Homeગામનાં ચોરેVIDEO : ભત્રીજાનાં લગ્નમાં ડાન્સ કરતા-કરતા અચાનક પડી ગયા, થયું મોત

VIDEO : ભત્રીજાનાં લગ્નમાં ડાન્સ કરતા-કરતા અચાનક પડી ગયા, થયું મોત

Team Chabuk-National Desk: વારાણસીમાં ભત્રીજાનાં લગ્નમાં નાચતાં-નાચતાં ફુવાનું મોત થઈ ગયું છે. જાનમાં હાજર લોકોને લાગ્યું કે તેઓ ડાન્સનો સ્ટેપ કરી રહ્યા છે. જોકે થોડીવારમાં ઊભા ન થયા, ત્યારે પરિવારજન તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલ લઈ ગયા. ત્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા. મૃતકનું નામ મનોજ વિશ્વકર્મા હતું. તેમની ઉંમર 40 હતી. તેઓ દાગીનાનો ધંધો કરતા હતા.

આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. વારાણસીના બડી પિયરી વિસ્તારમાં રહેનાર મનોજ તેમના ભત્રીજાનાં લગ્નમાં મંડુઆડીહ આવ્યા હતા. જાન લખનઉ જઈ રહી હતી. વરરાજાના સંબંધીઓ નાચી રહ્યા હતા. ફુવા મનોજ પણ સાથે નાચી રહ્યા હતા. 5-7 મિનિટ ડાન્સ કર્યા પછી તેઓ નીચે પડી જાય છે. 5 સેકેન્ડ કરતાં પણ ઓછા સમયમાં તેમનું મોત થઈ જાય છે.

તેમની સાથે ડાન્સ કરતા મહિલા પહેલા સમજી કે તે કોઈ ડાન્સ સ્ટેપ કરી રહ્યા છે. પરંતુ જમીન પર પડવાનો જોરથી અવાજ આવ્યો ત્યારે લોકોને શંકા ગઈ. તેમણે પહેલા અવાજ કરીને ઉઠાડવાના પ્રયાસ કર્યા, પરંતુ કંઈ જવાબ ન મળતા નજીક જઈ પ્રયત્ન કર્યો. પરંતુ મનોજના શરીરમાં કોઈ હલચલ ન થઈ. ત્યારે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. આશંકા છે કે નાચતા સમયે તેમને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો જેને કારણે મોત થયું. પોલીસે તેમના મૃતદેહનો પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. રિપોર્ટ આવ્યા પછી તેમના મોતનું સાચું કારણ જાણી શકાશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments