Team Chabuk-National Desk: કાનપુરના અકબરપુર ખાતે આવેલ જિલ્લા હોસ્પિટલમાં બુધવારના રોજ એક યુવક બુરખો પહેરીને પહોંચી ગયો હતો. પીકુ વોર્ડની પાસે સંચાલિત સખી કેન્દ્રના કર્મચારીઓને શંકા જતાં તેની આડકતરી પૂછપરછ કરી તો ઈમરજન્સી વોર્ડમાં ઘુસી ગયો હતો. ત્યાં જઈ જોયું તો બુરખામાં પુરુષ હતો. પકડાઈ જવાના ભયના કારણે યુવક ભાગવા જતો હતો પણ સુરક્ષાકર્મીઓએ તેને પકડી લીધો હતો. હાલ પોલીસ આ યુવકની પૂછપરછ કરી રહી છે.
જિલ્લાની હોસ્પિટલમાં બુધવારના રોજ બપોર પછી એક યુવક સલવાર કૂર્તો અને બુરખો પહેરીને પહોંચ્યો. આ સમયે પીકુ વોર્ડની પાસે સંચાલિત સખી સેન્ટરની સંચાલક નિધિ સચાન અને સહાયક શ્રેયા શુક્લાએ તેની ચાલ જોઈ તો ઓળખી ગઈ કે અંદર ભેદ છૂપાયેલો છે. બંનેને બુરખાની અંદર રહેલા વ્યક્તિ પર શંકા ગઈ. બંનેએ પાસે જઈ યુવકની પૂછપરછ કરવાની કોશિશ કરી તો યુવક ઈમરજન્સી વોર્ડમાં ઘુસી ગયો હતો. ત્યાં તેને પકડવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો એ ભાગવા લાગ્યો હતો.
રાડારાડી થઈ જતાં હોસ્પિટલની હદ પાર કરવા જઈ રહેલા આ યુવકને સુરક્ષાકર્મીઓએ પકડી લીધો હતો. ઉત્તર પ્રદેશની પોલીસને સૂચિત કરવામાં આવી હતી. બનાવના સ્થળે પોલીસ પહોંચી અને બુરખાધારી પુરુષની ધરપકડ કરવામાં આવી હતી. એ પછી સીઓ અરુણ કુમાર સિંહ અને પોલીસ ઈન્સ્પેક્ટર તુલસીરામ પાંડેએ યુવકની પૂછપરછ કરી હતી.
આ યુવકે પોતાનું નામ રઈસ અહેમદ જણાવ્યું છે. તેણે સૌ પ્રથમ પોતાનું સરનામું ચમનગંજ કાનપુર જણાવ્યું બાદમાં ફહીમાબાદમાં હલીમ મુસ્લિમ ઈન્ટર કોલેજની પાસે રહેતો હોવાનું જણાવતા, પોલીસ દ્વિધામાં મુકાઈ હતી. તેની વાતચીત બાદ પોલીસની શંકા વધારે સુદૃઠ બની અને તેની ગંભીરતાથી પૂછપરછ કરવા લાગી.
હોસ્પિટલ પ્રશાસનમાં ચર્ચા ચાલી રહી છે કે બુરખો પહેરીને પકડાયેલો યુવક અકબરપુર સીએસસીમાં ફરજ બજાવતા ડોક્ટર ગલાજા અંજુમની કારનો ડ્રાઈવર છે. બુધવારના રોજ જિલ્લા હોસ્પિટલમાં ડોક્ટર ફરજ પર હાજર હતા. જેથી આશંકા છે કે તે ડોક્ટરને લઈને જિલ્લા હોસ્પિટલ આવ્યો હશે. જોકે સૌથી મોટું રહસ્ય એ છે કે યુવકે શા માટે મહિલાઓનાં કપડાં, ખાસ તો બુરખો પહેર્યો હતો.
સખી સેન્ટરની સંચાલક નિધિ સચાને જણાવ્યું હતું કે જિલ્લા હોસ્પિટલમાં પકડાયા બાદ મહિલા ડોક્ટરે ઉલટ સવાલો કરવાના શરૂ કરી દીધા હતા. ડોક્ટર અન્ય મહિલાઓને પૂછવા લાગી હતી કે તેણે કોઈની સાથે અભદ્ર વ્યવહાર તો નથી કર્યોને? બીજી બાજુ યુવકે પણ પોલીસ આગળ કબૂલાત કરી છે કે તે એક વર્ષથી ડોક્ટરની કાર ચલાવતો હતો. આ અંગે પોલીસ ઈન્સ્પેક્ટર તુલસીરામ પાંડેએ હોસ્પિટલ જઈ અન્ય કર્મચારીઓની સાથે વાતચીત કરી હતી.
આ સમગ્ર ઘટના વિષે અકબરપુરના સીઓ અરુણ કુમાર સિંહે જણાવ્યું હતું કે, યુવકના પરિવારજનોની સાથે વાતચીત થઈ છે. તેમને અહીં બોલાવવામાં આવ્યા છે. જે યુવકની ધરપકડ થઈ છે તે વારંવાર પોતાના આવાસનું સરનામું બદલી રહ્યો છે. ફોન પર પરિવારજનોની સાથે વાતચીત થઈ ત્યારે યુવક મગજમેટ હોવાની જાણકારી આપવામાં આવી હતી. જોકે સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ ચાલી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત