ભારતમાં સૌથી વધુ સુશાંત સિંહ રાજપૂત સર્ચ
વિશ્વમાં સૌથી લોકપ્રિય સર્ચ ઈન્જિન ગૂગલે વર્ષ 2020માં સૌથી વધુ સર્ચ થનારી યાદી જાહેર કરી છે. ગૂગલ દ્વારા ગ્લોબલ અને ઈન્ડિયા બન્નેના સર્ચ રિઝલ્ટ જાહેર કરાયા છે. ભારતમાં સૌથી વધુ લોકોએ સુશાંત સિંહ રાજપૂત સર્ચ કરાયું છે. જ્યારે ગ્લોબલ માર્કેટમાં વર્ષ 2020માં સૌથી વધુ કોરોના વાયરસને સર્ચ કરાયું છે. ત્યાર બાદ ઈલેક્શન રિઝલ્ટ, કોબ બ્રયાન્ટ, ઝૂમ અને IPLને લોકોએ સર્ચ કર્યુ. એક્ટર્સમાં સૌથી વધુ ટોમ હેન્કસ, અમિતાભ બચ્ચન, અને રિક્કી ગેરવિંસનું નામ ટોપ પર છે.
ક્રિમિનલ જસ્ટીસઃ બિહાઈન્ડ ધ ડોર્સ
પંકજ ત્રિપાઠી એકવાર ફરી માધવ મિશ્રાના પાત્રમાં જોવા મળશે. ક્રિમનલ જસ્ટીસની બીજી સિઝન આવી રહી છે. દર્શકોને આશા છે કે, ક્રિમિનલ જસ્ટીસઃ બિહાઈન્ડ ધ ડોર્સના ટાઈટલ હેઠળ આવનારી પંકજ ત્રિપાઠીની આ સિરીઝ પહેલા કરતા પણ રોમાંચક હશે. પંકજ ત્રિપાઠીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ માધવ મિશ્રાના પાત્રમાં જોવા મળી રહ્યા છે. આ ફની વીડિયોમાં તેઓ નવી સિઝનની જાહેરાત કરી છે. સાથે જ વીડિયો પરથી એ પણ સ્પષ્ટ થઈ ગયું કે બીજી સિઝનમાં માધવ મિશ્રા પરણિત પુરૂષ હશે. અને હવે પરણિત પુરૂષની સ્ટ્રગલને તમને તો જાણો જ છો ! આ સિરીઝમાં માધવ મિશ્રા બે જવાબદારી નિભાવવાના છે એક ઘરની અને બીજી બહાર પોતાના કામની. પહેલી સિરીઝમાં એક મર્ડર મિસ્ટ્રી હતી. જેમાં મુખ્ય આરોપીનો રોલ વિક્રાંત મેસીએ ભજવ્યો હતો. બીજી તરફ પંકજ ત્રીપાઠીએ માધવ મિશ્રાના પાત્રમાં જીવ રેડી દીધો હતો. અને લોકોનું ધ્યાન ખેંચ્યુ હતું.
નિહારિકાની નવી ઈનિંગ
સાઉથ ઈન્ડિયન એક્ટ્રેસ નિહારિકા કોનિડેલા બિઝનેસમેન ચૈતન્ય જોંનાલાંગદ્દા સાથે લગ્નગ્રંથીથી જોડાઈ ગઈ. જયપુરના ઉદય વિલાસ પેલેસમાં નિહારીકાનો ભવ્ય લગ્ન સમારોહ યોજાયો. નિહારિકાના લગ્ન જે હોટલમાં થયા તેના નામે દુનિયાની શ્રેષ્ઠ હોટલનો ખિતાબ છે. 50 એકરમાં ફેલાયેલી આ હોટલમાં માત્ર 50 રૂમ જ છે. મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીના લગ્નની શરૂઆતની રીત-રસમો આ જ હોટલમાં કરવામાં આવી હતી.
સલમાન ખાન શૂટિંગમાં વ્યસ્ત
અભિનેતા સલમાન ખાને ગુપચુપ રીતે અંતિમ ફિલ્મનુ શૂટિંગ શરૂ કરી દીધુ છે. સૂત્રોનું માનીએ તો રવિવારથી સલમાન ખાન શૂટિંગમાં વ્યસ્ત થઈ ગયો છે. આ ફિલ્મમાં સલમાન ખાન એક સિખ પોલીસકર્મીના પાત્રમાં જોવા મળશે. જે માફિયા રાજને ખત્મ કરવા અને ગેંગ વોરને સમાપ્ત કરવાનું કામ કરશે. ડાયરેક્ટર મહેશ માંજરેકર
આ ફિલ્મને ડાયરેક્ટ કરી રહ્યા છે.
ફોર્બ્સએ જાહેર કરી આ યાદી
ફોર્બ્સે સોશિયલ મીડિયા પર સૌથી પ્રભાવશાળી હસ્તીઓની યાદી જાહેર કરી છે. જેમાં અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, અક્ષય કુમાર, આલિયા ભટ્ટ, અનુષ્કા શર્મા, રિતિક રોશન, જેકલિન ફર્નાન્ડિ, શાહિદ કપૂર, માધુરી દીક્ષિત, શ્રેયા ઘોશાલ અને નેહા કક્કરનું નામ સામેલ છે. અમિતાભ બચ્ચન વિશે ફોર્બ્સે કહ્યું છે કે, અમિતાભ બચ્ચન બોલિવુડના વરિષ્ઠ અભિનેતાઓમાંના એક છે. વર્ષોથી તેમના મોટી સંખ્યામાં ચાહકો છે. ફોર્બ્સે ઉલ્લેખ કર્યો છે કે, 200 કરતા વધારે ફિલ્મો કરી ચુકેલા દિગ્ગજ અભિનેતાએ મે મહિનામાં તેમના સ્ટાર પાવર અને સોશિયલ મીડિયાના ફોલોઅર્સનો ઉપયોગ કરી કોવિડ -19 રાહત માટે સાત મિલિયન ડોલર એટલે કે, આશરે 51 કરોડ રૂપિયા એકત્રિત કરવા માટે મદદ કરી હતી.
તમિલ ટીવી અભિનેત્રીનો મૃતદેહ મળ્યો
તમિલ ટીવી અભિનેત્રી વીજે ચિત્રા એક હોટલના રૂમમાંથી મૃત હાલતમાં મળી આવી. તેમના નિધનના સમાચાર સાંભળીને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે. વીજે ચિત્રા માત્ર 28 વર્ષની હતી. પ્રાથમિક તપાસમાં તેણે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર ચિત્રા ડિપ્રેશનમાં હતી. થોડા સમય પહેલાં જ તેણ બિઝનસમેન હેમંત રવિ સાથે સગાઈ કરી હતી.
હાઉસફુલ-5
છેલ્લા 10 વર્ષથી ડાયરેક્ટર અને પ્રોડ્યૂસર સાજિદ નડીયાદવાલાની ફિલ્મ શ્રેણી હાઉસફૂલ ધૂમ મચાવી રહી છે. હવે હાઉસફૂલ-5ની તૈયારીઓ ચાલી રહી છે. આ ફિલ્મમાં પહેલાથી લઈને છેલ્લી સિરીઝ સુધીના તમામ સ્ટારકાસ્ટ સામેલ થશે. સૂત્રોનું માનીએ તો હાઉસપુર-5માં દિપીકા પાદુકોણ, અભિષેક બચ્ચન, જ્હોન એબ્રાહમ, જૈકલિન ફર્નાડિસ સહિતના સ્ટાર એક સાથે જોવા મળશે. આ હાઉસફુલ સિરીઝની અત્યાર સુધીની બિગેસ્ટ મલ્ટિસ્ટારર ફિલ્મ હશે. હાલમાં સાજિદ તેની પટકથા પર કામ કરી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત