કેન્દ્રની ભાજપ સરકાર પરસેવે રેબઝેબ છે ખેડૂતોના આંદોલનથી. જેણે છેલ્લા કેટલાય સમયથી સરકારની ઊંઘ હરામ કરી દીધી છે. ખેડૂતોની વાત માની સરકાર મગનું નામ મરી પાડવા તૈયાર નથી. ને બીજી બાજુ કોરોનાનો કહેર હેરાન કરે છે. કોરોના હવે પોતાનું નવું રૂપ ધારણ કરી બ્રિટનથી આવ્યો છે. સરકારે તો સાવચેતીના પગલારૂપે બ્રિટનથી આવતી જતી ફ્લાઈટો પર પ્રતિબંધ લાદી દીધો. જોકે કેટલાક લોકો બ્રિટનથી આવ્યા અને તેમાં કોરોનાની નવી સ્ટ્રેન દેખાય. કડક સુરક્ષા વચ્ચે લુધિયાણા સુધી કોરોનાની નવી સ્ટ્રેનના દર્દીઓ પહોંચી ગયાના દાખલા છે. તો આ તરફ હવે 565 લોકોએ ઉત્તર પ્રદેશ સરકારની ઉંઘ હરામ કરી દીધી છે.
કોણ છે આ 565 લોકો ?
બ્રિટનથી ફેલાયેલા કોરોનાના નવા લક્ષણ ધરાવતા કેસના કારણે આવનારા પ્રવાસીઓ દ્વારા ભારતમાં પણ કોરોનાની નવી સ્ટ્રેન ફેલાઈ રહી છે. ભારતમાં અત્યાર સુધીમાં બે ડઝનથી વધારે કોરોનાના કેસ સામે આવી ચૂક્યા છે. જે બધામાં કોરોનાના નવા સ્ટ્રેનના લક્ષણો છે. ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધીમાં દસ કેસ નોંધાઈ ચૂક્યા છે. જે પછી ઉત્તર પ્રદેશનું તંત્ર હરકતમાં આવ્યું છે.
નવા દર્દીઓ ક્યાંના ?
જે દસ લોકોમાં કોરોનાના નવા સ્ટ્રેનના લક્ષણો જોવા મળ્યા છે. તેમાંથી મેરઠનો એક, નોઈડામાં ત્રણ, ગાજિયાબાદમાં બે અને બરેલીનો એક વ્યક્તિ છે. બે લોકો એવા છે જે આવ્યા ઉત્તર પ્રદેશમાં છે પણ રહેવાસી દિલ્હીના છે.
બે વર્ષીય છોકરીને પણ
સૌથી પહેલા તો મેરઠમાં જ બે વર્ષીય છોકરીમાં કોરોનાની નવી સ્ટ્રેનના લક્ષણ જોવા મળ્યા છે. જેમનો પરિવાર બ્રિટનથી પરત આવ્યો હતો. એ પછી યુપી સરકારે ઘોડા છૂટ્યા પછી તબેલે તાડા દેવા જેવી સ્થિતિ સર્જાય તે પહેલા જ જિલ્લાઓને એલર્ટ મોડ પર રહેવાની સૂચના આપી દીધી છે.
565 લોકોના મોબાઈલ બંધ
અત્યાર સુધીની જાણકારી પ્રમાણે યુનાઈટેડ કિંગડમથી જેટલા લોકો ઉત્તર પ્રદેશમાં આવ્યા છે તેમાંથી લગભગ 565 લોકોના મોબાઈલ બંધ આવી રહ્યા છે. યોગી સરકાર આ કારણે ચિંતામાં ગરકાવ થઈ ગઈ છે. હવે પ્રશાસન 565 લોકોને શોધવાની કામગીરીમાં લાગી ગઈ છે. ઉત્તર પ્રદેશમાં બ્રિટનથી પ્રવેશ્યા હોય તેવા કુલ 950 લોકોની તપાસ કરી દેવામાં આવી છે. હવે બાકીના લોકોની તપાસ કરવામાં આવી રહી છે.
મેરઠમાં કડક આદેશ
હવે પ્રશાસને મેરઠની આસપાસના જેટલા પણ વિસ્તારો છે તેમાં કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરી દીધી છે. અન્ય નવ લોકો કોરોના સંક્રમિત મળ્યા છે તેમની રિપોર્ટ 48 કલાકમાં આવશે અને તેઓ કોરોનાની નવી સ્ટ્રેનથી સંક્રમિત છે કે નહીં તેની માહિતી મળશે.
નવી સ્ટ્રેનના સૌથી વધુ કેસ ક્યાં ?
ઉત્તર પ્રદેશના સ્વાસ્થ્ય મહાનિર્દેશક ડો. ડીએસ નેગીએ સ્ટેટ કોવિડ કંટ્રોલ રુમના માધ્યમથી તમામ જિલ્લાઓ પર નજર રાખી રહ્યા છે. અને તમામ જિલ્લાઓને કડકમાં કડક નિયમોનું પાલન કરવાનું અને કરાવવાનું કહ્યું છે. અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં બે ડઝનથી વધારે કેસ નવા કોરોનાની સ્ટ્રેનના છે. સૌથી વધારે સ્ટ્રેનની જો વાત કરવામાં આવે તો પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશનો તેમાં સમાવેશ થાય છે. ભારત સરકારે પણ 7 જાન્યુઆરી 2021થી બ્રિટનથી આવનારી ફ્લાઈટો પર પ્રતિબંધ લગાવી દીધો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત