Homeગામનાં ચોરેપહેલા પૈસા આપી મહિલા સાથે શરીર સંબંધ બાંધ્યા, પછી પ્રેમ થઈ ગયો...

પહેલા પૈસા આપી મહિલા સાથે શરીર સંબંધ બાંધ્યા, પછી પ્રેમ થઈ ગયો અને બાદમાં હત્યા કરી નાખી

Team Chabuk-National Desk: મેરઠમાં થયેલી આબાદ અને તેની પત્ની જાવેદાની સનસનીખેજ હત્યા પરથી પોલીસે પડદો હટાવી દીધો છે. આરોપી સમીરે પહેલા રૂપિયા આપી જાવેદાની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. ઘરમાં વારંવાર આવવા જવાનું રહેતું હોવાથી તેને જાવેદા સાથે પ્રેમ થઈ ગયો હતો. આરોપીએ દંપતિ પર ત્રણ લાખ રૂપિયા પણ ખર્ચ કર્યા હતા. તેણે જાવેદાને અન્ય યુવકોની સાથે સંબંધ રાખવાની ના પાડી હતી, આખરે નારાજ ભરાયેલા આરોપી સમીરે જાવેદાનું કાસળ કાઢી નાખ્યું હતું. આરોપીએ પોલીસની સામે એ પણ કબૂલ્યું છે કે ગુનો કર્યાનો તેને કોઈ અફસોસ નથી.

rps baby world

મંગળવારે મોડી રાત્રે પોલીસે આરોપી સરુરપુરના ગોટકાના રહેવાસી સમીર ઉર્ફ હસીનની ધરપકડ કરી લીધી હતી. એસપી સિટી વિનીત ભટનાગરે બુધવારે મીડિયાને જણાવ્યું હતું કે, સાત મહિના પહેલા જ જાવેદાની સાથે સમીરની મુલાકાત થઈ હતી. પૈસાની લાલચ આપી આરોપીએ તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. જોકે એ પછી બંનેની વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. આરોપીએ જાવેદા અને તેના પરિવારની ઉપર ત્રણ લાખ ઉડાવ્યા હતા. આ બંને વચ્ચે પ્રેમ અને શરીર સંબંધ હોવાની જાણકારી જાવેદાના પતિ આબાદને પણ હતી.

સમીરે આ ઘટના અંગે પોલીસને વધુમાં જણાવ્યું હતું કે, જાવેદાના ઘર પર બહારના યુવકોનું આવવા જવાનું રહેતું હતું. કેટલીય વખત તેણે દંપતિને યુવાનો પર રોક લગાવવાનું કહ્યું હતું. આરોપી વારંવાર જાવેદાને કહેતો હતો કે, તું ફક્ત મારી બનીને રહે.આખરે બંને ન માનતા આરોપીએ કાસળ કાઢવાનું નક્કી કર્યું હતું. એ બહારથી ચાકુ લઈ આવ્યો હતો. રાતે કોલ્ડ્રિંકમાં દંપતિને માદક પદાર્થ નાખી પીવડાવી દીધું હતું. પહેલા આબાદને મારી નાખ્યો અને બીજા ઓરડામાં રહેલી જાવેદાને મારી નાખી. હત્યા નીપજાવ્યા બાદ એ પોતાના ગામ ચાલ્યો ગયો હતો જ્યાંથી પોલીસે તેની ધરપકડ કરી હતી.

rps baby world

આરોપી સમીર હોવાની ખબર પોલીસને બાળકોના કારણે પડી હતી. તેમણે પોલીસને જણાવ્યું હતું કે, મામા સમીરે બેઉંને માર્યા છે. આબાદને પ્રથમ પત્નીથી સાત જ્યારે બીજી પત્નીથી ત્રણ બાળકો છે. પોતાનાથી અડધી ઉંમરની જાવેદાની સાથે આબાદે નવ વર્ષ પહેલા નિકાહ કર્યા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments