Homeસિનેમાવાદહું નસીબદાર છું કે લવ, કુશ અને સોનાક્ષી ડ્રગ્સનું સેવન નથી કરતા:...

હું નસીબદાર છું કે લવ, કુશ અને સોનાક્ષી ડ્રગ્સનું સેવન નથી કરતા: શત્રુઘ્ન

Team Chabuk-Cinema Desk: શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ઘર વાપસી થઈ ગઈ છે. જોકે ફરી એક વખત ફિલ્મ ઉદ્યોગજગતમાં ડ્રગ્સની ચર્ચા સપાટી પર આવી ગઈ છે. એક બાજુ શાહરૂખ અને આર્યનને અન્ય સ્ટાર્સનો પૂરતો સપોર્ટ મળી રહ્યો છે તો બીજી બાજુ કેટલાક સ્ટાર્સની તીખી પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે. આર્યન અને અનન્યાના કેસ પરથી ફરી એક વખત એ મુદ્દાની ચર્ચા થઈ રહી છે કે શું બોલિવુડના સ્ટાર કિડ્સ ડ્રગ્સનું સેવન કરી રહ્યા છે.  આ અંગે વિસ્તૃત વાત કરતા અભિનેતા શત્રુઘ્ન સિંહાએ જણાવ્યું હતું કે, તેઓ નસીબદાર છે કે તેમના ત્રણે બાળકો લવ-કુશ અને સોનાક્ષી ડ્રગ્સનું સેવન નથી કરતા. આ સિવાય તેમણે આર્યન ખાનના ડ્રગ્સ કેસ પર પણ પોતાના વિચાર સામે રાખ્યા હતા.

shree-hari-jyotish

એક ખાનગી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં શત્રુઘ્ન સિંહાએ સવાલ ઉઠાવ્યા હતા કે, એનસીબીએ આર્યનની ધરપકડ કરી હતી. તેમણે કહ્યું હતું કે, કાં તો ધરપકડ ધ્યાન ભટકાવવા માટે થઈ હતી અથવા તો શાહરૂખની સાથે પોતાનો હિસાબ પૂર્ણ કરવા માટે થઈ હતી. શત્રુઘ્નએ સ્ટારકિડ્સના માતા પિતાઓને સાચી દિશા દેખાડવાના સવાલ પર કહ્યું કે, મારું શરુઆતથી જ માનવું છે કે, હું તો પ્રીચ અને પ્રેક્ટિસ કરું છું, એન્ટી ટોબેકો કેમ્પેઈન કરું છું. હું હંમેશાંથી કહેતો આવ્યો છું કે ડ્રગ્સને ના કહો અને તમ્બાકુ પર પ્રતિબંધ લગાવો.

shree-hari-jyotish

તેમણે ખૂદને ભાગ્યશાળી ગણાવી પોતાના સંતાનોની પ્રશંસા કરતા કહ્યું કે, આજે હું આ ઘટનામાં ખૂદને ભાગ્યશાળી સમજું છું. મારી ત્રણે સંતાનો લવ, કુશ અને સોનાક્ષી અંગે ગર્વ અનુભવુ છું કે, મેં તેમનો સારી રીતે ઉછેર કર્યો. તેમને ન તો મેં આવી આદતમાં જોયા છે, ન તો સાંભળ્યા છે, ન તો તેઓ આવી કોઈ હરકત કરે છે.

shree-hari-jyotish

શત્રુઘ્ન સિંહાએ માતા પિતાને બાળકોની જવાબદારી સંભાળવાનું જણાવતા કહ્યું કે, આ માતા પિતાની જવાબદારી છે, કે તેઓ પોતાના બાળકો પર ધ્યાન આપે અને જુએ કે એમનું બાળક એકલું તો નથી ને, કે ખોટી સંગતમાં તો નથી પડી ગયું ને. માતા-પિતાને એક સમયે બાળકોની સાથે બેસીને એક ટકનું ભોજન તો કરવું જ જોઈએ. સાથે જ તેમણે કહ્યું કે, આર્યનને ફક્ત એ માટે માફ ન કરવો જોઈએ કે તે શાહરૂખનો પુત્ર છે, પણ ફક્ત એ વાતને લઈને જ તેની ઉપર નિશાનો પણ સાધવો ન જોઈએ. ન્યાયની વાત કરતા તેમણે જણાવ્યું કે, ન્યાય થવો જોઈએ અને થયો છે. આર્યન ખાનને બોમ્બે હોઈકોર્ટથી જામીન મળ્યા છે.

shree-hari-jyotish

જેલમાં આશરે 28 દિવસ પસાર કર્યા બાદ શાહરૂખ ખાનનો પુત્ર આર્યન જેલમાંથી બહાર આવ્યો હતો. ખૂદ શાહરૂખ પોતાના પુત્રને લેવા માટે જેલ ગયા હતા. સાથે જ શાહરૂખના નિવાસસ્થાન મન્નતની બહાર પણ આર્યનના સ્વાગત માટે ફેન્સની લાંબી કતાર લાગી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments