Homeગામનાં ચોરે‘યોગી-શબ્દકોશ’માં હૈદરાબાદ માટે આ નામ પર ચર્ચા ચાલી રહી છે

‘યોગી-શબ્દકોશ’માં હૈદરાબાદ માટે આ નામ પર ચર્ચા ચાલી રહી છે

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજકાલ લવ જેહાદને લઈને ચર્ચામાં છે. યુપીમાં લવજેહાદ વિરુદ્ધ યોગી સરકાર વટહુકમ લાવી છે અને રાજ્યપાલ આનંદીબેન પટેલે આ વટહુકમને મંજૂરી પણ આપી દીધી છે. પરંતુ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વારંવાર શહેરો અને સ્થળોના નામ બદલવાને લઈને પણ ચર્ચામાં રહે છે. અત્યાર સુધી તો તેઓ ઉત્તરપ્રદેશના શહેરોના જ નામ બદલવાની વાત કરતાં હતા, પરંતુ હવે તેઓ પહોંચી ગયા છે હૈદરાબાદ.

ગ્રેટર હૈદરાબાદમાં હાલ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનો પ્રચાર-પ્રસાર ચાલી રહ્યો છે. હૈદરાબાદમાં અસદુદ્દીન ઓવૈસીની પકડ મજબૂત છે. 150 બેઠક પર ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ કોઈ કસર છોડવા માગતી નથી તેથી તેણે રાષ્ટ્રીય કક્ષાના નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે. જેપી નડ્ડા બાદ શનિવારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હૈદરાબાદમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા.

યોગી આદિત્યનાથ ચૂંટણી પ્રચાર માટે મલ્કાજગીરી પહોંચ્યા હતા. ત્યાં તેઓએ રોડ-શો દરમિયાન કહ્યું કે, ‘આપણે સૌએ નક્કી કરવાનું છે કે એક પરિવાર અને મિત્ર મંડળીને લૂંટમાંથી આઝાદી અપાવવી છે કે પછી હૈદરાબાદને ભાગ્યનગર બનાવીને વિકાસની નવી ઉંચાઈ પર લઈ જવું છે, એ તમારે નક્કી કરવાનું છે.’ યોગીએ રેલીમાં જનતાને સંબોધન કરતાં કહ્યું કે, ‘આ લોકોની સાથે લડાઈ લડવા માટે હું ભગવાન શ્રી રામની ધરતી પરથી સ્વંય અહીંયા આવ્યો છું.’

યોગી આદિત્યનાથે કહ્યું કે, ‘કેટલાક લોકો મને પૂછી રહ્યા હતા કે શું હૈદરાબાદનું નામ બદલીને ભાગ્યનગર કરવામાં આવશે ? મેં કહ્યું, કેમ નહીં, ભાજપના સત્તામાં આવ્યા પછી ફૈઝાબાદનું નામ બદલીને અયોધ્યા થઈ ગયું અલ્હાબાદનું નામ પ્રયાગરાજ થઈ ગયું તો પછી હૈદરાબાદનું નામ ભાગ્યનગર કેમ ન થઈ શકે.’

યોગી આદિત્યનાથની છબી હિન્દુત્વવાદી રહી છે. તેઓએ સત્તામાં આવ્યા પછી ઉત્તરપ્રદેશમાં ઘણા શહેરો અને સ્થળના નામ બદલી નાખ્યા છે. ત્રણ દિવસ પહેલા જ અયોધ્યામાં બની રહેલા એરપોર્ટનું નામ બદલીને યોગી સરકારે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ એરપોર્ટ રાખવાનું નક્કી કર્યું છે.

એક સાથે ત્રણ રોડના નામ બદલી નાખ્યા

11 નવેમ્બરના દિવસે યોગી આદિત્યનાથની સરકારે એક જ સાથે ત્રણ રસ્તાના નામ બદલી નાખ્યા બોલો. જનપદ વારાણસીના ત્રણ માર્ગના નામ બદલીને તેને સ્વતંત્ર સેનાની, રાજનેતા ને શહીદોના નામ આપી દેવાયા. જેમાં મોહનસરાય-અદલપુર રોડનું નામ બદલીને સરદાર વલ્લભભાઈ પટેલ માર્ગ કરી નાખ્યું છે. જ્યારે મોહનસરાય અકેલવા લહરતારા વાયા ગંગાપુર માર્ગનું નામ બદલીને રાજનારાયણ સિંહ માર્ગ કરાયું અને ખનાંવ ટિકરી માર્ગથી કુરહુઆ, કાશીપુર થઈને જતાં તારાપુર માર્ગનું નામ શહીદ વિશાલ કુમાર પાંડેય માર્ગ કરી દેવામાં આવ્યું છે.

યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બન્યા પછી ધાર્મિક અને ઐતિહાસિક મહત્વના આધારે શહેરો અને અલગ અલગ જગ્યાના નામ બદલવામાં આવ્યા.

યોગી આદિત્યનાથે સત્તામાં આવ્યા પછી બદલેલા નામ નીચે મુજબ છે.

જૂનું નામનવું નામ
મુગલસરાય સ્ટેશનપંડિત દિન દયાલ ઉપાધ્યાય સ્ટેશન
અલ્હાબાદ પ્રયાગરાજ
ફૈઝાબાદ  અયોધ્યા
મુગલસરાય તાલુકો  પંડિત દિન દયાલ ઉપાધ્યાય તાલુકો

આ ઉપરાંત ઉત્તરપ્રદેશમાં બીજા કેટલાક સ્થળોના નામ બદલવાની માગ ઉઠી રહી છે. જેમાં આગ્રાનું અગ્રવન, આઝમગઢનું આર્યમગઢ, ગાઝીપુરનું ગાધિપુરી, સુલ્તાનપુરનું કુશભવનપુર કરવાની માગ ઉઠી રહી છે. ત્યારે યોગી આદિત્યનાથે ઉત્તરપ્રદેશ ઉપરાંત હૈદરાબાદનું પણ નામ બદલવાની વાત કરતાં ચર્ચાઓ થવા લાગી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments