Homeગામનાં ચોરેઅમેરિકામાં જે જે બન્યું એ આ કાર્ટુનમાં વર્ષો પહેલા બની ચૂક્યું હતું

અમેરિકામાં જે જે બન્યું એ આ કાર્ટુનમાં વર્ષો પહેલા બની ચૂક્યું હતું

The Chabuk-International Desk : અમેરિકાના નવ નિયુક્ત ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસ એક કાર્ટુન અને પોતાની ડ્રેસના કારણે શપથગ્રહણ સમારોહથી ચર્ચામાં છે. એ ચર્ચા તેમનો કેડો હજુ નથી છોડી રહી. જે કાર્ટુન અને ડ્રેસના કારણે કમલા હૈરિસ ચર્ચામાં આવ્યા છે એ ડ્રેસ કાર્ટુન સિમ્પસનની છે. 90ના દાયકામાં આ કાર્ટુન લોકપ્રિય થયું હતું. જેની 32 સિઝન આવી ચૂકી છે અને તેના પર ફિલ્મ પણ બની ચૂકી છે. કાર્ટુનના લોકપ્રિય થવાનું કારણ તેનું રમૂજી વિષયવસ્તુ છે. સાથે જ તેની સાથે જે જે ઘટનાઓ જોડાયેલી છે તે તેને રસપ્રદ બનાવે છે. સિમ્પસન વિશે કહેવાય રહ્યું છે કે તેમાં દર્શાવેલા એપિસોડ અને સીન્સ હવે સત્ય સાબિત થઈ રહ્યા છે. કમલા હૈરિસની ડ્રેસના દાવાને લઈ જે ચર્ચાઓ થઈ રહી છે તેની પાછળ પણ આ કાર્ટુન જ જવાબદાર છે.

સિમ્પસનમાં ડ્રેસ હતો

અમેરિકાની પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિના રૂપમાં શપથ લેવા માટે જ્યારે કમલા હૈરિસની પહેલી ઝલક સામે આવી તો તેમની ડ્રેસનો રંગ અને તેમની સ્ટાઈલને જોઈ લોકોને સિમ્પસન કાર્ટુનની યાદ આવી ગઈ. લોકો ટ્વીટર પર તસવીર શેર કરવા લાગ્યા. આ કેરેક્ટર સાથે જોડાયેલું કાર્ટુન વર્ષ 2000ની સાલમાં બાર્ટ ટુ ધ ફ્યુચરના નામે પ્રસિદ્ધ થયું હતું. જેમાં દેખાડવામાં આવે છે કે લીસા સિમ્પસનનું પાત્ર અમેરિકાની વાઈસ પ્રેસિડેન્ટ બને છે. તેણે એવા જ ડ્રેસ અને ઘરેણા પહેર્યા છે જેવા 20 વર્ષ બાદ કમલા હૈરિસે પહેર્યા હતા. લોકો આ કારણે જ સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ ગયા અને વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપવા લાગ્યા.

કેપિટલ હિલ પરનો હુમલો

આ કાર્ટુન ચર્ચામાં એટલા માટે પણ છે કારણ કે તેમાં દર્શાવવામાં આવેલા તમામ સીન અને ઉદાહરણ આગળ જઈને સત્ય સાબિત થઈ રહ્યા છે. આ પહેલા પણ આ કાર્ટુનમાં જે પણ વસ્તુ દર્શાવવામાં આવી તે ભવિષ્યમાં સત્ય સાબિત થઈ ગઈ. કમલાના ડ્રેસ સિવાય હાલમાં જ તેનું એક મોટું ઉદાહરણ સામે આવ્યું. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ અમેરિકાની સંસદ કેપિટલ હિલ પર હુમલો કર્યો હતો. એ પણ સિમ્પસનના એક એપિસોડમાં દર્શાવવામાં આવ્યું હતું. હુમલો થયો ત્યારે પણ સિમ્પસન ટ્વીટર પર એ જ રીતે ટ્રેન્ડ કરી રહ્યું હતું કે, સિમ્પસનના સાતમી સિઝનના એક એપિસોડમાં એક વ્યક્તિ બોમ્બ લઈને કેપિટલ હિલમાં ઘુસી જાય છે. આ વિશે પણ ટ્વીટર પર લોકોએ અથાગ પ્રતિક્રિયાઓ આપી હતી અને સિરીયલ કેવી રીતે ભવિષ્યમાં જીવંત પૂરાવારૂપે સત્ય સાબિત થઈ રહી છે તેની વાતો ચલાવી હતી.

ટોમ હેંક્સ

વધારે એક વખત જોઈએ તો વર્તમાન પ્રેસિડેન્ટ જો બાઈડેનને લઈ ફરી એક સત્ય સામે આવી ગયું. શપથ બાદ જો બાઈડેને એક ખાસ આયોજન કર્યું હતું. જેમાં હોલિવુડ સ્ટાર ટોમ હેક્સ જોવા મળ્યો હતો. જેમાં તેણે વક્તવ્ય પણ આપ્યું હતું. લોકોએ એ પણ જણાવ્યું કે વર્ષ 2007માં ધ સિમ્પસન ફિલ્મમાં દેખાડવામાં આવ્યું હતું કે ટોમ હેંક્સ રાષ્ટ્રપતિના શપથ સમારોહ કાર્યક્રમનો ભાગ બને છે. લોકોએ આ થીયરીને પણ ખૂબ જ શેર કરી હતી. લોકો પાસે પ્રૂફ હોવાના કારણે આ કોઈ ગપગોળા નથી એ વાત પણ અન્યો માનતા થઈ ગયા હતા.

સત્ય શું છે ?

આમ છતાં અમેરિકામાં બનેલી એક બાદ એક ઘટનાઓ જે સિમ્પસન કાર્ટુન સાથે જોડાય છે તેને કેટલાક લોકો માત્ર સંયોગ જ કહે છે. તેઓ માને છે કે ચર્ચિત લોકો જોઈ જાણીને સિમ્પસનની ઘટનાઓને કોપી કરી રહ્યા છે. હવે જો બાઈડેને આ કાર્ટુન જોઈને બધું પ્લાન કર્યું હશે તેવું પણ તેમના ટીકાકારો કહી રહ્યા છે. સત્ય શું છે તે કોને ખબર ?

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments