Homeગામનાં ચોરેVIDEO: માસ્ક ઠીકથી ન પહેરનારને પોલીસે રસ્તા વચ્ચે એટલી ખરાબ રીતે માર્યો...

VIDEO: માસ્ક ઠીકથી ન પહેરનારને પોલીસે રસ્તા વચ્ચે એટલી ખરાબ રીતે માર્યો કે તમે જોઈ નહીં શકો

Team Chabuk-National Desk: કોરોનાના વધતા કેસના કારણે સખ્ત વલણ અપનાવવામાં આવી રહ્યું છે. કેટલાક પોલીસ ઓફિસરો માસ્કનું વિતરણ કરીને કોરોના પ્રત્યે સજાગ રહેવાની સકારાત્મક ભૂમિકા ભજવી રહ્યા છે તો કેટલાક લોકો માટે દંડા પ્રયોગ કરવો ફરજીયાત બની ગયો છે. આમાં ઈન્દોરની પોલીસ તો ભાન ભૂલી ગઈ હતી. ઈન્દોરની પોલીસ જે કરી રહી હતી એ વીડિયો જોયા પછી તો લાગી રહ્યું છે કે આ તો નિયમો નેવે મૂકી દીધા.

મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં પોલીસવાળાઓએ કૃષ્ણા કુંજીર નામના એક વ્યક્તિને ગામના ચોક પર ઉઠાવી ઉઠાવીને પટક્યો અને માર માર્યો. આ પાછળનું કારણ એ છે કે તેણે માસ્ક યોગ્ય રીતે નાક પર નહોતું પહેર્યું. પોલીસ જ્યારે કૃષ્ણાને માર મારી રહી હતી તો તેનો દીકરો ચોધાર આંસુએ રડી રહ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાઈરલ થયા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ એક્શનમાં આવ્યા હતા અને બંને પોલીસને ફરજ પરથી નિલંબિત કરી દેવામાં આવ્યા હતા.

આ ઘટના ઈન્દોરના પરદેશીપુરા પોલીસ સ્ટેશનની છે. મંગળવારે બપોરે સાડાબાર વાગ્યે ફિરોઝ ગાંધીનગર ચોક પાસે આ ઘટના બની હતી. 36 વર્ષીય કૃષ્ણા કુંજીર ટિફિન લઈને ઘરની બહાર નીકળી રહ્યા હતા. જ્યારે તે ચોક પાસે પહોંચ્યા તો પરદેશીપુરા પોલીસ મથકના બે પોલીસે તેમને રોકી લીધા. તેમને કહ્યું કે, નાક પર યોગ્ય રીતે માસ્ક નથી પહેર્યું. પોલીસ સ્ટેશન જવું પડશે.

કૃષ્ણાએ આનાકાની કરતાં એક પોલીસ ઓફિસર બાઈક પરથી નીચે ઉતર્યો. કૃષ્ણાને જબરદસ્તી બાઈક પર બેસાડવાનો પ્રયત્ન કરવા લાગ્યો. કૃષ્ણાએ વિરોધ વ્યક્ત કરતા હાથ ઉપાડવાનું શરુ થઈ ગયું. બંને પોલીસે ક્રિષ્નાને જમીન પર પાડી દીધો અને પછી મારવાનું શરૂ કરી દીધું.

વીડિયોમાં પણ જોઈ શકાય કે કૃષ્ણાને પોલીસે લાત અને મુક્કાઓથી ભરપૂર માર્યો છે. મારતા મારતા પોતે કોઈ સિંઘમ હોય એમ તેની ગરદન પર બુટ રાખી દીધું છે. આ સમયે કૃષ્ણાના પરિવારના લોકો તેને છોડી દેવા માટે ભીખ માગતા રહ્યા હતા. કૃષ્ણાનો દીકરો અંકલ અકલ કહીને પોલીસ પાસે રહેમની ભીખ માગી રહ્યો હતો. બાદમાં કૃષ્ણાની બહેન અને ભાભી આવી અને પોલીસની ક્ષમા માગવા લાગી હતી. પણ પોલીસે તેમને પણ ધક્કો મારી દીધો.

સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા આ વીડિયો બાદ પોલીસ ઉચ્ચપ્રશાસન તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. પુર્વી ક્ષેત્રના એસપી આશુતોષ બાગરીએ બંને પોલીસ અધિકારીઓને ફરજ પરથી નિલંબિત કરી દીધા હતા. જોકે એસપી બાગરી આ અંગે કહી રહ્યા છે કે, કૃષ્ણાએ જ પહેલા હુમલાનો પ્રયત્ન કર્યો હતો. તેમના નિવેદન મુજબ, ‘‘પોલીસ ઓફિસરોએ તેને પોલીસ મથકે લઈ જવાનો પ્રયત્ન કર્યો તો તેણે પોલીસ પર હુમલો કરી દીધો. વાઈરલ વીડિયોમાં એ ભાગને એટલા માટે કાપી નાખવામાં આવ્યો છે કારણ કે પોલીસની છબી ખરડાઈ જાય. જે એ પોલીસ ઓફિસરોએ કર્યું એ ખોટું હતું. તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. તપાસ શરૂ છે.’’

આ સમગ્ર ઘટના અંગે ANI સાથે વાત કરતા કૃષ્ણાએ કહ્યું હતું કે, ‘‘હું હોસ્પિટલમાં ભરતી મારા પિતા માટે ભોજન લઈને જઈ રહ્યો હતો. એવામાં યોગ્ય રીતે માસ્ક ન પહેરવા પર પોલીસે મને પોલીસ સ્ટેશન લઈ જવાનું કહ્યું. મેં તેમને અરજ કરી કે હું બાદમાં આવીશ. એ વાત પર તેમણે મને મારવાની શરૂઆત કરી દીધી.’’

હવે અહીં મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જે તે વ્યક્તિએ યોગ્ય રીતે માસ્ક નથી પહેર્યું તે વાત પર પોલીસ પોલીસ સ્ટેશને કેવી રીતે લઈ જઈ શકે? શું ઈન્દોર પોલીસ કોઈએ યોગ્ય રીતે માસ્ક ન પહેર્યું હોય તો ગમે તેને ડિટેઈન કરી શકે ?

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments