Team Chabuk-National Desk: ઉત્તર પ્રદેશના જનપદના છલજૈટ વિસ્તારમાં માતા પિતા અને તેમની પુત્રી સાથે દર્દનાક ઘટના બની હતી. માતા પિતાએ જણાવ્યું કે તેમનું તેમની પુત્રીની સાથે અપહરણ કરવામાં આવ્યું હતું અને બાદમાં તેમની આંખ સામે જ પુત્રીનો બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ આરોપી સામે જબરદસ્તી લગ્ન કરાવવાનો આરોપ લગાવતા માતા પિતાએ કેસ ફાઈલ કર્યો છે.
પોલીસે આ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે એમ પણ જણાવ્યું કે બંને પક્ષ એકબીજાથી પરિચિત છે અને વાતચીત થઈ રહી છે. પીડિતાના પરિવારજનો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમના જ વિસ્તારમાં રહેનારા આરોપીએ તેમનું બંદૂકના નાળચે અપહરણ કર્યું હતું અને બાદમાં તેમની પુત્રી પર બળાત્કાર ગુજાર્યો હતો.
આરોપીઓએ જબરદસ્તી તેમની સગીર પુત્રીના લગ્ન પણ કરાવી નાખ્યા હતા. અને કોઈને જો આ વિશે કહે તો જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હતી. હાલ પોલીસે આરોપીઓની વિરૂદ્ધ કલમ 376ડી, 342, 354, 506 હેઠળ કેસ ફાઈલ કરી કાર્યવાહી કરી છે.
ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિદ્યાસાગર મિશ્રાએ આ ઘટના વિશે કહ્યું છે કે, પીડિત દ્વારા નોંધવવામાં આવેલી ફરિયાદના અનુસાર સામેના પક્ષનો પુત્ર 27 જૂનનાં રોજ ગાયબ થઈ ગયો હતો. 28 જૂનનાં રોજ તેમના કેટલાક પરિચિત તેમના ઘરે આવ્યા હતા અને પુત્રની શોધખોળના બહાને તેમને સાથે લઈ ગયા હતા. જે પછી તેમની પુત્રી પર દુષ્કર્મ આચર્યું હતું. હાલ આગળની તપાસ ચાલુ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત