Homeગામનાં ચોરેVIDEO: આ યુવતીએ કેબ ડ્રાઈવરને જાહેરમાં શા માટે ફટકાર્યો?

VIDEO: આ યુવતીએ કેબ ડ્રાઈવરને જાહેરમાં શા માટે ફટકાર્યો?

Team Chabuk-National Desk: સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા એક વીડિયોમાં યુવતી એક વ્યક્તિને ધોલધપાટ લગાવી રહી છે. બાજુમાં ટ્રાફિક પોલીસ ઊભો છે પણ તે કંઈ કરતો નથી. વાઈરલ વીડિયોની ભૂમિ લખનઉની છે. જેમાં એક યુવતી કેબ ડ્રાઈવરની પીટાઈ કરતી દેખાય છે. થપ્પડ મારે છે. હંગામો થાય છે. પોલીસ વચ્ચે પડે છે, પણ રણચંડી મહિલાને અટકાવવી મુશ્કેલ છે. યુવતી સતત કેબ ડ્રાઈવરને પીટતી રહે છે. કેબનો સાઈડ મિરર તૂટી ચૂક્યો છે. એક યુવક મામલો શાંત કરવા માટે વચ્ચે પડે છે પણ મહિલા તેનો પણ કોલર પકડી લે છે.

લખનઉના કૃષ્ણાનગરના અવધ વિસ્તારમાં ત્રીસ જુલાઈના રોજ બનેલી આ ઘટના છે. એક યુવતી રસ્તા પર પગપાળા ચાલીને જઈ રહી હતી. એક કેબ ચાલક નજીકમાંથી પસાર થયો. આરોપ છે કે ગાડીની સ્પીડ વધારે હતી અને યુવતીને ઠોકર લાગી ગઈ. પોલીસે ચાર રસ્તા પર ગાડીને રોકી લીધી. એ પછી આ યુવતીએ કેબ ચાલકની રસ્તા પર ખૂબ પીટાઈ કરી. યુવતી જણાવી રહી હતી કે કેબ ચાલકથી તે કેવી રીતે માંડ માંડ બચી. યુવતીનો આરોપ છે કે ચાલક તેને પરેશાન કરી રહ્યો હતો. ગાડી તેને લાગી પણ હતી. બીજી બાજુ ડ્રાઈવરે યુવતી પર સાઈડ મિરર તોડી નાખ્યાનો આરોપ લગાવ્યો છે.

રાતના દસ વાગ્યે કેબ ડ્રાઈવર એરપોર્ટથી પરત ફરી રહ્યો હતો. તેની સાથે બે લોકો હતા. દાઉદ અલી અને ઈનાયત અલી. આરોપ લાગ્યો છે કે લાપરવાહીના કારણે યુવતી દુર્ઘટનાનો ભોગ બનતા માંડ માંડ બચી હતી. યુવતીએ તેને સંભાળીને ગાડી ચલાવવાનું કહ્યું તો તે વિરોધ કરવા લાગ્યો હતો. સ્થાનિક મીડિયાના રિપોર્ટ્સ કહે છે કે યુવકે યુવતીને ગાળો પણ ભાંડી હતી.

આ સમગ્ર ઘટનામાં નજીક હાજર કોઈ હોય તો તે ટ્રાફિક પોલીસ હતા. પોલીસે મામલો થાડે પાડવાનો પ્રયત્ન કર્યો હતો અને કૃષ્ણાનગર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર મહેશ દુબેને ફોન કરી જાણકારી આપી હતી. પોલીસની બીકના ભયથી ઈનાયત અને દાઉદ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. સઆદત અલીને પોલીસ પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. એ પછી તેના બંને ભાઈઓને પણ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. પોલીસ સ્ટેશનમાં યુવતીએ ફરિયાદ દાખલ કરવાની ના પાડી દીધી. જેથી પોલીસે ત્રણેને શાંતિભંગના આરોપસર દંડ ફટકાર્યો હતો. પોલીસે યુવતીને પણ આ પ્રકારે કાયદો હાથમાં ન લેવાની ચેતવણી આપી હતી.

આ સમગ્ર ઘટનામાં સોશિયલ મીડિયા યુવતીની વિરૂદ્ધમાં આવી ગયું છે. સોશિયલ મીડિયાનું એક જ રટણ છે કે, ‘ત્યાં પોલીસ જવાન હતા જ તો પછી યુવતીને બાવળા બતાવવાની શું જરૂર હતી. પોલીસ સ્ટેશને પહોંચ્યા પછી ફરિયાદ તો તેણે કરી નહીં, ઉપરથી બધુ નુકસાન કેબ ડ્રાઈવરનું જ ગયું. ગાડીનો કાચ તૂટવાથી લઈને દંડ ભરવા સુધીનો અને માર ખાવા સુધીનો.’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments