Team Chabuk – Tech Desk : Whatsappએ પોતાની પ્રાઈવેટ પોલીસીમાં પરિવર્તન કર્યું છે. આ બાબતની સૂચના તમામ વોટ્સેપ યુઝર્સને એપ્લીકેશનના માધ્યમથી આપવામાં આવી રહી છે. પોલીસી લાગુ થયા બાદ પણ યુઝર્સ Whatsapp પહેલીવાર ખોલી રહ્યા છે તો તેમને પોલીસી અપડેટ અંગે જાણ કરવામાં આવી રહી છે. સાથે જ Agree વિકલ્પ પણ આપવામાં આવી રહ્યો છે. ફેસબુકની માલિકીવાળી ઈન્સ્ટંટ મેસેજિંગ એપ Whatsappએ યુઝર્સને નવી પોલીસી સ્વીકારવા માટે 8 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે, જો કોઈ યુઝર પોલીસી એકસેપ્ટ નથી કરતો તો તેનું એકાઉન્ટ ડિલિટ થઈ જશે. પોલીસી એન્ડ્રોઈડ અને Ios બંને પ્લોટફોર્મ માટે અપડેટ કરવામાં આવી છે.
એપ ખોલવા પર જો આપને પોલીસી જોવા મળે અને જો 8 ફેબ્રુઆરી પછી પણ તમારે Whatsappનો ઉપયોગ છે તો તમારે ફરજિયાત Agree ઓપ્શન સીલેક્ટ કરવો પડશે. Agree ઉપરાંત ડિસપ્લે પર એક વિકલ્પ ‘Not Now’ પણ છે. આ પોલીસીમાં Whatsappએ કેટલીય વાતો સ્પષ્ટ કરી છે. કંપની યુઝરનો ડેટા કેવી રીતે પ્રોસેસ કરે છે તેમજ એપ્લીકેશનનો ફેસબુક સાથે શું સંબંધ છે. વગેરે..જો કે, નવી પોલીસી પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે, હવે ફેસબુક પાસે Whatsappનો ડેટા પહેલાં કરતાં વધારે હશે.
કંપનીએ યુઝર્સ કનેક્શન અંગે પણ જાણકારી અપડેટ કરી છે. કંપનીએ લખ્યું છે કે, “જો તમારો કોઈ પણ કોન્ટેક્ટ અમારી સેવાનો ઉપયોગ નથી કરી રહ્યો તો અમે તમારા માટે આ જાણકારીને એવી રીતે મેનેજ કરીશુ કે એ સુનિશ્ચિત થઈ શકે કે તે કોન્ટેક્ટને અમે ઓળખી ન શકીએ”
સમગ્ર પોલીસીમાં સૂચનાને કેટલાય ભાગોમાં વહેંચવામાં આવી છે. યુઝર્સને પોલીસી વાંચવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. જે બાદ યુઝર્સે બે વિકલ્પમાંથી એક વિકલ્પ પસંદ કરવો પડશે. પહેલો વિકલ્પ ‘Agree’ અને બીજો વિકલ્પ ‘Not Now’ . જો કે, ‘Not Now’નો મતલબ એ નથી કે યુઝર્સને પોલીસીનો સ્વીકાર નથી. આ વિકલ્પ પસંદ કર્યા બાદ યુઝર્સને પોલીસી વિકલ્પ બીજી વાર પણ જોવા મળશે. પોલીસી સ્વીકારવાની છેલ્લી તારીખ 8 ફેબ્રુઆરી 2021 છે. જો યુઝર્સે 8 ફેબ્રુઆરી 2021 સુધીમાં પોલીસી ન સ્વીકારી તો તેનું એકાઉન્ટ કાયમી માટે બંધ થઈ જશે એટલે યુઝર્સે ફરજીયાત નવી પોલીસીનો સ્વીકર કરવો પડશે.
એન્ડ્રોઈડ શું છે?
એન્ડ્રોઈડ એક ઓપરેટિંગ સિસ્ટમ છે. જે લિનક્સ કર્નેલ (linux kernel) ઓપરેટિંગ સિસ્ટમ (OS) પર આધારિત છે. જેને ગૂગલે ડેવલપ કરી છે. લિનક્સ એક ઓપન સોર્સ અને ફ્રી ઓપરેટિંગ સીસ્ટમ છે. જેનો ઉપયોગ server અને desktop computerમાં કરવામાં આવે છે. એન્ડ્રોઈ linuxનું એક વર્ઝન છે. જેને linuxમાં બહુ બધા પરિવર્તનો કરીને તૈયાર કરાઈ છે. એન્ડ્રોઈડને એ હેતુથી જ બનાવાઈ હતી કે ફોનમાં ફંક્શન્સ અને એપ્લીકેશનને સારી રીતે રન કરી શકાય. આપણે મોબાઈલ ફોનની ડિસ્પ્લેમાં જે કંઈ પણ દેખાય છે તે તમામ વસ્તુ ઓપરેટિંગ સિસ્ટમનો જ એક ભાગ છે. જ્યારે તમે કોઈ કોલ, ટેક્સ મેસેજ અથવા ઈ-મેઈલ મેળવો છો ત્યારે તમારી ઓપરેટિંગ સીસ્ટમ તેને પ્રોસેસ કરે છે અને તમારી સામે વાંચી શકાય તેવા ફોર્મેટમાં મુકે છે. એન્ડ્રોઈડને બહુ બધા વર્ઝનમાં વહેંચી દેવામાં આવી છે અને તેને અલગ અલગ નામ અને નંબર પણ અપાયા છે.
iOS વિશે પણ જાણી લો
iOS એપલની મોબાઈલ ઓપરેટિંગ સીસ્ટમ છે. જે iPhone, iPad અને iPod Touch devicesને રન કરે છે. iOSનું પહેલાં iPhone OS નામ હતુ જો કે iPad આવ્યા બાદ ઓપરેટિંગ સીસ્ટમનું નામ પણ બદલી iOS કરી દેવાયું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત