Team Chabuk-Teach Desk: પ્રાઈવસી પોલિસીના વિવાદ બાદ પણ વોટ્સએપ લોકોની જરૂરિયાતવાળી એપ્લીકેશન બની રહી છે. કોઈ પણ અગત્યનો સંદેશ એક કરતાં વધુ લોકો સુધી પહોંચાડવો હોય તો એક ક્લિકમાં જ પહોંચી જાય છે. વોટ્સએપ જેવી અન્ય કેટલીય એપ્લીકેશન પણ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે, જો કે હજુ કરોડો લોકો વોટ્સએપ પર જ નિર્ભર છે.
વોટ્સએપ પણ યુઝર્સને આકર્ષવા અને એપ્લીકેશન પર સુવિધાઓ વધારવા માટે સતત કામ કરતી રહે છે. હવે ગ્રાહકોનો સમય બચાવવા માટે વોટ્સએપે નવું ફિચર લોન્ચ કરી દીધુ છે. ‘Fast Playback’ નામનું આ ફિચર ઘણા લોકોને કામ આવી શકે છે.
વોટ્સએપ પર ઓડિયો અથવા વોઈસ બેઝ્ડ મેસેજ ફિચર ઘણું લોકપ્રિય છે. જે લોકોને લાંબું ટાઈપ કરવામાં અથવા તો વાંચવામાં કંટાળો આવે છે તેમના માટે આ ફિચર ઘણું ઉપયોગી થવાનું છે.
‘ફાસ્ટ પ્લેબેક’થી યુઝર્સ વોઈસ મેસેજ માટે પ્લેબેક સ્પીડ સેટિંગને ચેન્જ કરી શકે છે. કંપનીએ આ અંગે જણાવ્યું હતું કે, યુઝર્સ મળેલા વોઈસ મેસેજની પિચ ચેન્જ કર્યા વગર જ ડિફોલ્ટ 1x સેટિંગથી 1.5x સ્પીડ અથવા તો 2x સ્પીડમાં સિલેક્ટ કરી શકે છે. એટલે કે ફાસ્ટ ફોર્વર્ડથી મળેલા વોઈસ મેસેજને સ્પષ્ટ રીતે સાંભળી શકાશે.
વોટ્સએપે કહ્યું કે, આ ફિચરને એટલા માટે એડ કરવામાં આવ્યું છે કે, કેટલીય વાર કેટલાક લોકો બહુ લાંબું રેકોર્ડિંગ મોકલી દે છે. રિસિવર પાસે આ રેકોર્ડિંગને પુરું સાંભળવાનો ટાઈમ નથી હોતો. કંપનીનું કહેવું છે કે, ફાસ્ટ પ્લેબેક ફિચરથી મેસેજની સ્પીડ વધી જશે એટલે લાંબા મેસેજને સાંભળવાનો ટાઈમ બચી જશે. આ ફિચર હવે તમામ વોટ્સએપ યુઝર્સ માટે ઉપલબ્ધ છે. એન્ડ્રોઈડ અને iOS યુઝર્સ આ ફિચરનો ઉપયોગ કરવા માટે વોટ્સએપને અપડેટ કરી લે.
વોટ્સએપ અપડેટ કર્યા બાદ કોઈ વોઈસ મેસેજ મળશે તો યુઝર્સને પહેલાથી જ સ્પેબેક સ્પીડ જોવા મળશે. બાય ડિફોલ્ટ યુઝર્સને આ 1x પર સેટ મળશે. આ બાદ યુઝર્સ રેકોર્ડિંગની સ્પીડ વધારીને 1.5x અથવા તો 2x કરી શકશે.
આ ફિચરની સારી વાત એ છે કે, યુઝર્સ 2x પર પણ સામેવાળાની વાત સ્પષ્ટ રીતે સાંભળી અને સમજી શકે છે. એટલે કે તમે મેસેજમાં આગળ વધીને ત્યાં રોકાઈ શકો છો જ્યાં તમારા કામની વાત છે. અથવા તો આ જ સ્પીડમાં પુરેપુરો મેસેજ પણ સાંભળી શકો છો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત