Homeગામનાં ચોરેએક બોલપેન અને 342 રૂપિયા સાથે આઈપીએલનો સટ્ટો રમી રહેલા શખ્સની ધરપકડ...

એક બોલપેન અને 342 રૂપિયા સાથે આઈપીએલનો સટ્ટો રમી રહેલા શખ્સની ધરપકડ કરી આ મહાપરાક્રમની જાણકારી આપતી યુપી પોલીસ

Team Chabuk-National Desk: આઈપીએલની મેચ સાથે સાથે સટ્ટાબાજીનો કાર્યક્રમ પણ જોરોશોરોથી તેની ચરમસીમાએ હોય છે. પોલીસ પણ રેડ પાડી સટ્ટાબજારીયાઓને પકડી પાડે છે. સમાચારોમાં મોટાભાગે એવું સામે આવે છે કે રેડ પાડવામાં આવી અને મોટો મુદ્દામાલ હાથમાં આવ્યો, પરંતુ ઉત્તર પ્રદેશની પીલીભીતની પોલીસે એક સટ્ટો રમનારા આરોપીને પકડી ટ્વીટર પર તેની ફોટો અપલોડ કરતા ચોરવા જતાં ચીકણું થઈ ગયું હતું. ફોટોગ્રાફની ઉપર લખેલી કેપ્શનથી પોલીસ ડિપાર્ટમેન્ટ એવું શરમજનક સ્થિતિમાં મૂકાયું કે પોસ્ટ ડિલીટ કરવાની નોબત આવી પડી. જોકે ત્યાં સુધીમાં સ્ક્રિનશોટ પડી ચૂક્યા હતા અને કંસાર કરવા જતાં થૂલી થઈ ગઈ હતી.

કેપ્શનમાં જે હિન્દીમાં લખવામાં આવ્યું છે તે હિન્દીમાં જ રહેવા દઈએ, थाना बरखेड़ा पीलीभीत पुलिस द्वारा अभियुक्त सद्दाम पुत्र सलामतउल्ला ग्राम पौटा कलां थाना बरखेड़ा जिला पीलीभीत के कब्जे से डायरी सट्टा पर्ची एक डाट पेन कुल 342 रुपए सहित गिरफ्तार किया गया.

અર્થાત્ એક બોલપેન અને 342 રૂપિયા સાથે શખ્સની ધરપકડ કરવામાં આવી અને જાણે મોટું તીર માર્યું હોય એમ ટ્વવીટર પર જનતાને તેની જાણકારી પણ આપવામાં આવી. આ કારણે જ લોકો મજાક ઉડાવવા લાગ્યા અને જોત જોતમાં તો મીમ્મ અને અવનવા કેપ્શનનો વરસાદ થઈ ગયો. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને પણ આ પોસ્ટ એટલી ગમી ગઈ કે તેમણે પણ ટ્વીટ કર્યું છે.

આ કંઈ પ્રથમ વખત નથી. પીલીભીત પોલીસે આ પહેલા ત્રણ બોલપેન સાથે યુવકોની ધરપકડ કરી હોવાની જાણકારી ટ્વીટર પર આપી હતી. 10 ઓક્ટોબરના રોજ પોલીસે સટ્ટાબાજોની ધરપકડ કરી હતી અને ટ્વીટર પર કેપ્શનમાં લખ્યું હતું કે, ‘પોલીસ દ્વારા 10 લોકોને સટ્ટો રમતા ઝડપ્યા છે. જેમાં ત્રણ ડાયરી, 6 મોબાઈલ, 22,500 નકદ અને ત્રણ બોલપેન સાથે આ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.’

 તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments