વિશ્વમાં હજુ પણ કેટલાય દેશોમાં કોરોના વાયરસ તબાહી મચાવી રહ્યો છે. ભારતમાં થોડી સ્થિતિ સુધરી છે. જોકે, હવે કોરોનાની બીજી લહેરને લઈને અસમંજસની સ્થિતિ છે. કારણ કે યુરોપમાં કોરોનાની બીજી લહેર પણ ઘાતક સાબિત થઈ છે.
ભારતમાં કોરોનાની બીજી લહેર મુદ્દે રાહતના સમાચાર છે. નિષ્ણાતોનું માનીએ તો ભારતમાં કોરોનાની બીજી લહેર નહીં આવે અને આવશે તો પણ એટલી શક્તિશાળી નહી હોય કે અનેક લોકોને સંક્રમિત કરી શકે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતમાં કુલ સંક્રમિતનો આંકડો 1 કરોડને પાર પહોંચી ગયો છે. જોકે, હવે રોજ નોંધાતા કોરોનાના કેસ અને કોરોના વાયરસના કારણે થતાં મોતના આંકડામાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આ આંકડાઓ દિવસેને દિવસે ઘટી રહ્યો છે.
જાણીતા વાયરોલોજિસ્ટ ડૉ. શાહિદ જમીલે કહ્યું કે, ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. સપ્ટેમ્બર મહિનામાં સંક્રમિતોની સંખ્યા વધુ હતી. અત્યારે રોજ 25 હજાર કેસ નોંધાઈ રહ્યા છે. સપ્ટેમ્બર મહિનામાં આ આંકડો 93 હજાર સુધી પહોંચી રહ્યો હતો. તેમણે કહ્યું કે, મને નથી લાગતું કે ભારતમાં કોરોનાની બીજી લહેર આવે કારણ
કે, તહેવારોની સિઝન અને ચૂંટણી કોરોનાનું સંક્રમણ વધ્યા વિના પૂર્ણ થયા. આનું કારણ શું છે ? અન્ય રાષ્ટ્રીય સીરોસર્વે મુજબ સંભવિત કેસ નોંધાયેલા કેસના 16 ગણા છે. આ મુજબ તો ભારતમાં અત્યાર સુધીમાં 16 કરોડ કેસ હોવા જોઈએ.
વાયરોલોજિસ્ટ ડૉ.શાહિદ જમીલે કહ્યું કે, સંભવ છે કે અત્યાર સુધીમાં દેશમાં 30થી 40 કરોડ લોકો સંક્રમિત થઈ ચુક્યા હોય. તેમણે કહ્યું કે, અસુરક્ષિત અને અતિસંવેદનશીલ લોકો સંક્રમિત થતાં રહેશે. સારી વેક્સિન કોરોના સામે લડવામાં મદદ કરશે.
જાણીતા ક્લીનિકલ સાયન્ટિસ્ટ, ડૉ.ગગનદીપ કાંગે કહ્યું કે, સંક્રમણ પહેલીવાર જેટલું અસરકારક નહીં હોય તેમજ સંક્રમણમાં એટલી વૃદ્ધિ પણ નહી થાય. તેમણે વધુમાં કહ્યું કે, સમય દૂર નથી થઈ, આ હર્ડ ઈમ્યૂનિટી સાથે દૂર નહીં થાય. પરંતુ મને નથી લાગતું કે આપણે બીજી લહેર જોઈશું જેવી પશ્ચિમમાં જોવા મળી છે.
જાણીતા હ્રદય રોગના નિષ્ણાંત કે.કે.અગ્રવાલે કહ્યું કે, તમામ સંભાવનાઓ મુજબ ભારતમાં બીજી લહેર નહીં આવે. જો લહેર આવી તો એ માત્ર 501 નવા પ્રકારોના કારણે આવશે. તેમણે કહ્યું કે જો ભારતમાં આ મહિનાના અંત સુધીમાં રસીકરણ શરૂ થઈ જાય અને 30 કરોડ લોકોને ડોઝ આપે તો આપણે 25 માર્ચ સુધીમાં કોરોનાને નિયંત્રીત કરી શકીએ છીએ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત