Team Chabuk-National Desk: લાઈફ ઈન્શ્યોરન્સને લઈને સરકારે એક મોટી વાત સામે રાખી દીધી છે. કોર્ટે કહ્યું છે કે વધારે માત્રામાં દારૂપાન કરવાથી થતી મોત પર વીમો ક્લેમ નહીં કરી શકાય. આ સાથે જ અદાલતે એ વ્યક્તિના કાયદાકિય વીમાના દાવાને પણ ખંડિત કરી દીધો છે. જેનું મૃત્યુ વધારે માત્રામાં દારૂનું સેવન કરવાના કારણે થયું હતું. અદાલતે આ અંગે કહ્યું કે, વીમા કંપનીનું દાયિત્વ સમગ્ર રીતે કે પ્રત્યક્ષ રીતે કોઈ દુર્ઘટનામાં પહોંચેલી ઈજામાં પૈસા આપવાનું છે.
અદાલત દ્વારા આપવામાં આવેલો આ આદેશ હિમાચલ પ્રદેશ રાજ્ય વન નિગમમાં ફરજ બજાવતા ચોકીદારની કાયદાકિય ઉતરાધિકારી નર્બદા દેવીની અરજી પર આપવામાં આવ્યું છે. આ ચોકીદારનું મૃત્યુ શિમલા જિલ્લામાં 7-8 ઓક્ટોબર 1997નાં રોજ અડધી રાત્રે થયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ વધારે પ્રમાણમાં દારૂનું સેવન કરવાનું હતું. નર્બદા દેવીએ વીમા કંપની પાસેથી ક્લેમ માગ્યું. કંપનીએ દારૂ પીને થયેલી મોત હોવાના કારણે તેને અકસ્માતમાં મોત થયું હોવાની વાતને ફગાવી દીધી.
એ પછી નર્બદા દેવીએ ગ્રાહક સુરક્ષા કોર્ટનો દરવાજો ખખડાવ્યો. રાષ્ટ્રીય ઉપભોક્તા વિવાદ નિવારણ આયોગે પણ આ દુર્ઘટનાને મોતની ઘટના ન માની. કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. હવે સર્વોચ્ચ અદાલતે પણ નેશનલ કન્ઝ્યુમર ફોરમના આદેશને જૈસે થે રાખ્યો છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ પ્રકારની મોત દુર્ઘટનાથી થયેલી મોતની શ્રેણીમાં આવે છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આ વાતની પુષ્ટિ કરે છે કે મૃત્યુ પામનારના શરીર પર ઈજાના નિશાન તો નથી ને. સંબંધિત વીમા પોલીસીના આધારે વળતર આપવાનું દાયિત્વ વીમા કંપનીનું નથી બનતું. આ સમગ્ર નિર્ણય બાબતે અદાલતે કહ્યું કે, ઈંશ્યોરન્સ પોલિસી ક્લેમ કરવા માટેનો નિયમ સાફ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે અકસ્માતમાં જો કોઈ બીજા કારણોસર ઘાયલ થાય છે અને મૃત્યુ પામે છે તો મળી શકે છે. આ ઘટનામાં આપણે એ જોવામાં સદંતર નિષ્ફળ રહ્યા છીએ કે મોત કોઈ દુર્ઘટનાના કારણે થઈ છે. ઘટનાના તથ્યો અને પરિસ્થિતિઓને અમારે રાષ્ટ્રીય આયોગના 24 એપ્રિલ 2009ના આદેશમેં હસ્તક્ષેપ કરવાનું કોઈ કારણ દેખાતું નથી.
મૃતકનો વીમો હિમાચલ પ્રદેશની સરકારની જનતા પર્સનલ ઈન્શ્યોરન્સ સ્કીમ હેઠળ કરવામાં આવ્યો હતો. જેમાં કોઈ પણ પ્રકારની દુર્ઘટના ઘટે તો એક લાખ રૂપિયાના વળતરનું ક્લેમ કરી શકવાની વ્યવસ્થા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત