બિહારના રાજકારણમાં હવે એક સામાન્ય કાર્યકર્તા અને ચૂંટાયા હોવાના કારણે ધારાસભ્ય રહેલા સુશીલ કુમાર મોદીએ ઓડિયો બોમ્બ ફોડી નાખ્યો છે. આ બોમ્બ જેના પર ફૂટ્યો છે તે છે લાલુ પ્રસાદ યાદવ. બિહારની ચૂંટણીમાં તેમના સુપુત્રોએ બાજી સારી રીતે સંભાળી પણ કોંગ્રેસને અડધી સીટો દેવાના કારણે ઉત્તરપ્રદેશની ઘટનાનું અહીં પુનરાવર્તન થયું.
હવે બિહારમાંથી ઉપમુખ્યમંત્રીનું પદ ગુમાવી ચૂકેલા સુશીલ કુમાર મોદીએ લાલુ પ્રસાદ યાદવ પર મોટો આરોપ લગાવી દીધો છે. સુશીલે કહ્યું છે કે, લાલુ પ્રસાદ યાદવે જેલમાંથી જ ફોન કરીને તેમના ધારાસભ્યને લાલચ આપી છે. હવે બિહારમાં સ્પીકરની પસંદગી કરવાની છે. આ પસંદગી પહેલા જ સુશીલ કુમારે ધડાકો કરી દેતા ફરી દેશની નજર બિહાર સામે આવીને અટકી ગઈ છે.
સુશીલ મોદીનો દાવો મજબૂત એટલા માટે પણ ગણી શકાય કારણ કે તેમણે ટ્વીટર પર વીડિયો પોસ્ટ કર્યો છે. જોકે લાલુની મિમિક્રી તો જગવિખ્યાત છે!! ઓડિયોમાં લાલુપ્રસાદ યાદવ જેલમાંથી જ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય લલન પાસવાનને ફોન કરે છે. તેમને મંત્રી પદની લાલચ આપે છે અને તેમની સાથે આવવાનું કહે છે. આ લલન પાસવાન કોઈ જગ્યાએ ચર્ચામાં નહોતા, પણ ઓડિયોના કારણે હવે ભારત આખામાં ખબર પડી ગઈ છે કે બિહારમાં એક પીરપૈંતી નામની સીટ પણ છે જ્યાંથી આ નેતાજી ધારાસભ્ય બન્યા છે.
ઓડિયોમાં શું શું છે ?
સુશીલ મોદીના ઓફિશ્યલ ટ્વીટર એકાઉન્ટ પરથી જે વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે તેમાં લાલુ પ્રસાદ યાદવ તરફથી ભાજપના ધારાસભ્યને કહેવામાં આવી રહ્યું છે કે, તે સ્પીકરની ચૂંટણી વખતે હાજરી ન પૂરાવે અને કહી દે કે કોરોના થઈ ગયો છે. જવાબમાં ધારાસભ્ય કહે છે કે, તે પાર્ટીમાં છે, એવામાં મુસીબત થઈ શકે છે.
लालू यादव ने दिखाई अपनी असलियत
— Sushil Kumar Modi (@SushilModi) November 25, 2020
लालू प्रसाद यादव द्वारा NDA के विधायक को बिहार विधान सभा अध्यक्ष के लिए होने वाले चुनाव में महागठबंधन के पक्ष में मतदान करने हेतु प्रलोभन देते हुए। pic.twitter.com/LS9968q7pl
સુશીલ મોદી દ્વારા પોસ્ટ કરાયેલા ઓડિયોમાં લાલુ પ્રસાદ યાદવ ધારાસભ્યને કહેતા સાંભળવા મળી રહ્યા છે કે, તે તેમનો સાથ આપે તો મંત્રી પદ અપાવી દઉં. હવે આ વીડિયોમાં કેટલી સત્યતા છે તેનો તો કોઈ ઠોસ પૂરાવો નથી મળી રહ્યો. કોઈ સમાચાર એજન્સી પણ આ વીડિયોની પુષ્ટી નથી કરી રહી. આ લખાણ લખાયું તેમ વીડિયોની પણ પુષ્ટી નથી થઈ. જોકે સુશીલ કુમાર મોદીના ટ્વીટર એકાઉન્ટ પરથી રિલીઝ થયો છે એટલે સમાચાર તો બને જ છે.
લાલુ યાદવ દ્વારા જ્યારે ફોન કરવામાં આવ્યો ત્યારે ધારાસભ્ય લલન પાસવાન સુશીલ કુમાર મોદીની સાથે હતા તેવો પણ દાવો કર્યો છે. એવામાં જ્યારે એમના પીએએ લાલુ યાદવના ફોનની જાણકારી આપી તો તેઓ ચકિત્ત થઈ ગયા. જોકે તેમણે પછીથી વાત કરી.
#WATCH | लालू जी का फोन आया था तो मेरे PA ने फोन उठाया। मुझे लगा बधाई के लिए फोन किया है। वो कहने लगे कि स्पीकर को गिराना है तत्काल गिराना है। हमने ऐसा करने से मना कर दिया: लालू प्रसाद यादव के वायरल ओडियो पर भाजपा नेता ललन पासवान pic.twitter.com/5Z0OedIQUs
— ANI_HindiNews (@AHindinews) November 25, 2020
હવે આ ઓડિયોના સામે આવ્યા પછી ભાજપના ધારાસભ્ય નીરજ સિંહે માગ કરી છે કે, લાલુ યાદવને રાંચીમાંથી શીફ્ટ કરીને તિહાડ જેલમાં મોકલી દેવા જોઈએ. જોકે રાજદ પાર્ટી તરફથી કહેવામાં આવ્યું છે કે, સુશીલ મોદીનો આરોપ પાયાવિહોણો છે. ઘણા લોકો લાલુ યાદવનો અવાજ કાઢી શકે છે.
આ પહેલા સુશીલ મોદીએ મંગળવારે જ ટ્વીટ કર્યું હતું. જેમાં તેમણે એક નંબરની જાહેરાત કરતા કહ્યું હતું કે, લાલુ પ્રસાદ યાદવ જેલમાંથી જ ભાજપના ધારાસભ્યોને ફોન કરે છે. સુશીલ મોદીએ દાવો કર્યો હતો કે, તેમણે જ્યારે ફરી એ નંબર પર ફોન કર્યો ત્યારે લાલુ યાદવે જ ફોન રિસીવ કર્યો હતો. જે પછી તેમણે તેમને આવું ન કરવાની સલાહ આપી હતી.
Lalu Yadav making telephone call (8051216302) from Ranchi to NDA MLAs & promising ministerial berths. When I telephoned, Lalu directly picked up.I said don’t do these dirty tricks from jail, you will not succeed. @News18Bihar @ABPNews @ANI @ZeeBiharNews
— Sushil Kumar Modi (@SushilModi) November 24, 2020
ઉલ્લેખનીય છે કે બિહારમાં સ્પીકર પદની ચૂંટણી થવાની છે. એનડીએ માટે બીજેપી તરફથી વિજય સિંહા અને વિપક્ષ તરફથી રાજદના અવધ બિહારી ચૌધરી મેદાનમાં છે. બિહારમાં પાંચ દાયકા પછી એવું થઈ રહ્યું છે કે સ્પીકરના પદ માટે ચૂંટણી થઈ રહી હોય. તેના થોડા વખત પહેલા જ બિહારમાં નીતિશ કુમાર ફરી મુખ્યમંત્રીની ગાદી પર સવાર થયા છે. આવા માહોલમાં સુશીલ કુમાર મોદીએ રિલીઝ કરેલો ઓડિયો બોમ્બ બિહારની રાજનીતિમાં આગળ ક્યાં જાય છે તે જોવાનું રહેશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત