Homeસિનેમાવાદ2020માં એક માત્ર સૈફ અલી ખાનની ફિલ્મોએ 400 કરોડની કમાણી સાથે બોલિવુડને...

2020માં એક માત્ર સૈફ અલી ખાનની ફિલ્મોએ 400 કરોડની કમાણી સાથે બોલિવુડને તાર્યું

ઝાલાવાડી જલજીરા : 2020નું વર્ષ મોટાભાગના ધંધા માટે નબળું રહ્યું છે. એમ કહી શકાય કે મેડિકલ સિવાય તમામ ઈન્ડસ્ટ્રીને કોરોનાનું ગ્રહણ લાગી ગયું. કોરોનાકાળમાં તમામ ઉદ્યોગો ઠપ હતા. એમાં કરોડોની કમાણી કરતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી બોલિવુડ પણ સામેલ છે. કોરોનાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ગતિ જે રીતે ચાલતી હતી તેમાં અચાનક બ્રેક લગાવી અને કલાકારોને ઘરમાં બેસાડી દીધા. શૂટિંગ બંધ થતાં કલાકારો સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતાં તમામ લોકોને ફટકો પડ્યો. જો કે, હવે એક વાત એવી સામે આવી છે જેમાં એક જ અભિનેતાના કારણે આ નબળું વર્ષ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે સબળું બની ગયું. આ અભિનેતાનું નામ છે સૈફ અલી ખાન. સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે કે તૈમુરના પપ્પાએ તો કમાલ કરી દીધી !

સૈફ અલી ખાને કેટલીક એવી ફિલ્મો આપી છે જેના લીધે બોલિવુડમાં તેનું કદ વધી ગયું છે. સૈફ અલી ખાનના અભિનયના ઈન્ડસ્ટ્રીમાં ખૂબ વખાણ થાય છે. પછી તે વિલનનો રોલ હોય કે પછી હીરોનો. ઈન્ડસ્ટ્રી સાથે જ જોડાયેલા કેટલાક લોકોનું માનવું છે કે સૈફની મહેનત પ્રમાણે તેને એટલી સફળતા નથી મળી જેટલી તેને મળવી જોઈએ.

પહેલાં જ કહ્યું એમ 2020 બહું મુશ્કેલીવાળુ વર્ષ રહ્યું. આ દરમિયાન જ સૈફનું નસીબ ચમકી ગયું. માત્ર સૈફ અલી ખાનનું જ નહીં પરંતુ તેના કારણે પૂરી ઈન્ડસ્ટ્રીને બહુ મોટો ફાયદો થયો છે. જેને લઈને સૈફ હાલ મીડિયામાં છવાયેલો રહે છે.

2020માં સૈફ અલી ખાનની જેટલી પણ ફિલ્મો આવી છે તેણે શાનદાર પ્રદર્શન કર્યું છે. જો સૈફ અલી ખાનની આ વર્ષની તમામ ફિલ્મોની કમાણી પર એક નજર કરીએ તો ખ્યાલ આવે કે આ વર્ષે સૈફ અલી ખાનના કારણે બોલિવુડે 400 કરોડની કમાણી કરી લીધી છે. એવું કહી શકાય કે સૈફ અલી ખાનના કારણે જ બોલિવુડ નુકસાનીથી બચી શક્યું છે.

સૈફની ફિલ્મો પર એક નજર

વર્ષની શરૂઆતમાં જ સૈફને તાનાજીમાં કામ કરવાનો મોકો મળ્યો. લાંબા સમયથી એક હીટ ફિલ્મની રાહ જોતા સૈફને આ ફિલ્મે એ આપ્યું જે તેને જોઈતું હતું. નામ પણ અને દામ પણ. તેના ફિલ્મી કરિયરની આ સૌથી સારી ફિલ્મ પૈકી એક છે. તાનાજીમાં સૈફનો નેગેટિવ રોલ પણ લોકોને ખૂબ પસંદ પડ્યો. ફિલ્મમાં કેટલીક જગ્યાએ તો એવું પણ લાગ્યું કે સૈફ અજય પર ભારી પડી રહ્યો છે.

આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 280 કરોડ રૂપિયાની કમાણી કરી. આ ફિલ્મ પહેલાં સૈફ 100 કરોડની ફિલ્મનો સ્વાદ ચાખીને આવ્યો હતો. એ ફિલ્મ હતી રેસ-2. જો કે, તાનાજીમાં તેના અભિનયે રેસ-2ને ક્ષણવારમાં જ ભુલાવી દીધી. આ ઉપરાંત સૈફે પોપ્યુલર ઝોનલમાં પણ કામ કર્યું. સૈફ અલી ખાન જવાની જાનેમનમાં રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યો હતો. જવાની જાનેમને પણ 30 કરોડની કમાણી કરી લીધી હતી. આ આંકડો તાનાજીની કમાણી કરતાં ખૂબ નાનો છે પરંતુ ફિલ્મ નુકસાનીમાં તો ન હતી જ રહી.

જ્યાં કોઈ ખાન કે કપૂરની ફિલ્મો રિલીઝ જ નહોતી થતી ત્યાં સૈફની ફિલ્મો લગલગાટ રિલીઝ થતી હતી. સૈફને સૌથી મોટો ફાયદો એ વાતનો પણ થયો છે કે તેણે વર્ષની શરૂઆતમાં જ પોતાની ફિલ્મો રિલીઝ કરી. જ્યારે કોરોનાનો ભય પણ નહોતો અને લોકડાઉન પણ ન હતું.

તમે આ ફિલ્મોની કમાણીની ગણતરી કરતાં હશો. અને વિચારતાં હશો કે હજુ 400 કરોડ તો ન થયા. પરંતુ આ કમાણી માત્ર દેશની જ છે. બોલિવુડની ફિલ્મો વિદેશમાં પણ પ્રસારિત કરવામાં આવે છે. આમ, સૈફની તાનાજી અને જવાની જાનેમનના ઈન્ટરનેશનલ આંકડા પણ જોડી દેવામાં આવે તો આ આંકડો 400 કરોડને પાર પહોંચી જાય છે. આમ કહી શકાય કે સૈફના કારણે ઈન્ડસ્ટ્રીને 400 કરોડની કમાણી થઈ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments