HomeસિનેમાવાદZee અને Sony એક થયા પણ હજુ કપરા ચઢાણ બાકી છે

Zee અને Sony એક થયા પણ હજુ કપરા ચઢાણ બાકી છે

Team Chabuk-Cinema Desk: 1992 બાદ ટીવી જાણે જાદુઈ પેટી બનીને સામે આવ્યું હતું. મોબાઈલમાં એક સાથે એક વસ્તુ ફ્રી એવી નોબત આવી પડતા ટીવીના પારોઠના પગલાં થઈ ગયા હતા. હવે ટીવી ક્ષેત્રે ક્રાન્તિની તો અપેક્ષા પણ કેમ કરીને રાખવી. જોકે Sony અને Zee બંનેના એકસૂત્ર થવાના સમાચાર પ્રસારીત થતા હવે દેશની નંબર વન ટીવી ચેનલ પર સંકટના વાદળો ઘેરાયા છે. અત્યાર સુધી 60 ચેનલની સાથે સ્ટાર નેટવર્ક ભારતનું સૌથી મોટું ટીવી નેટવર્ક હતું. હવે સોની અને ઝી એકસાથે આવતા 75 ચેનલ્સનું સૌથી મોટું નેટવર્ક બની ગયું છે.

rps baby world

જોકે ટીવી ઉદ્યોગમાં સાચી સ્પર્ધા ટીઆરપીની હોય છે. જ્યાં સ્ટાર અને કલર્સ આ બંને કરતા આગળ છે. બીજી બાજુ ઓટીટીની હરણફાળ સ્પર્ધાએ પહેલાથી જ ટીવી પર જોખમ ઉભું કરી દીધું છે. અહીં પણ ઝી અને સોની લાઈવ એક થઈ વિદેશી નેટફ્લિક્સ અને અમેઝોનને ટક્કર આપી શકે છે.

ઝી એન્ટરટેઈનમેન્ટના ભારતમાં 49 ચેનલ છે. વિશ્વભરમાં તેના ચેનલ્સની સંખ્યા 100 કરતા વધારે છે. સોનીના ભારતમાં 26 ચેનલ છે. દુનિયામાં 31 છે. નવા નેટવર્કનું શું નામ રહેશે? લોગો કેવો રહેશે? કેટલી ચેનલો હશે? એ આવનારા નેવું દિવસમાં નક્કી થશે. અધિકારીક રીતે કરવામાં આવેલી ઘોષણા અનુસાર એટલું તો નક્કી માનવામાં આવી રહ્યું છે કે બંને નેટવર્કના પ્રોગ્રામિંગ ઓપરેશન્સ, ડિઝિટલ એસેટ્સ અને પ્રોગ્રામ લાઈબ્રેરી મર્જ થઈ જશે.

ટીઆરપીમાં ટોપ 10 શોમાં 16 શો હતા. જેમાં ઝીના કુંડલી ભાગ્ય અને કુમકુમ ભાગ્ય છે. સોનીના તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અને સુપર ડાન્સર ચેપ્ટર-4 સાથે કપિલ શર્મા શોનો સમાવેશ થાય છે. ટીઆરપી ચાર્ટમાં સ્ટાર પ્લસના ત્રણ શો છે. અનુપમા, ગુમ હૈ કિસી કે પ્યાર મેં અને ઈમલી. ચોથા સ્થાન પર કલર્સની ઉદરિયા છે. બાદમાં સ્ટારના યે હૈ ચાહતે અને કલર્સનો શો ખતરો કે ખિલાડી. એ પછી ઝીના શો કુંડલી ભાગ્યનો નમ્બર આવે છે.

rps baby world

આ અંગે ટીવી ઉદ્યોગ જગતના નિષ્ણાતોનું પણ એ જ કહેવું છે કે, ચેનલ વધારે હોવી એ સારી બાબત હોવા છતાં આ સમગ્ર ખેલ ટીઆરપીનો જ છે. ઝી અને સોનીએ જનરલ એન્ટરટેઈનમેન્ટ કેટેગરીમાં વધારે જોર લગાવવું પડશે. આ બંને સેક્ટર સાથે આવવાથી ઓટીટીમાં પણ પરિવર્તન આવશે તેવી ભવિષ્યવાણી કરી દેવામાં આવી છે. અત્યારે ડિઝ્ની પ્લસ હોટસ્ટાર 2.5 કરોડ સબ્સક્રાઈબર્સની સાથે ટોચ પર છે. પ્રાઈમ વીડિયો 1.17 કરોડ, ત્રીજા નંબર પર સોની LIVEના સિત્તેર લાખ સબ્સક્રાઈબર્સ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments