS5yCIve
— ANI (@ANI) January 11, 2021
આ દુર્ઘટના કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લાના અંકોલામાં ઘટી હતી. એ સમયે શ્રીપદ નાઈક પોતાની પત્ની સાથે ક્યાંક જઈ રહ્યા હતા. દુર્ઘટના ઘટ્યા બાદ તેમની પત્ની લાંબા સમય સુધી બેભાન રહી હતી. તેઓ ભાનમાં ન આવતા આખરે ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
Goa: Union Minister Shripad Naik brought to Goa Medical College and Hospital at Bambolim, from Ankola in Karnataka where he met with an accident earlier this evening. pic.twitter.com/Sl1ylW8R4J
— ANI (@ANI) January 11, 2021
શ્રીપદ નાઈકને ગોવાના જીએમસી હોસ્પિટલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો ઉમટતા ગોવાના ડીજીપીએ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી અને સુરક્ષા વધારે સઘન કરી દીધી હતી. બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત સાથે વાત કરી હતી અને સમગ્ર સ્થિતિ જાણી હતી.
The personal assistant of Union Minister Shripad Naik also died in the accident: Shivprakash Devaraju, SP of Uttara Kannada
— ANI (@ANI) January 11, 2021
The Minister is admitted at a hospital, while his wife passed away in the accident. https://t.co/OffVnvwuij
આ પહેલા અંકોલામાં ડોક્ટરોએ જણાવ્યું કે શ્રીપદ નાઈકની સ્થિતિ ગંભીર છે. જો તેમને ઉચિત સારવાર ન મળી તો તેમની હાલત અસ્થિર થઈ શકે છે. એ પછી ઘાયલ શ્રીપદ નાઈકને ગોવા શીફ્ટ કરી દેવામાં આવ્યા હતા. બીજી બાજુ કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ ઉત્તર કન્નડ જિલ્લાના એસપી અને ઈલાજ કરનારા ડોક્ટર સાથે ચર્ચા કરી હતી અને હાલતની સમીક્ષા કરી હતી. તેમણે તંત્રને પ્રાથમિકતાના આધાર પર કાર્ય કરવાનો નિર્દેશ આપ્યો હતો.
Karnataka Chief Minister BS Yediyurappa condoles the death of Union Minister Shripad Naik's wife Vijaya Naik: Karnataka Chief Minister's Office (CMO)
— ANI (@ANI) January 11, 2021
The Minister and his wife met with an accident while going from Yellapur to Gokarna in Karnataka, earlier this evening. https://t.co/txAQZm0Lz6
હાલ પોલીસે તમામ ઘટનાની તપાસ કરી લીધી છે. શ્રીપાદ નાઈક આયુર્વેદ, યોગ અને પ્રાકૃતિક ચિકિત્સા, યૂનાની, સિદ્ધ અને હોમિયોપેથી અને રાજ્યમંત્રી પણ છે.
Shocked to hear Hon Union Minister @shripadynaik has met with an accident near Ankola and his wife who was travelling with him has tragically died. My deepest condolences to their family and friends. Praying for speedy recovery of Shripadji and hope he will be out of danger soon pic.twitter.com/oQaYwPXfQz
— R V Deshpande (@RV_Deshpande) January 11, 2021
માર્ગ અકસ્માત બાદ ઘણા નેતાઓએ દુ:ખ વ્યક્ત કર્યું હતું. કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્ય આર.વી દેશપાંડેએ ટ્વીટ કરી દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે લખ્યું હતું કે, હું આ સાંભળીને ચોંકી ગયો છું કે માનનીય કેન્દ્રિય મંત્રી શ્રીપદ નાઈક અકોલામાં માર્ગ અકસ્માતનો શિકાર બન્યા છે. તેમની સાથે યાત્રા કરી રહેલી તેમની પત્નીની દુ:ખદ મૃત્યુ થઈ છે. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે મારી સંવેદના જોડાયેલી છે. શ્રીપદજીના તુરંત સ્વસ્થ થવાની હું પ્રાર્થના કરું છું અને આશા રાખું છું કે તેઓ જલ્દી જ આ સમસ્યામાંથી ઉગરે.
Deeply saddened to hear the news of Vijaya Naik ji's death in an accident. Praying for the quick recovery of Hon'ble Union Minister Shripad Naik ji, hope God gives him & his family the strength to overcome this loss. https://t.co/dSY3fe10It
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 11, 2021
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટ કર્યું હતું, એક દુર્ઘટનામાં વિજયા નાઈકજીની મૃત્યુની ખબર સાંભળીને દુ:ખ અનુભવુ છું. કેન્દ્રિય મંત્રી શ્રીપદ નાઈકજી તુરંત જ સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના કરું છું. ભગવાન તેમને અને તેમના પરિવારને આ નુકસાનમાંથી ઉગરવાની શક્તિ પ્રદાન કરે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત