Homeતાપણુંઆ મામલે આજથી છ મહિના પહેલા કોંગ્રેસ ભાજપ કરતા આગળ હતી, હવે...

આ મામલે આજથી છ મહિના પહેલા કોંગ્રેસ ભાજપ કરતા આગળ હતી, હવે એમાંય પાછળ છે

Team Chabuk-Political Desk: ધીમે ધીમે ગુજરાતમાં ગુજરાત કોંગ્રેસ નબળી પડતી ગઈ. 2017ની ચૂંટણી બાદ પક્ષપલ્ટુ પ્રવૃત્તિએ કોંગ્રેસ અને તેના નેતાઓનો વિશ્વાસ ચકનાચૂક કરી નાખ્યો, તે કહેવામાં જરાં પણ અતિશ્યોક્તિ નથી. કોંગ્રેસને વિશ્વાસ હોય કે આ વખતે તો ‘પાડી જ દઈશું’ ત્યાં એના જ નેતાઓ તેમને પક્ષપલ્ટો કરી પાછળથી ધક્કો મારી પાડી દે.

2017ની ચૂંટણી થઈ ત્યારે 182માંથી 99 સીટ ભાજપના ફાળે ગઈ હતી. આ કંઈ સારું પ્રદર્શન તો ન કહેવાય. જ્યારે કેન્દ્રમાં મોદી અને શાહ જેવા ધુરંધર નેતા હોય, એ પછી ગુજરાતમાં આ પ્રકારનું પ્રદર્શન ખતરાની ઘંટી સિવાય કંઈ નથી. સામે કોંગ્રેસને 77 સીટનો જેકપોર્ટ લાગી ગયો હતો. ગ્રામીણ સીટો મોટાભાગની કોંગ્રેસના હાથમાં હતી. રાહુલ ગાંધીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, પાર્ટી એટલી મજબૂત થઈ ગઈ છે કે ભાજપ માંડમાંડ બચીને નીકળી છે. પણ ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે. પક્ષપલ્ટુઓના કારણે ભાજપને ફાયદો થયો. 2017માં નર્વસ નાઈન્ટીનમાં પતી ગયેલી ભાજપ 112 સીટ પર આવીને આજે અટકી ગઈ છે. ગુજરાત કોંગ્રેસની પાસે હાલ 65 ધારાસભ્યો છે.

દિવસે ને દિવસે ગુજરાત કોંગ્રેસનું સંગઠનતંત્ર નબળું પડી રહ્યું છે. પ્રદેશ કોંગ્રેસ કમિટી એટલે કે PCCના નામ પર માત્ર ત્રણ કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ છે. ભાજપના ગુજરાત કાર્યકારિણીમાં 160 પદાધિકારી, પેજ પ્રમુખ સુધીની એક એક ખુરસી ભરેલી છે. 40 મુખ્ય પ્રદેશ પદાધિકારી છે. જેમાં એક પ્રદેશ અધ્યક્ષ, 10 પ્રદેશ ઉપાધ્યક્ષ, 13 પ્રદેશ મહામંત્રી, 8 પ્રદેશ મંત્રી, 2 પ્રદેશ કોષાધ્યક્ષ, એક પ્રદેશ મુખ્ય પ્રવક્તા, 2 મીડિયા પ્રભારી અને ત્રણ પ્રદેશ કન્વીનરનો સમાવેશ થાય છે. મુખ્ય પદાધિકારીઓ સિવાય 40 પ્રદેશ કાર્યસમિતિ સભ્ય અને 40 વિશેષ આમંત્રિત સભ્યો છે.

છ મહિના પહેલા સુધી કોંગ્રેસની પાસે 234 પદાધિકારીઓ હતા. હવે માત્ર 3 કાર્યકારી અધ્યક્ષ છે. છ મહિનાથી કોંગ્રેસમાં પ્રદેશાધ્યક્ષનું પદ ખાલી પડ્યું છે. પાર્ટીના પ્રદેશ સંગઠનનો સમગ્ર ઢાંચો છેલ્લા છ મહિનાથ લટકીને પડ્યો છે. સ્થાનિક નેતાઓ હાઈકમાન્ડના નિર્દેશોની પ્રતિક્ષામાં છે. હાલ હાર્દિક પટેલ, કરસનદાસ સોનેરી અને ડો.તુષાર ચૌધરી પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ છે. અમિત ચાવડા પણ પ્રદેશ પ્રમુખ પદ પર છે.

ગુજરાત કોંગ્રેસ કાર્યકારિણીની ગત ટીમમાં પ્રદેશ અધ્યક્ષ સિવાય 18 પ્રદેશ ઉપાધ્યક્ષ, 40 મહામંત્રી, એક કોષાધ્યક્ષ, 158 મંત્રી, 6 મંત્રી (પ્રોટોકોલ) અને 9 પ્રવક્તા હોય છે. છ મહિના પહેલા સુધી કોંગ્રેસની પાસે 234 પદાધિકારીઓ હતા. જે ભાજપના 180 પ્રમુખ પદાધિકારીઓની તુલનામાં વધારે હતી. આજે કોંગ્રેસ એ મામલે પણ પાછળ રહી ગઈ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments