Team Chabuk-National Desk: ઉત્તરપ્રદેશના ઈટાવામાં પ્રેમમાં પાગલ એક પ્રેમીએ તેની પ્રેમિકાની બેરહેમીથી હત્યા કરી દીધી. પ્રેમિકાનો ગુનો માત્ર એટલો જ હતો કે તેણે લગ્ન કરવાની મનાઈ કરી દીધી હતી. આ વાત પ્રેમીને ગમી નહીં જેથી તેણે પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી દીધી. પ્રેમિકાની હત્યા બાદ પોતે પણ ઝેર પી લીધું. જો કે, તેને સારવાર મળી જતાં પ્રેમીનો જીવ બચી ગયો છે.
ઈટાવાના બકેવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના બની છે. મંડોલી ગામમાં રહેતી 22 વર્ષીય રૂચી નામની યુવતી અને 25 વર્ષીય અમિત ઉર્ફે ખુશીલાલ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. બંને કોલેજના વિદ્યાર્થી હતા. બંને એક જ ક્લાસમાં અભ્યાસ કરતા હતા. દાવો કરાયો છે કે, છેલ્લા 7 વર્ષથી બંને વચ્ચે પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો. બંને અવાર-નવાર એક-બીજાને મળતા હતા. અચાનક એક દિવસે અમિતને રૂચી પર શંકા ગઈ કે તેને કોઈ અન્ય યુવક સાથે પ્રેમ થઈ ગયો છે અને તેની સાથે દગો કરી રહી છે.
આ વાત અમિતને ખટકવા લાગી હતી. અમિતે પ્રેમિકા રૂચીને ખેતરમાં બોલાવી અને તેની સામે લગ્નનો પ્રસ્તાવ રાખી દીધો પરંતુ રૂચીએ તેનો પ્રસ્તાવ ફગાવી દીધો. આ વાતથી અમિતને એટલો ગુસ્સો આવ્યો કે તેણે ખેતરમાં પડેલો લોખંડનો પાઈપ ઉઠાવ્યો અને તેનાથી રૂચી પર હુમલો કરી દીધો. એક બાદ એક અમિતે રૂચી પર બેથી ત્રણ પ્રહાર કર્યા. જેના કારણે રૂચીનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું.
જ્યારે આ ઘટનાની જાણ રૂચીના પરિવારને થઈ તો તેમણે તાત્કાલિક રૂચીને હોસ્પિટલ ખસેડી. હોસ્પિટલમાં ડોક્ટરોએ રૂચીના મોતની પુષ્ટિ કરી. બીજી તરફ અમિતે ઝેરી દવા ગટગટાવી લીધી. અમિતને પણ તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો. સમયસર સારવાર મળી રહેતાં અમિતની જીંદગી તો બચી ગઈ પરંતુ બાકીનું જીવન હવે તે જેલમાં જ વિતાવશે. પોલીસે અમિત વિરૂદ્ધ હત્યાનો ગુનો નોધી વધુ તપાસ શરૂ કરી છે.
તાજેતાજો ઘાણવો
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત
- દુષ્કર્મના કેસના આરોપી જૈન મુનિને સુરત કોર્ટે ફટકારી 10 વર્ષની સજા