અનુપમ ખેર ગુસ્સે થઈ ગયા. ટ્વીટર પર પોસ્ટ શેર કરી કરન જોહરને સોશિયલ લાફો માર્યો. આમ કરવા પાછળનું કારણ વ્યાજબી હતું. કરન જોહરની ફિલ્મ કુછ કુછ હોતા હૈ એ 22 વર્ષ પૂર્ણ કરતાં ધર્મા પ્રોડક્શને બધાને ટેગ કર્યા સિવાય કે અનુપમ ખેર. અનુપમ ખેરે શું લખ્યું, ֹ‘‘હમ ભી થે ફિલ્મ મેં દોસ્ત, હમ કો ભી ટેગ કરી દીયા હોતા.’’
Hum bhi the film mein dost. Hum Ko bhi tag kar diya hota. Anyway!! Happy to be part of this film!! 😍🌺 @DharmaMovies #22YearsOfKKHH https://t.co/3x5oWdviPF
— Anupam Kher (@AnupamPKher) October 16, 2020
જીતના જીસ કે ભાગ્ય મેં લીખા ઉતના હી પાતા હૈ
એક ફોટો અપલોડ કરતાં જ ટ્રોલ થઈ જતી નેહા ધૂપિયાના શો #NoFilterNehaમાં કરન જોહરે મોટો ખુલાસો કરેલો. કરને કહેલું કે મેં ખૂબ રાહ જોઈ પણ ચંદ્રચૂડે મને કોઈ દિવસ કહ્યું જ નહીં, કે, ‘હા હું તૈયાર છું તમારી ફિલ્મ કુછ કુછ હોતા હૈમાં અમનનો રોલ પ્લે કરવા માટે.’ કરન જોહરને મળેલી મોટી હાર બાદ તેણે સૈફ અલી ખાનને અમનનો રોલ પ્લે કરવા માટે કહેલું પણ અમન બન્યું કોણ ? સલમાન ખાન. અત્યાર સુધી વાતો એવી જ થતી હતી કે સૈફ અલી ખાન એક માત્ર અભિનેતા હતો જેને કરને અમનનો રોલ પ્લે કરવા માટે ઓફર કરેલી. અંજલીનો રોલ જુહી ચાવલા પ્લે કરવાની હતી. ટીનાનો રોલ પ્લે કર્યો છે રાની મુખર્જીએ પણ રાનીની જગ્યાએ કરન પોતાની બાળપણની મિત્ર ટ્વીંકલ ખન્નાને લેવા માગતો હતો, કારણ કે તેનું નામ ટીના છે. ટ્વીંકલે ના પાડ્યા પછી એ રોલ આટલી અભિનેત્રીઓ પાસે ગયો. તબ્બુ, શિલ્પા શેટ્ટી, ઉર્મિલા માતોડકર, એશ્વર્યા રાય બચ્ચન, કરિશ્મા કપૂર અને રવિના ટંડન.

શિર્ષક આપનારો વિરલો કોણ ?
ફિલ્મનું શિર્ષક જાવેદ અખ્તરને ખૂબ જ નબળું લાગ્યું. એટલું નબળું કે તેમણે ગીતો લખવાની ઘસીને ના પાડી દીધી. આ શિર્ષક તેમને નબળું લાગવાનું બીજું કારણ એ હતું કે તે જુગલ હંસરાજ દ્રારા આપવામાં આવ્યું હતું. જે માસૂમ ફિલ્મમાં બાળ કલાકારનો રોલ પ્લે કરી ભારતીયોની આંખોનો તારો બન્યો હતો.
અચ્છા ભેગુ કરી દેવાનું ?
કરન જોહરે પ્રથમ વાર્તા એવી લખી હતી, કે કોલેજની વિદ્યાર્થીનીઓ ટોમબોય જેવા એક છોકરાનાં પ્રેમમાં પડે છે. બે સુંદર છોકરીઓ અને એક હેન્ડસમ છોકરો. એ વાર્તા તેને બરાબર ન લાગી એટલે તેણે બીજી વાર્તા લખી, જેમાં પોતાના વિધુર પિતાનું વેવિશાળ કરવા માટે તેની દીકરી મક્કમ બને છે. આ વાર્તામાં પણ મજા ન આવી. નવું કરવાની ફિરાકમાં કરને બેઉં વાર્તાઓ ભેગી કરી દીધી. જે બન્યું તે છે કુછ કુછ હોતા હૈ.
કરન રડાવે પણ છે
અંજલી બનતી સના સઈદે આંખમાં ગ્લિસરીનનો ઉપયોગ કરી રડવાની ના પાડી દીધી હતી. હવે બધું ડાયરેક્ટર ઉપર હતું. ડાયરેક્ટર કરન જોહરે તેને દરેક સીનમાં અવનવા પેંતરા અજમાવી રડાવ્યા રાખી.

આટલી રોતલું ફિલ્મ
ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયું અને શાહરૂખને બતાવવામાં આવી. આખી ફિલ્મ જોયા પછી શાહરૂખે કહ્યું, ‘આટલો ખરાબ અંત. કેટલું બધું રડાવે છે ?’ ફિલ્મનો અંત જોઈ કાજોલ રડવા માંડી હતી, કરન જોહર પણ ચોધાર આંસુએ રડ્યો હતો. શાહરૂખ ખાનને લાગતું હતું કે તેનો અંત ખૂબ રોતલો છે. બધાની હોજરીમાં નહીં પચે.
આર્ચીની મિર્ચીનો તડકો
કુછ કુછ હોતા હૈ જોતા સમયે 1968ના વર્ષમાં આવતું એક અમેરિકન કાર્ટુન યાદ આવી જાય. તેની કોમિક્સ ખૂબ વેચાતી. આર્ચીની કોમિક્સ બંધ થઈ ત્યારે લોકો હિબકે હિબકે રડી પડેલા હતા. આર્ચીમાં બે છોકરી અને એક અમીર છોકરો છે. શાહરૂખ ખાન આર્ચી છે. કાજોલ બેટ્ટી છે અને રાની મુખર્જી વેરોનિકા છે. પણ આવું કરવાનું કહ્યું હતું કોણે ? આર્ટ ડાયરેક્ટર શમિષ્ઠા રોયે. તેણે કહેલું કે, કોલેજ શો બ્રેવરી હિલ્સ, 90210માંથી પ્રેરણા લઈ કોલેજનો સેટ તૈયાર કરવામાં આવે અને તેમાં મરી મસાલો ભભરાવવામાં આવે આર્ચી કોમિક્સનો.

કપડાં-કરન અને મનીષ
શાહરૂખ ખાન જે પોલોનું ટીશર્ટ પહેરી રખડે છે. એ ટીશર્ટની કિંમત 75 ડોલર હતી. એ જમાનાના 75 ડોલર. તેને ખરીદતા પહેલા ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા અને કરન જોહર વચ્ચે ત્રણ કલાક સુધી ચર્ચા ચાલી હતી. એ ફિલ્મમાં શાહરૂખ પોલોનું ટીશર્ટ ન પહેરે તો રાહુલની કલ્પના પણ ન થઈ શકે.
કાજોલ ભૂલી ગઈ કે હું કોણ છું ?
‘યે લડકી હૈ દિવાની’ ગીતના શૂટિંગ વખતે કાજોલ સાઈકલ ચલાવતી હતી. બેલેન્સ બગડ્યું. ધડામ કરતી પડી. તેના શરીરમાં ઘણી ઈજાઓ પહોંચી હતી, પણ સૌથી મોટી ઈજા હતી મગજની. તેને કંઈ યાદ ન હતું આવી રહ્યું. એ સમયે તેને એક જ નામ યાદ હતું અને તે તેનો બોયફ્રેન્ડ અજય દેવગન. આ ઘટના એટલી સિરીયસલી ચાલી કે શાહરૂખ ખાને કાજોલને મનાવી લીધી કે તે એક જૂનિયર આર્ટિસ્ટ છે. જે કલાકારોની પાછળ ઊભી માત્ર ડાન્સ કરવાનું કામ કરે છે. કોઈ મોટી સ્ટાર નથી અને કાજોલ માની પણ ગઈ.
તુસ્સી જા રહે હો
કૈવલ્ય છેડા નામના છોકરા વિશે ખબર છે ? ફિલ્મમાં એક સરદાર છોકરો હતો. જેનું સાચું નામ પરજાન દસ્તુર. ફિલ્મમાં તેનો એક સંવાદ હિટ થઈ ગયો. ‘તુસ્સી જા રહે હો, તુસ્સી ના જાઓ…’ જોકે આ સંવાદ તેણે બોલ્યો ન હતો. સંવાદની ક્યાં વાત કરો છો, એક સિંગલ લાઈન તેણે ફિલ્મમાં બોલી નથી. આ ફકરામાં ઉપર જે છોકરાનું નામ છે ને ? તેના અવાજે આ બધું કર્યું હતું.
બેકગ્રાઊન્ડ આર્ટિસ્ટ પણ દેખાશે
ફિલ્મને ધ્યાનથી જોશો તો બેકગ્રાઊન્ડ કલાકારો દેખાશે. ગીતા કપૂર તો આખા ગીતમાં છે જ. તુજે યાદ ન મેરી આયી… એક સીનમાં કોલેજ સ્ટુડન્ટ બનેલા ફરાહ ખાન અને મનીષ મલ્હોત્રા છે. નિખિલ અડવાણી છે અને હિરૂ જોહર પણ છે.
પંજાબ… પંજાબ… પંજાબ
યશ ચોપરાની વાઈફ પામેલા ચોપરાએ સજેશન આપેલું કે એક પંજાબી ગીત છે તેમાંથી હિન્દી ગીત બનાવો. પંજાબી ગીતના શબ્દો છે, ‘‘હમ ઘર સાજન આયે..’’ જેના પરથી ગીત બનાવવામાં આવ્યું, ‘‘સાજન જી ઘર આયે…’’
સ્વાર્થી રાહુલ
ટાઈમ મેગેઝિને તેને બેસ્ટ બોલિવુડ ફિલ્મોમાં સ્થાન આપેલું. આજે પણ શાહરૂખ અને કરન વિચારે છે કે રાહુલનું જે પાત્ર છે એ ઘણું જ સ્વાર્થી છે.