Team Chabuk-Gujarat Desk: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે હવે ગણતરીની કલાકો જ બાકી છે. આમ આદમી પાર્ટીએ પાટીદાર મહિલા નેતા રેશમા પટેલને મહત્વની જવાબદારી સોંપી છે. રેશમા પટેલને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા બનાવવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ માહોલ તૈયાર છે.
પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચારના પડઘમ શાંત થઈ ચૂક્યા છે. આ દરમિયાન આજે આમ આદમી પાર્ટીએ છેલ્લી ઘડીએ મહત્વની જાહેરાત કરી છે. રેશમા પટેલે એનસીપીમાંથી રાજીનામું આપી અને આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા.
आम आदमी पार्टी ने मुजे प्रदेश प्रवक्ता की जिम्मेदारी दी है, इसके लिए में श्री अरविंद केजरीवालजी और प्रदेश नेतृत्व का आभार व्यक्त करती हु। गुजरात में आम आदमी की आवाज़ बनकर हम न्याय के पक्ष में आवाज़ बुलंद करेंगे।@AAPGujarat @ArvindKejriwal pic.twitter.com/Cc0sdSfIWM
— Reshma Patel (@reshmapatel__) November 29, 2022
NCP નેતા રેશમા પટેલે પાર્ટીમાંથી રાજીનામું આપ્યાના કલાકોમાં જ તેઓ AAPમાં જોડાઈ ગયા છે. AAPના દિલ્હીના સાંસદ રાઘવ ચઢ્ઢાના હસ્તે ખેસ પહેરીને તેઓ વિધિવત રીતે AAPમાં જોડાયા હતા ત્યાર બાદ હવે તેને આમ આદમી પાર્ટી માંથી મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત