Homeસિનેમાવાદ60 વર્ષના અભિનેતા આશીષ વિદ્યાર્થી સાથે લગ્ન કરનાર રૂપાલી બરુઆ (rupali Barua)...

60 વર્ષના અભિનેતા આશીષ વિદ્યાર્થી સાથે લગ્ન કરનાર રૂપાલી બરુઆ (rupali Barua) કોણ છે ?

Team Chabuk-Entertainment Desk: બોલિવુડ અને સાઉથની ફિલ્મોમાં પોતાનો જાદુ પાથરનાર જાણીતા વિલેન આશીષ વિદ્યાર્થીએ (Ashish Vidhyarthi) 60 વર્ષની ઉંમરે બીજા લગ્ન કર્યા છે. તેમણે અસમની રહેવાસી રૂપાલી બરુઆ (rupali Barua) સાથે ગઈકાલે 25 મેના રોજ લગ્ન કર્યા છે. આશીષ વિદ્યાર્થીએ બીજા લગ્ન કરતાં જ તેમની બીજી પત્ની રૂપાલી બરુઆની તસવીરો સોશિયલ મીડિયામાં સામે આવી છે. લોકો બન્નને શુભેચ્છા પણ પાઠવી રહ્યા છે. તો ઘણા લોકોને સવાલ થઈ રહ્યો છે કે 60 વર્ષના આશીષ વિદ્યાર્થી સાથે લગ્ન કરનાર આ રૂપાલી બરુઆ કોણ છે.

કોણ છે રૂપાલી બરુઆ

રૂપાલી બરુઆ આસામના ગુવાહાટીની રહેવાસી છે. તે વ્યવસાયે એક ફેશન ડિઝાઈનર છે. રૂપાલી બરુઆ ખૂબ જ ખૂબસૂરત છે સાથે જ તે સેલ્ફ ડિપેન્ડેન્ટ મહિલા છે. રૂપાલી બરુઆ કોલકાતામાં એક ફેશન સ્ટોર ધરાવે છે અને પોતાનો વ્યવસાય કરે છે. રૂપાલીએ પોતાની બે મિત્ર મેઘાલી અને નમિતા સાથે મળીને કોલકાતામાં Nameg નામથી એક બુટીક અને Narumeg નામથી એક કેફે ખોલ્યું છે જે 32 હજાર સ્કેવર ફૂટમાં ફેલાયેલું છે. જેને ખુદ રૂપાલી સંભાળી રહી છે.

doctor plus

આશીષ વિદ્યાર્થી અને રૂપાલી બરુઆની લવ સ્ટોરી

ફેશન ડિઝાઈનર રૂપાલી બરુઆ અને અભિનેતા આશીષ વિદ્યાર્થીની લવ સ્ટોરી વિશે વાત કરતાં આશીષ વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, આ ઘણી લાંબી વાત છે. જ્યારે રૂપાલીએ જણાવ્યું હતું કે, તેઓ આશીષ વિદ્યાર્થીને થોડા સમય પહેલા જ મળી હતી અને ત્યારે જ તેણીએ નિર્ણય લઈ લીધો હતો કે તે આ સંબંધને આગળ વધારશે. હવે બન્નેએ પરિવારની હાજરીમાં 25 મેના રોજ લગ્ન કરી લીધા છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments