Team Chabuk- National Desk: ઉત્તર પ્રદેશની ભાજપ સરકારને, ગોવાની ભાજપ સરકાર અને કેન્દ્રની ભાજપ સરકારના મંત્રી ફિલ્મ માટે અનુકૂળ સિટી ગણાવે તે મુદ્દો ચૂંટણીલક્ષી હોવાની ગંધ આવી રહી છે. ગોવામાં આયોજિત ભારતના 52માં આંતરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ 2021માં ઉત્તર પ્રદેશને ફિલ્મની શૂટિંગ માટે અનુકૂળ રાજ્ય માનવામાં આવ્યું છે અને આ માટે તેને પ્રોત્સાહિત કરતું પુરસ્કાર પણ આપવામાં આવ્યું છે.
કેન્દ્રિય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર અને ગોવાના મુખ્યમંત્રી ડો. પ્રમોદ સાવંતે સમારોહ સમાપનના અવસર પર રવિવારે ઉત્તર પ્રદેશને આ પુરસ્કાર એનાયત કર્યો હતો. ઉત્તર પ્રદેશ સરકારની તરફથી મુખ્ય સચિવ સૂચના નવનીત સહગલે આ પુરસ્કાર સ્વીકાર્યો હતો. આ અવસર પર સહગલે કહ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના દિશા-નિર્દેશનમાં રાજ્ય સરકાર ઉત્તર પ્રદેશમાં ફિલ્મ નિર્માણ સાથે જોડાયેલી વિભિન્ન ગતિવિધિઓને નિરંતર પ્રોત્સાહિત કરી રહી છે. હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ, જેવરનું શિલાન્યાસ પણ કરવામાં આવ્યું છે. પ્રદેશ સરકાર આ પરિયોજનાની નજીક 1,000 એકડ ક્ષેત્રફળમાં ફિલ્મ સિટીનો વિકાસ કરી રહી છે. આ ફિલ્મ સિટીમાં પ્રી-પ્રોડક્શન, પોસ્ટ-પ્રોડક્શન, શૂટિંગ સહિત ફિલ્મ નિર્માંણ સંબંધિત આવશ્યક સુવિધાઓ એક જ જગ્યાએ મળી જશે.
2021માં અક્ષય કુમાર અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની મુંબઈમાં મુલાકાતથી ફિલ્મ ક્ષેત્રે અને મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી સરકારમાં હલચલ મચી ગઈ હતી. જેના પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પ્રહારો પણ કર્યાં હતા. યોગી આદિત્યનાથ મુંબઈની જગ્યાએ યુપીને ભારતના ફિલ્મનું કેન્દ્ર બનાવવા ઈચ્છતા હોવાની વાતો થવા લાગી હતી. ઉત્તર પ્રદેશમાં નિર્માણ પામી રહેલું ફિલ્મ સિટી તેનો નમૂનો જ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
