Team Chabuk- Political Desk: ઉનાળો શરૂ થતાં જેમ ગરમીનો પારો ચડી રહ્યો છે તેમ પશ્ચિમ બંગાળમાં પણ રાજકારણનો પારો દિવસે દિવસે તપી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. ભાજપે આજે પશ્ચિમ બંગાળની ચૂંટણીના ત્રીજા તબક્કા માટે 27 અને ચોથા તબક્કા માટેના 36 ઉમેદવારોની યાદી બહાર પાડી છે. જેમાં એક ચોંકાવનારું નામ જોવા મળ્યું છે. ભાજપે પશ્ચિમ બંગાળ સર કરવા માટે મોદી સરકારમાં મંત્રી રહેલા બાબુલ સુપ્રિયોને વિધાનસભા ચૂંટણી લડવા ટિકિટ આપી છે. એક કેન્દ્રીય મંત્રીને વિધાનસભાની ચૂંટણી માટેની ટિકિટ અપાતા પશ્ચિમ બંગાળના રાજકારણમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
રવિવારે ભાજપે પશ્ચિમ બંગાળની ચૂંટણીના ત્રીજા અને ચોથા તબક્કાના મતદાન વિસ્તાર માટે પોતાના ઉમેદવારોની યાદી બહાર પાડી છે. ઉમેદવારોના નામની જાહેરાત કરતાં ભાજપના મહાસચિવ અરૂણસિંહે કહ્યું કે, કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો પણ વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે. બાબુલ સુપ્રિયોને ટોલીગંજથી ટિકિટ આપવામાં આવી છે.
ભાજપના ઉમેદવારોની આ યાદીમાં બાબુલ સુપ્રિયો ઉપરાંત અભિનેતા યશદાસગુપ્તાને પણ ચંડીતલાથી ભાજપ ચૂંટણી લડાવી રહી છે. સાંસદ લોકેટ ચેટર્જીને ચુરચુરાથી ટિકિટ આપવામાં આવી છે અને અર્થશાસ્ત્રી અશોક લાહિરીને અલીપુરદ્વારથી ચૂંટણી મેદાનમાં ઉતારાયા છે. તૃણમુલ કોંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થનાર રજીબ બેનર્જીને દોમજુરથી ટિકિટ મળી છે. જ્યારે રવિન્દ્રનાથ ભટ્ટાચાર્યને સિંગુરથી ટિકિટ આપવામાં આવી છે. ભાજપે આજે જાહેર કરેલા વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોમાં ઘણા સાંસદ, અભિનેતા, અભિનેત્રી અને જાણિતા ચહેરા સામેલ છે.
સ્વપ્નદાસ ગુપ્તાને ભાજપે તારકેશ્વરથી ટિકિટ આપી છે. સાંસદ નિશિત પરમાનિકને દીનહાટા બેઠકથી ચૂંટણી લડાવવામાં આવી રહી છે. ઈન્દ્રનીલ દાસને કાસબાથી ટિકિટ મળી છે. જ્યારે અભિનેત્રી તનુશ્રી ચક્રવર્તીને હાવડા શ્યામપુર બેઠકની ટિકિટ આપવામાં આવી છે.
BJP releases a list of 27 candidates for 3rd phase and a list of 36 candidates for 4th phase of elections in West Bengal pic.twitter.com/jDkI2bcAJ6
— ANI (@ANI) March 14, 2021
પશ્ચિમ બંગાળની સાથે ભાજપે તામિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે પણ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરૂણસિંહે કહ્યું કે તામિલનાડુમાં ભાજપ એનડીએના સાથી પક્ષના રૂપમાં ચૂંટણી લડી રહી છે. તામિલનાડુમાં ભાજપ 20 બેઠકો પર ચૂંટણી લડશે. પ્રદેશ અધ્યક્ષ એલ મુરુગન ધારાપુરમથી ચૂંટણી લડશે જ્યારે દિગ્ગજ નેતા એચ રાજા કરાઈકુડીથી ચૂંટણી મેદાનમાં છે.
BJP releases list of 17 candidates for Tamil Nadu Assembly elections; Kushboo Sundar to contest from Thousand Lights and state party chief L Murugan from Dharampur (SC) seats. pic.twitter.com/iblQO7TtA7
— ANI (@ANI) March 14, 2021
આ તરફ કેરળમાં પણ ભાજપે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. કેરળમાં ભાજપે જાહેર કર્યું છે કે તેઓ 115 બેઠક પર ચૂંટણી લડશે. જ્યારે બાકીની 25 બેઠકો પર 4 પાર્ટીઓ માટે બાકી રાખવામાં આવશે. કેરળમાં ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર મેટ્રોમેન ઈ શ્રીધરન પલકક્ડ બેઠક પરથી ચૂંટણી લડશે. કેરળ ભાજપના પૂર્વ પ્રમુખ કુમ્મનમ રાજશેખરન નેમોમ બેઠક પરથી ચૂંટણી લડશે. તો સાંસદ સુરેશ ગોપી થ્રિસુરથી ચૂંટણી લડશે. કેરળ ભાજપના પ્રદેશ પ્રમુખ કે સુંદરનને ભાજપે મંજેશ્વરમ અને કોન્નીથી ટિકિટ આપી છે, પીકે કૃષ્ણદાસને કટ્ટાકાડાથી ટિકિટ આપવામાં આવી છે. સીકે પદ્મનાભનને ધારામાડોમથી ચૂંટણી મેદાને ઉતારાયા છે. સીકે પદ્મનાભન જે બેઠક પરથી ચૂંટણી લડવાના છે તે બેઠક પર તેમની સામે કેરળના મુખ્યમંત્રી પી. વિજયન ચૂંટણી લડી રહ્યા છે. પૂર્વ ડીજીપી જેકોબ થોમસને ઈરિંજાલાકુડાથી ટિકિટ અપાઈ છે. અબ્દુલ સલામને તિરુરથી ટિકિટ આપવામાં આવી છે.
BJP releases a list of 112 candidates for Kerala Assembly elections (1/2) pic.twitter.com/gLoQmcLBeQ
— ANI (@ANI) March 14, 2021
આસામમાં પણ ભાજપ 92 બેઠક પર ચૂંટણી લડી રહી છે. જ્યારે એક બેઠક સાથી પક્ષને ચૂંટણી લવા માટે આપવામાં આવી છે. આસામ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે આજે ત્રીજા તબક્કા માટે 17 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ચંદ્ર મોહન પટોવરીને ધરમપુરથી ટિકિટ આપવામાં આવી છે.
BJP releases a list of 17 candidates for Assam Assembly elections. https://t.co/LwvupA2wKr pic.twitter.com/XUIGwwUsl2
— ANI (@ANI) March 14, 2021
નવી દિલ્હી ખાતે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરૂણસિંહે તમામ રાજ્ય માટે ભાજપના ઉમેદવારની જાહેરાત કરી હતી. આ તકે પુડુચેરીના પૂર્વ મંત્રી પી. કન્નન ભાજપમાં જોડાયા. અરૂણસિંહની હાજરીમાં પી. કન્નન પોતાના પુત્ર સાથે ભાજપમાં જોડાઈ ગયા છે.
Former Puducherry Minister P Kannan joins BJP along with his son, in New Delhi pic.twitter.com/jKVhv7pdSh
— ANI (@ANI) March 14, 2021
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત