Homeગામનાં ચોરેએક આમ કી કિંમત તૂમ ક્યા જાનો.... અઢી લાખ રૂપિયાની એક કિલો...

એક આમ કી કિંમત તૂમ ક્યા જાનો…. અઢી લાખ રૂપિયાની એક કિલો કેરી !

Team Chabuk-National Desk: મધ્યપ્રદેશના જબલપુરમાં એક આંબાની બાગ છે. આ આંબાની બાગની 3 ગાર્ડ અને 9 શ્વાન 24 કલાક સુરક્ષા કરી રહ્યા છે. આપને જાણીને આશ્ચર્ય થાશે કે, આંબાની બાગની આટલી સુરક્ષા કેમ ? તો તેેેનો જવાબ છે કે, અહીં પાકતી એક કિલો કેરીની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 2 લાખ 70 હજાર રૂપિયા છે !

કેરી કેમ આટલી મોંઘી ?

આ એક ખાસ પ્રકારની કેરી છે જે મૂળ જાપાનમાં જ થાય છે. જાપાની ભાષામાં તેને ‘તાઈયો નો તામાગો’ તરીકે ઓળખવામાં આવે છે. જેને એગ ઓફ સન એટલે કે સૂર્યનું ઈંડુ પણ કહેવામાં આવે છે. કેરી જ્યારે એકદમ પાકી જાય છે ત્યારે તેને રંગ આછો લાલ અને પીળો થઈ જાય છે. એક કેરીનું વજન લગભગ 900 ગ્રામ સુધી હોય છે. ખાસ વાત એ છે કે આ કેરીમાં એક પણ રેસા નથી હોતા અને સ્વાદમાં બહું મીઠી હોય છે. કેરીની આ જાત માત્ર જાપાનના સંરક્ષિત વાતાવરણમાં ઉગાવવામાં આવે છે. જો કે, મધ્યપ્રદેશના સંકલ્પ સિંહ પરિહાર નામના યુવાને પોતાની બંજર પડેલી જમીનમાં પ્રાયોગિક ધોરણે કેરી વાવી અને કેરીના ઝાડને અહીંનું વાતાવરણ અનુકૂળ આવી ગયું. હવે આ યુવક માલામાલ થઈ ગયો છે.

ભારતમાં આ કેરીની ખેતી ક્યાંય નથી થતી. આ જાપાની કેરીને ટેમ્ગો નામથી ઓળખવામાં આવે છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં ખુબ માગ હોવાનો દાવો કરાયો છે.

બાગના માલિક સંકલ્પે કહ્યું કે, તેણે 4 એકર જમીનમાં આંબા વાવ્યા હતા. હાલ તેની જમીનમાં 14 હાઈબ્રિડ તેમજ 6 પ્રકારના વિદેશી આંબા છે. સંકલ્પની બાગમાં 52 જેટલા જાપાની આંબાના ઝાડ છે. જાપાનમાં આ ઝાડને પોલી હાઉસની અંદર સુરક્ષિત વાતાવરણમાં ઉછેરવામાં આવે છે.

જાપાની મીડિયાના રિપોર્ટ મુજબ આ કેરીને દુનિયાની સૌથી મોંઘી કેરી માનવામાં આવે છે. ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય બજારમાં આ કેરીની કિંમત 2.5 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી હતી.

તાઈયો નો તામાગો કેરીનું જાપાનના મિયાઝાકી વિસ્તારમાં વાવેતર થાય છે. આ કેરીની ખેતીમાં ખૂબ જ કાળજી લેવામાં આવે છે. ઝાડ ઉપર કેરીનું બંધારણ થઈને સહેજ મોટી થાય એટલે તેના ઉપર કાણા વાળી કોથળી ચડાવી દેવામાં આવે છે. કેરીને ઝાડ પર પાકવા દેવામાં આવે છે. પાકેલ કેરી ઉપર કોથળી  હોવાથી ફળ નીચે પડતાં નથી. ફળ રૂબી લાલ રંગના થાય છે. કેરી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને રસાદાર હોય છે. આ કેરી ખરીદવા એડવાન્સ બુકિંગ કરાવવું પડે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments