Homeગામનાં ચોરેશાકાહારી મહિલાએ પિત્ઝા ખાધો ત્યારે ખબર પડી કે મશરૂમની જગ્યાએ માંસના ટૂકડા...

શાકાહારી મહિલાએ પિત્ઝા ખાધો ત્યારે ખબર પડી કે મશરૂમની જગ્યાએ માંસના ટૂકડા છે

Team Chabuk-National Desk: સતત સમાચારોમાં છવાયેલું રહેવા માટે જાણીતું ઉત્તરપ્રદેશનું ગાઝિયાબાદ હવે પિત્ઝા અને એક કરોડ રૂપિયાનાં કારણે ચર્ચામાં છે. અહીં એક વેજીટેરિયન મહિલાએ વેજ પિત્ઝા મંગાવ્યો હતો. પણ કંપનીએ નોનવેજ પિત્ઝા મોકલી દીધો. મહિલાએ ભૂખના કારણે એ પિત્ઝા ખાધો પણ ખરી પણ જ્યારે ખબર પડી કે આ પિત્ઝા શાકાહારી નથી ત્યારે તેણે કંપની વિરૂદ્ધ બાંયો ચડાવવાનું નક્કી કરી લીધું. હવે મહિલા કંપનીને કન્ઝ્યુમર કોર્ટમાં ખેંચી ગઈ છે. મહિલાએ વળતર પેટે એટલી મોટી રકમ માગી લીધી છે કે, દુકાન બંધ કરવાની નોબત આવી પડે. એક કરોડ રૂપિયાની માગ કરી છે. મહિલાનું માનવું છે કે તેને જે નુકસાન થયું છે તેના કારણે મોટી ધાર્મિક ક્રિયામાંથી પસાર થવું પડ્યું છે.

સમાચાર એજન્સી ANIની રિપોર્ટ પ્રમાણે, દીપાલી ત્યાગી નામની આ મહિલાએ પોતાની યાચિકામાં એવો દાવો કર્યો છે કે, એ પોતાની ધાર્મિક માન્યતાઓ, શિક્ષાઓ, પારિવારિક પરંપરાઓ, ખૂદનો વિવેક અને પોતાની સર્વશ્રેષ્ઠ પસંદનાં કારણે શુદ્ધ શાકાહારી છે. અત્યાર સુધી તે શાકાહારી જ હતી પણ પિત્ઝાની ડિલેવરીમાં થયેલી ભૂલનાં કારણે તેનું શાકાહારીપણું તૂટી ગયું છે.

21 માર્ચ 2019નાં રોજ દિપાલીએ હોળી મનાવ્યા પછી પરિવાર માટે પિત્ઝા આઉટલેટથી શાકાહારી પિત્ઝા ઓર્ડર કર્યો હતો. પિત્ઝા તો મોડો પહોંચ્યો પણ તેણે એ વાતને રફેદફે કરી નાખી. પિત્ઝા વેજ છે કે નોનવેજ એ વાતની તપાસ કર્યા વિના મહિલા ખાવા લાગી હતી. એમને લાગ્યું કે પિત્ઝામાં મશરૂમની જગ્યાએ માંસના ટૂકડા છે. ફરિયાકર્તા મહિલાના વકિલ ફરહત વારસીનું કહેવું છે કે, ગ્રાહકને આ વાતની ખબર પડતા તુરન્ત એમણે ગ્રાહક સેવાને ફોન જોડ્યો અને શુદ્ધ શાકાહારી ઘરમાં નોનવેજ પિત્ઝા દેવાની લાપરવાહીનાં કારણે ફરિયાદ દાખલ કરી દીધી.

થોડા દિવસો પછી, પિત્ઝા આઉટલેટનાં એક પ્રબંધકે દીપાલીને ફોન કર્યો અને ફરિયાદ કરનાર સમગ્ર પરિવારને મફતમાં પિત્ઝા આપવાની વાત કરી. જેથી આ ઘટના પર ઠંડુ પાણી રેડાય જાય. જોકે ફરિયાદકર્તાએ તેમને ફરીથી કહ્યું કે, આ કોઈ સામાન્ય વાત નથી. સાધારણ કેસ નથી. અમારી ધાર્મિક ભાવનાને ઠેંસ પહોંચી છે. એ પછી પીડિતા તરફથી જિલ્લાનાં ઉપભોક્તા ફોરમમાં કેસ દાખલ કરવામાં આવ્યો. કંપનીએ આનાં પર જવાબ માગ્યો છે. હવે આ કેસની આગામી સુનાવણી 17 માર્ચનાં રોજ થવાની છે.

તાજેતાજો ઘાણવો 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments