Team Chabuk-Internationl Desk: માતા અને પિતાનો પ્રેમ શબ્દોમાં ક્યારેય ન આંકી શકાય. એ માતા-પિતા પછી દુનિયાના કોઈ પણ છેડે કેમ ન રહેતા હોય. માની મમતા અને પિતાના લાડ ક્યારેય ભૂલી શકાતા નથી. જ્યારે બાળક જીદે ચઢ્યું હોય છે ત્યારે તેમની જીદ પુરી કરવા માટે માતા અને પિતા પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દેતા હોય છે. આવો જ એક કિસ્સો વિયેતનામમાં બન્યો છે.
વિયેતનામાં એક પિતા પાસે તેના દીકરાએ લેમ્બોર્ગિની કાર માટે જીદ પકડી. પિતા સુથારી કામ કરતાં હતા. સ્વાભાવિક છે લેમ્બોર્ગિની લેવા માટે પોતાનું સર્વસ્વ આપી દે તો પણ એ શક્ય ન બને. પરંતુ દીકરાની જીદ પુરી ન કરે તો પિતા કેમ કહેવાય ?
એ વાત પિતાને પણ ખબર હતી કે લેમ્બોર્ગિની આપણે ઈચ્છીએ તો પણ ન લાવી શકીયે પરંતુ તેઓ જે કામ કરતાં હતા તેનાથી એ શક્ય હતું. તેમને મનમાં વિચાર આવ્યો કે કેમ ન હું જ મારા દીકરાને મારી બનાવેલી કાર ભેટમાં આપું ? બસ પછી શું હતું આ પિતાએ નકામા લાકડા એકઠાં કર્યા અને 65 દિવસમાં દિકરાને લેમ્બોર્ગિની કાર બનાવી દીધી એ પણ રસ્તા પર ચાલી શકે એવી.
વિશ્વાસ ન થાય તેવો કિસ્સો છે પરંતુ આ સત્ય છે. વિયેતનામમાં રહેતા અને સુથારી કામ કરતાં ટ્રઓંગ વેન ડાઓ નામના વ્યક્તિએ આ કારનામુ કર્યું છે. તેણે પોતાની જાતે જ લેમ્બોર્ગિની જેવી જ આબેહુબ દેખાતી કાર બનાવી દિકરાને ભેટ આપી છે.
ગયા અઠવાડિયાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ટ્રઓંગે કારની સાથે એક તસવીર શેર કરી. જેમાં તે પોતાના દીકરાને રિમોટ કંટ્રોલ આપતો જોવા મળી રહ્યો છે.

લાકડામાંથી બનેલી આ કાર લેમ્બોર્ગિનીની સ્પોર્ટ્સ કાર સિઆન રોડસ્ટર જેવી દેખાય છે. યુટ્યુબ પર એનડી-વુડવર્કિંગ આર્ટ ચેનલે ટ્રઓંગ વેન ડાઓનો એક વીડિયો પણ શેર કર્યો છે. 15 મિનિટના આ વીડિયોમાં ટ્રઓંગની 65 દિવસની મહેનત દર્શાવાઈ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ટ્રઓંગ કાર બનાવવા માટે કેવી રીતે મહેનત કરી રહ્યો છે. રાત દિવસ એક કરીને તેણે આ કાર બનાવી છે.
ટ્રઓંગના આ કારનામાની સોશિયલ મીડિયા પર પણ ખુબ પ્રશંસા થઈ રહી છે. ટ્રઓંગના આ વીડિયોને અત્યર સુધીમાં લાખો લોકોએ જોઈ લીધો છે અને લેમ્બોર્ગિની બનાવવા માટે અભિનંદન પણ આપ્યા છે.
વીડિયોના ડિસ્ક્રિપ્શનમાં ટ્રઓંગે લખ્યું છે કે આ કાર સુપરકારમાં સુપરકેપેસિટર લગાવવામાં આવ્યું છે. આ કારને નકામા લાકડામાંથી બનાવવામાં આવી છે. કારમાં લગાવવામાં આવેલી મોટરના કારણે આ કાર 25 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડી શકે છે.
આમ, દિકરાની જીદને પુરી કરવા માટે ટ્રઓંગ પોતે પણ દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. બની શકે છે ભવિષ્યમાં તેને આવી અન્ય કાર બનાવવા માટે તેને અન્ય લોકો પણ ઓર્ડર આપી શકે છે જેને લઈને તેની આવક પણ વધી શકે છે. લોકો સ્વીકારી રહ્યા છે કે ટ્રઓંગ પાસે આ અદભૂત કળા છે. સાથે જ એવું પણ કહી રહ્યા છે કે ઈચ્છાશક્તિથી કંઈ પણ શક્ય છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત