Homeસિનેમાવાદજ્યારે દેવીકા રાની 22 વર્ષનાં દિલીપ કુમારને જોઈ દંગ રહી ગયા

જ્યારે દેવીકા રાની 22 વર્ષનાં દિલીપ કુમારને જોઈ દંગ રહી ગયા

Team Chabuk-Cinema Desk: મોહમ્મદ યુસુફ ખાનના પિતાનો ધંધો ફળના વેપાર કરવાનો હતો. યુસુફને અભ્યાસ છોડી પોતાનો કંઈક નવો ધંધો વેપાર શરૂ કરવો હતો. પુણેના આર્મી કલ્બમાં સેન્ડવિચની દુકાન નાખી અને દુકાન ચાલી ગઈ. યુસુફને મહિનાના 36 રૂપિયા પગાર મળતો. વધારે પૈસા કમાવવા પિતાની દુકાનમાંથી ફળો લાવતા અને એ પણ અહીં વેચતા હતા. એવામાં ભારત સરકારનો ઓર્ડર આવ્યો કે હવે એ લોકો જ દુકાન રાખી શકશે જેને સરકાર તરફથી પરમિશન હોય. દેશમાં સરકાર હતી અંગ્રેજોની. યુસુફે ત્યાં સુધીમાં પાંચ હજાર રૂપિયાની કમાણી કરી લીધી હતી અને હવે પપ્પાને મદદ કરવા લાગ્યો હતો. પપ્પાની ઉંમર વધતા ટ્રાવેલિંગનું કામ કરવા લાગ્યો જ્યાં નૈનિતાલમાં તેની મુલાકાત દેવીકા રાની સાથે થઈ. દેવીકા રાનીએ દિલીપ કુમારને જોયા અને દંગ રહી ગઈ. તેનો ચહેરો. તેની ચાલવાની અદાથી લઈને એક એક વાત પર દેવીકા રાની ફિદા થઈ ગયા. એમણે દિલીપ કુમારને ફિલ્મની ઓફર કરી. થોડા સમય પછી દિલીપની ટ્રેનમાં ડો.મસાની સાથે મુલાકાત થઈ. તેમણે યુસુફનો વ્યવસાય પૂછ્યો અને તેમણે પણ તેને ફિલ્મોમાં જવાની સલાહ આપી. દિલીપને પણ લાગ્યું કે આટલા બધા લોકો ખોટું તો ન બોલતા હોય. બે ફિલ્મમાં ટ્રાય મારવી જોઈએ.

નામકરણ

બે કિસ્સાઓ છે. યુસુફ ફિલ્મમાં કામ કરે તે પિતાને પસંદ નહોતું એટલે તેમણે નામ બદલ્યું અને બીજું કે યુસુફ ફિલ્મી નામ લાગતું નહોતું. દેવીકા રાનીએ લેખકોને કેટલાક સારા નામ લખવાના કહ્યા. જેમાં વાસુદેવ, જહાંગીર અને દિલીપ કુમાર નામ સામે આવ્યું. દેવીકા રાનીને દિલીપ કુમાર નામ પસંદ આવ્યું, કારણ કે ત્યાં સુધીમાં અશોક કુમાર બોમ્બે ટોકિઝ છોડી ચૂક્યા હતા અને આ નામ મેચ થતું હતું. અભિનેતાને પ્રથમ ફિલ્મ જ્વારભાટા માટે 1250 રૂપિયા મળ્યા હતા. ઉંમર હતી 22 વર્ષની. પ્રથમ ફિલ્મ જ્વાર ભાટા રિલીઝ થઈ અને ફિલ્મ ઈન્ડિયા સામાયિકે ફિલ્મ અને હીરો બંનેને રિજેક્ટ કરી નાખ્યા.

પેશાવરની હવેલી

વર્ષ 2014માં રાજ કપૂર અને 2018માં દિલીપ કુમારની ખાનદાની હવેલીને પાકિસ્તાન સરકારે રાષ્ટ્રીય ધરોહર ઘોષિત કરી હતી. આ બંને હવેલીઓ પેશાવર સિટીમાં રિહાયશી વિસ્તારમાં આવેલ કિસ્સા ખ્વાની બજારમાં છે. આ બંને ઈમારતોમાં ભાગલા પહેલા રાજ કપૂર અને દિલીપ કુમાર રહેતા હતા. પાકિસ્તાનની ખૈબર પખ્તૂનખ્વા સરકારે રાજ કપૂરની 6 માળની અને દિલીપ કુમારની ચાર માળની ઈમારતને ક્રમશ: 1.50 કરોડ અને 80 લાખમાં ખરીદીને તેને સંગ્રહાલયમાં ફેરવાવનું આયોજન ઘડી કાઢ્યું હતું. જેની પાછળ કારણ એ હતું કે વિશ્વને ખબર પડે કે પેશાવરનું કયા કામમાં યોગદાન છે. 2005ના ભૂકંપ બાદ આ હવેલી જર્જરીત થઈ ગઈ હતી. જેની તસવીરો પણ વાઈરલ થઈ હતી.

કામીની કૌશલ

કામિની કૌશલ એમનો પ્રથમ પ્રેમ બની હતી. ફિલ્મ શહીદના સેટ પર આ બંને વચ્ચે પ્રેમ હોવાની વાતો અવાર નવાર થતી રહેતી હતી. આ બંને વિવાહ કરવાના હતા પણ પરિવારની આગળ કામિનીની એક ન ચાલી. દિલીપ કુમાર એકલા રહી ગયા અને કામિની કૌશલે કોઈ બી.એસ.સૂદ સાથે લગ્ન કરી લીધા.

મધુબાલા અને દિલીપ સાહેબનો ઈશ્ક

દિલીપ કુમાર અને મધુબાલાના પ્રેમની વાતો પણ ખૂબ થાય છે. તરાના ફિલ્મના સેટ પર બંને ગળાડૂબ પ્રેમમાં હતા. દિલીપ કુમાર અને મધુબાલાની મિત્રતા થઈ. પ્રેમ થયો. દિલીપ સાહેબ મધુબાલા સાથે લગ્ન કરવા માગતા હતા. જોકે મધુબાલાના પિતા અતાઉલ્લાહ ખાન આ વાતના સખ્ત વિરોધી હતા. આ સમયે જ બી.આર.ચોપડાની નયા દૌર ફિલ્મની શૂટિંગ શરૂ થવાની હતી. આ બંને સ્ટાર એમાં હતા. મધ્યપ્રદેશમાં શૂટિંગ થઈ રહ્યું હતું. મધુબાલાના પિતાએ દીકરીને ન જવા દીધી. એમનું એવું માનવું હતું કે આઉટડોર શૂટિંગથી બંને વચ્ચે ફરી પ્રેમ પાંગરશે. બી.આર.ચોપડા ગુસ્સે ભરાયા અને મધુબાલાની સામે કોર્ટમાં કેસ ઠોકી દીધો. છેલ્લી ઘડીએ ચોપડાએ કેસ ડ્રોપ કરી દીધો અને મધુબાલા જેલ જવાથી બચી ગઈ. એ પછી આ સંબંધો પર પણ પૂર્ણવિરામ મૂકાઈ ગયું. દિલીપ સાહેબનું નામ બાદમાં વૈજંતીમાલા સાથે જોડાયું અને અંતે તેઓ સાયરાબાનું ના સદા સદા માટે થઈ ગયા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments