Homeસિનેમાવાદમાત્ર 12 વર્ષની છે Riva Arora, મીકા સિંહ સાથે વીડિયોને લઈ ચર્ચામાં

માત્ર 12 વર્ષની છે Riva Arora, મીકા સિંહ સાથે વીડિયોને લઈ ચર્ચામાં

Team Chabuk-Entertainment Desk: રીવા અરોરા (Riva Arora) આજકાલ પોતાની ગ્લેમરસ સ્ટાઈલને કારણે લાઈમલાઈટમાં રહે છે. ચાલો તમને જણાવીએ કે આ રીવા અરોરા કોણ છે ? રીવા અરોરા એ નામ છે જે આજકાલ સતત ચર્ચામાં રહે છે. માત્ર 12 વર્ષની ઉંમરમાં રીવાએ પોતાના ગ્લેમરસ લુકથી લોકોને ચોંકાવી દીધા છે. આ દિવસોમાં રીવા ટીવી એક્ટર કરણ કુદ્રા સાથેના એક રોમેન્ટિક વીડિયોને લઈને ચર્ચામાં છે, જેના માટે તેને ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સિંગર મિકા સિંહ સાથે પણ રીવા અરોરાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

રીવા અરોરાએ ટીવી અને બોલિવૂડ સ્ટાર હોવાની સાથે સાથે હોલીવુડમાં પણ કામ કર્યું છે. રીવા અરોરા વર્ષ 2018માં રિલીઝ થયેલી હોલીવુડ ફિલ્મ ‘બેસ્ટ ફ્રેન્ડ્સ’માં જોવા મળી હતી. રીવાનો જન્મ વર્ષ 2010માં દિલ્હીમાં થયો હતો. રીવા બાળપણથી જ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે.

રીવા અરોરા ફિલ્મ ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈકમાં ચાઈલ્ડ સ્ટાર તરીકે જોવા મળી હતી, જેમાં તેના અંતિમ સંસ્કારના દ્રશ્યોને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. માત્ર 12 વર્ષની ઉંમરે રીવાના આ ટ્રાન્સફોર્મેશન જોઈને બધા આશ્ચર્યચકિત થઈ જાય છે. આ સાથે જ મીકા સિંહ સાથે રીવાનો એક ગીતનો વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તે અંગે પણ વિવાદ છે.

રિવા અરોરાના ઇન્સ્ટાગ્રામ પર 8.3 મિલિયન ફોલોઅર્સ છે. (તમામ તસવીરો રિવા અરોરા ઈન્સ્ટાગ્રામ)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments