Homeગામનાં ચોરે‘આ ઘડિયાળનું બિલ ક્યાં?’ હાર્દિક સંતોષકારક જવાબ જ ન આપી શક્યો

‘આ ઘડિયાળનું બિલ ક્યાં?’ હાર્દિક સંતોષકારક જવાબ જ ન આપી શક્યો

Team Chabuk-National Desk: યૂએઈ (UAE)માં યોજાયેલી આઈસીસી ટી ટ્વેન્ટી વિશ્વકપમાં ભાગ લીધા બાદ વતન પરત ફરી રહેલા હાર્દિક પંડ્યા પર કસ્ટમ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. રવિવારની રાત્રે કસ્ટમ વિભાગના અધિકારીઓએ પંડ્યાને મુંબઈ એરપોર્ટ પર જ અટકાવી દીધો હતો. તેની પાસેથી બે મોંઘી ઘડિયાળ મળી આવી હતી.

અધિકારીઓએ ક્રિકેટર હાર્દિક પંડ્યાને ઘડિયાળ વિશે સવાલ પૂછ્યો તો હાર્દિક સંતોષકારક જવાબ નહોતો આપી શક્યો. અધિકારીઓનું કહેવું છે કે હાર્દિક ઘડિયાળનું બિલ પણ બતાવી નહોતો શક્યો. જે પછી વિભાગ દ્વારા બંને ઘડિયાળ જપ્ત કરી લેવામાં આવી હતી. આ બંને કાંડા ઘડિયાળની કિંમત પાંચ કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે.

જણાવી દઈએ કે દુબઈમાં યોજાયેલી આઈસીસી ટી ટ્વેન્ટી વિશ્વકપની ટૂર્નામેન્ટમાં ભારતનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ટીમને વિશ્વકપ જીતવાની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી હતી પણ આ વિશ્વાસ કાગના વાઘ સમાન સાબિત થયો હતો. ભારતનો પહેલા પાકિસ્તાન સામે અને બાદમાં ન્યૂઝીલેન્ડ સામે પરાજય થતા સીધું અફઘાનિસ્તાનની જીતની પ્રાર્થના કરતું થઈ ગયું હતું. જોકે મજબૂત ન્યૂઝીલેન્ડની ટીમે અફઘાનિસ્તાનને પરાજય આપી આરામથી સેમીફાઇનલ અને બાદમાં ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. બીજી તરફ ભારતે ઔપચારિક રહેલી મેચ જીતી પોતાના વિશ્વકપ અભિયાનનો અંત આણ્યો હતો.

તાજેતાજે ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments