Team Chabuk-National Desk: કોરોના વાઇરસ એટલો ઘાતક બની ગયો છે કે હવે તેનો શિકાર યુવાનો પણ બની રહ્યા છે. કોરોનાના કારણે અનેક યુવાનો મોતને ભેટી રહ્યા છે. કોરોના વાઇસે અનેક પરિવાર નોંધારા બનાવી દીધા છે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં એક હ્રદયદ્રાવક ઘટના બની છે. કોરોનાથી પતિનું મોત થતાં પત્નીએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી દીધું છે.
મધ્યપ્રદેશના ઇન્દોરમાં રાજેન્દ્રનગરમાં સેન્ચુરી પાર્કમાં રહેતી 34 વર્ષીય પ્રોફેસર નેહા પંવારે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું છે. બુધવારે સવારે નેહા પંવારના પતિ ડેપ્યુટી રેન્જર પવન પંવારનું કોરોનાને કારણે મોત થયું હતું. પતિના મોત બાદ નેહા ઉંડા આઘાતમાં સરી પડી હતી અને તેણે આ પગલું ભર્યું હતું.
પાંચ વર્ષ પહેલા નેહા અને પવને લવ મેરેજ કર્યા હતા. લગ્ન બાદ બન્ને પોતાની ઉજ્જવળ કારકિર્દી તરફ આગળ વધી રહ્યા હતા. પરંતુ તે દરમિયાન તેમના જીવનમાં મોટો વળાંક આવ્યો હતો. નેહાનો પતિ પવન થોડા દિવસ પહેલા કોરોના વાઇરસથી સંક્રમિત થયો હતો. 15 દિવસ સુધી પવનની સારવાર ચાલી હતી પરંતુ પવન કોરોના સામે હારી ગયો હતો અને બુધવારે તેનું નિધન થયું હતું. પવનના મૃત્યુના સમાચાર મળતાં જ નેહા ભાંગી પડી હતી.
પતિ વિના તે નહીં જીવી શકે તેવા વિચારો નેહાને આવવા લાગ્યા હતા અને તેણે અંતે ગળેફાંસો લગાવીને આત્મહત્યા કરવાનું નક્કી કર્યું હતું. બન્ને વચ્ચેના પ્રેમ અને પછી લગ્નની કહાનીનો આ પ્રકારે અંત આવશે તેવું કોઈએ વિચાર્યું પણ નહતું. બન્નેનું લગ્ન જીવન સુખમય રીતે પસાર થઈ રહ્યું હતું. સગા-સંબંધીઓએ પણ વિચાર્યું નહતું કે નેહા અને પવન આ રીતે દુનિયાને છોડીને ચાલ્યા જશે.
નેહા એક કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરી રહી હતી જ્યારે તેનો પતિ પવન તાજેતરમાં જ એક પીએચસી મારફતે રેન્જરના પદ પર નિયુક્ત થયો હતો. પરંતુ કોરોનાને કારણે તે નોકરી જોઈન કરી શક્યો નહતો.
જાણવા મળેલી માહિતી અનુસાર નેહા અને પવન છેલ્લા 18 વર્ષથી એકબીજાને પ્રમે કરતાં હતાં અને પાંચ વર્ષ પહેલા બન્નેના લવ મેરેજ થયા હતા. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે નેહા અને પવનની લવ સ્ટોરી 18 વર્ષ પહેલા છત્તીસગઢના કોરબાથી શરૂ થઈ હતી. પરંતુ 19 એપ્રિલના રોજ નેહા અને પવનના લગ્ન જીવનમાં તોફાન આવ્યું. 36 વર્ષના પવનને કોરોનાએ પોતાની ઝપેટમાં લઈ લીધો.
ભંવરકુવા ક્ષેત્રમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં પવનને દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ 15 દિવસની સારવાર બાદ પવનનું મૃત્યું થયું. પતિના મોતના સમાચાર મળતા જ નેહાના માથે મુસિબતનો પહાટ તૂટી પડ્યો. પવનના મોતના સમાચાર મળતાં જ પવનનો પરિવાર બડવાનીથી અને નેહાનો પરિવાર બિલાસપુરથી ઇન્દોર પહોંચ્યો હતો.
જ્યારે પવનનો પરિવાર મૃતદેહને અંતિમ સંસ્કાર માટે બિડવાની લઈ જવાની તૈયારી કરી રહ્યો હતો તે દરમિયાન નેહા પોતાના પરિવારજનો સાથે રાજેન્દ્રનગર સ્થિત પોતાના ઘરે સામાન લેવાના બહાને ગઈ હતી. ઘરે પહોંચીને જ નેહાએ ગળેફાંસો લગાવી લીધો હતો. પતિના વિરહમાં નેહાએ પણ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી લેતા પરિવારજનોને બેવડો આઘાત લાગ્યો છે.
રાજેન્દ્ર નગર પોલીસ સ્ટેશનના એએસઆઈ કુંદનભાઈએ જણાવ્યું કે કોરોનાથી પતિનું મોત થતાં દુઃખી પત્નીએ ગળેફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી છે. પોલીસ આત્મહત્યાના મામલાની તપાસ કરી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત