હોલિવુડ સ્ટાર એન્જલિના જોલી જેવી દેખાવા માટે 50 સર્જરી કરાવનારી મહિલાને 10 વર્ષની સજા થઈ છે. આ મહિલાનું નામ ફતેમેહ ખિશબંદા છે. જેને લોકો સહર તબાર નામથી પણ ઓળખે છે. ઈશનિંદાના આરોપમાં સહર તબારની ધરપકડ કરાઈ હતી. એવો દાવો છે કે, સહરે ઈન્સ્ટાગ્રામ પર ચહેરાના એવા ફોટો પોસ્ટ કર્યા હતા જેમાં તે ભયાનક દેખાય છે. આ ફોટા જ્યારે પોસ્ટ કર્યા ત્યારથી જ સહર વિવાદોમાં આવી હતી.
ઈશનિંદા કાયદો
ઈશનિંદા કાયદા મુજબ ધર્મને ન માનનારા તેમજ ધર્મનું અપમાન કરનારા લોકો માટે મોતની સજા નક્કી કરવામાં આવી છે. કલમ 260 પ્રમાણે જો કોઈ શખ્સ પૈગંબર-એ-ઈસ્લામ અથવા પૈગંબરની નિંદા કરે છે તો તેને મૃત્યુદંડ આપવામાં આવે છે. ઈરાન ઉપરાંત સાઉદી અરબ, ઈન્ડોનેશિયા તેમજ મલેશિયામાં પણ આ કાયદો લાગુ છે.
કોણ છે સહર તબાર ?
સહર તબારનું સાચું નામ ફતેમેહ ખિશબંધા છે. તે ઈન્ટાગ્રામ સ્ટાર છે. પોતે દાવો કરે છે કે તે એન્જલિના જોલી જેવી દેખાય છે. એન્જલિના જોલી બનવા પાછળ એટલી હદે પાગલ હતી કે તેણે કોસ્મેટિક સર્જરી કરાવી. એ પણ એક બે નહીં પરંતુ 50 સર્જરી. આજ કારણે તે વર્ષ 2017માં ખુબ ચર્ચામાં રહી હતી. સહર તબાર ત્યાં નથી અટકતી તેણે એન્જલિના જોલી જેવા દેખાવા માટે 40 કિલોગ્રામ વજન પણ ઘટાડ્યું હતું. જો કે, 2019થી જ તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બધ થયું છે. જે બાદ લાંબી સુનાવણી પછી સહરને દોષિત માનવામાં આવી છે.
50 સર્જરીના કારણે મોઢું બગડ્યું
લોકો કહી રહ્યા છે કે, 50 સર્જરીના કારણે તે એન્જલિના જોલી તો નહીં પરંતું એન્જલિના જોલીના ભૂત જેવી દેખાવા લાગી છે. કેટલાક લોકોએ એવો પણ દાવો કર્યો હતો કે, સહરે સર્જરી જ નથી કરાવી. સર્જરી કરાવી એ વાત ખોટી છે. ઈન્સ્ટા પર આવો ચહેરો તે ફોટોશોપ અને મેકઅપની મદદથી બનાવી રહી છે.
સહર પર ક્યા આરોપ છે ?
સહર તબાર પર ઈશનિંદા, સાંસ્કૃતિક અપરાધ, સામાજિક અને નૈતિક ભ્રષ્ટાચાર, હિંસા ભડકાવવી તેમજ ખોટી રીતે રૂપિયા કમાવવા તેમજ યુવાનોને ભ્રષ્ટાચાર માટે પ્રોત્સાહિત કરવાનો આરોપ છે. આ આરોપ મુદ્દે જ તેની ધરપકડ કરી લેવાઈ છે.
ઈરાનમાં માત્ર ઈન્સ્ટા
ઈરાનમાં સોશિયલ મીડિયાના અલગ અલગ માધ્યમો જેવા કે ફેસબુક અને વોટ્સએપ અને ટ્વીટર જેવા પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ છે. ત્યાં માત્ર ઈન્સ્ટાગ્રામ યુઝ કરવા માટે જ છૂટ આપવામાં આવી છે. ઈરાન એક એવો દેશ છે જ્યાં સેટેલાઈટ ટીવી પર પ્રતિબંધ છે. આ ઉપરાંત ઈરાનમાં અમેરિકન અને યુરોપિય દેશની મુવી અને સિરીયલ પ્રસારિત કરવા પર પણ પ્રતિબંધ.
આ અજીબ છે
ઈરાનની છાપ મહિલા વિરોધી દેશ તરીકે જગજાહેર છે. ઈરાનમાં જો કોઈ યુવતીની છેડતી થાય તો તેના માટે તેની માતાને જવાબદાર ગણવામાં આવે છે. ઈરાનના મોટા ભાગના લોકોનું માનવું છે કે જો યુવતીની માતાએ પોતાની દીકરીને સાચવીને રાખી હોત તો એવી કોઈ ઘટના જ ન બને. ઈરાનના કાયદા અનુસાર કોઈ પણ વ્યક્તિ પોતે પોતાની દત્તક લીધેલી પુત્રી સાથે લગ્ન કરી શકે છે. યુવતીની ઉંમર 13 વર્ષ હોવી જોઈએ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત