Homeવિશેષટ્રાવેલર્સ ચોઈસ એવોર્ડ : વિશ્વના ટોપ 25 પ્રવાસન સ્થળોમાં ભારતના ત્રણ

ટ્રાવેલર્સ ચોઈસ એવોર્ડ : વિશ્વના ટોપ 25 પ્રવાસન સ્થળોમાં ભારતના ત્રણ

Team Chabuk-Special Desk : વિશ્વના ટૉપ 25 પ્રવાસન સ્થળોમાં ભારતના 3 શહેરોને સ્થાન મળ્યું છે. ટ્રિપ એડવાઈઝરે ટ્રાવેલર્સ ચોઈસ અવોર્ડ 2021ની જાહેરાત કરી છે. સહેલાણીઓ માટે 25 મોસ્ટ ફેવરિટ સ્થળની યાદીમાં ઈન્ડોનેશિયાના બાલી શહેરને પ્રથમ સ્થાન મળ્યું છે. 25 દેશની યાદીમાં લંડનને બીજો નંબર મળ્યો છે. આ યાદીમાં ભારતના જયપુર, ઉદયપુર અને દિલ્લીનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત દુબઈ, પેરિસ, રોમ, હનોઈ, બેંકોક, બાર્સિલોના, ઈસ્તાનબુલનો સમાવેશ પણ કરાયો છે. હોઈ એન, સીએમ રીપ, મોરક્કોના મારાકેચ પણ મોસ્ટ ફેવરિટ સ્થળ તરીકે પસંદ કરાયું છે. મેક્સિકોનું કેનકન, ઈટલીનું ફ્લોરેન્સ, સ્પેનનું ટેનેરાઈફ, લિસ્બનનું પોર્ટૂગલ, અમેરિકાનું ન્યૂયોર્ક, UKનું એડિનબર્ગ અને પેરુના કુસ્કોને પણ સ્થાન અપાયું છે. તો ચાલો જઈએ દુનિયાના ટોપ 25 શહેરની સફરે

ઉદયપુર, ભારત

ભારતના રાજસ્થાનમાં આવેલું ઉદયપુર પ્રવાસીઓમાં આગવું સ્થાન ધરાવે છે. ઉદયપુર તેના ઐતિહાસિક કિલ્લાઓ, ભવ્ય મહેલો, પ્રાચીન મંદિરો, સંગ્રહાલયો, તહેવારો અને સંસ્કૃતિ માટે જાણીતુ છે. વિદેશથી ભારતના પ્રવાસે આવતા લોકો મોટાભાગે અહીં જ રોકાવાનું પસંદ કરે છે.

જયપુર, ભારત

રાજસ્થાનનું જયપુર વિશ્વભરમાં પિંક સિટી તરીકે જાણીતું છે. દેશ સહિત વિદેશના લોકોની પણ જયપુર પહેલી પસંદ છે. અહીના રાજવી મહેલો આ સિટીની સુંદરતામાં વધારો કરે છે.

નવી દિલ્હી, ભારત

આજે ભલે બીજા કારણોસર ચર્ચામાં હોય પણ ભારતની રાજધાની દિલ્હી પણ વિશ્વના સૌથી પ્રિય પર્યટન સ્થળોમાંનું એક છે. ઘણા મોટા મંદિરો, શોપિંગ મોલ, પ્રાચીન વારસો રાજધાની દિલ્હીમાં આકર્ષણના કેન્દ્રો છે. અહીં ફૂડ સ્ટોલ્સ અને બજારોના કારણે દિલ્હીએ પ્રવાસીઓના મનમાં વિશેષ સ્થાન બનાવ્યું છે.

બાલી, ઇન્ડોનેશિયા

ઇન્ડોનેશિયા સ્થિત શહેર બાલી સ્વર્ગની અનુભૂતિ કરાવે તેવું છે. આ જ કારણ છે કે બાલી ઈન્ડોનેશિયાના જાણીતા પ્રવાસન સ્થળોમાં વેબસાઇટ ટ્રીપેડવિઝરના ‘ટ્રાવેલર ચોઇસ એવોર્ડ્સ’ની યાદીમાં સૌથી લોકપ્રિય સ્થળ તરીકે પસંદ કરાયું છે. બાલી એક ખૂબ જ સુંદર શહેર છે, જેની મુલાકાત વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ લે છે. બાલી તેના સુંદર અને સ્વચ્છ દરિયા કિનારા માટે ખૂબ જાણીતુ બન્યું છે.

લંડન, UK

અલગ અલગ જગ્યાએ ફરવાના શોખીન લોકો પોતાની યાદીમાં યુરોપિયન દેશોનો સમાવેશ જરૂર કરે છે. આવા દરેક પ્રવાસીની ઈચ્છા હોય છે કે તે એકવાર તો યુરોપિયન દેશોની મુલાકાત લે. અહીં લંડન જેવું સુંદર શહેર છે. એટલે જ લંડન સપનાની દુનિયા તરીકે ઓળખાય છે. અહીંના લોકોના અતરંગી મૂડ અને ઉત્તમ જીવનશૈલી માટે જાણીતા છે. લંડન થોડું ખર્ચાળ છે, પણ જો જીવનમાં મજ્જા જ કરવી છે તો પછી ખર્ચ શું જોવો ?

દુબઇ, UAE

પહેલી નજરે દુબઈ તમને ઊંચી ઈમારતોનું એક વ્યસ્ત શહેર લાગે પરંતુ આ શહેરમાં જોવા લાયક ઘણું છે. અહીં ટ્રાવેલર ઊંટની સવારીથી લઈને બેલીડાન્સ સુધી તેમજ ઊંચી ઈમારતોમાં શાહી ભોજનનો આનંદ માણી શકે છે. દુબઈના આ જ વસ્તુઓ દુબઈને ટોપ 25માં સ્થાન આપવા માટે રિપોર્ટ તૈયાર કરનારા લોકને મજબૂર કરે છે.

પેરિસ, ફ્રાંસ

જો તમે કિસ્સાઓ અને વાર્તાઓમાં કોઈ સાથે પ્રેમ થઈ જવાની વાત પર વિશ્વાસ નથી કરતા તો તમારે એકવાર પેરિસની મુલાકાત લેવી જોઈએ. પેરિસ તમને આ અહેસાસ કરાવશે. એટલે જ કદાચ પેરિસને ‘સિટી ઓફ રોમાંસ’ પણ કહે છે. પેરિસ વિશ્વની સાત અજાયબીઓમાંનું એક સ્થળ છે. એટલે જ આ શહેરને ટોપ 25માં સ્થાન આપતા કોઈ ન રોકી શકે.

રોમ, ઇટલી

રોમના પ્રાચીન લોકોએ આ શહેરનું નામ ‘અનાદી’ રાખ્યું છે. રોમ પણ પ્રવાસીઓનું પ્રિય સ્થળ રહ્યું છે. શહેરના સ્મારકો અને પુરાતત્ત્વીય સ્થળો જોવા માટે વિશ્વભરમાંથી દર વર્ષે લાખો લોકો રોમની મુલાકાત લે છે.

હનોઈ, વિયેતનામ

વિયેતનામનું હનોઈ શહેર પણ વિશ્વના સર્વશ્રેષ્ઠ પર્યટક સ્થળમાંનું એક માનવામાં આવે છે. અહીંના ઐતિહાસિક મ્યૂઝિયમ અને ઓપેરા હાઉસથી લઈ આકર્ષક મંદિરો સુધી, હનોઈની સુંદરતામાં વધારો કરે છે. એટલે જ તો હનોઈ આ યાદીમાં છે.

બેંગકોક, થાઇલેન્ડ

બેંગકોક થાઇલેન્ડની રાજધાની છે. આ સ્થળની સુંદરતાના વખાણ પર સમગ્ર વિશ્વ કરે છે. માનવામાં આવે છે કે, આ શહેરની રાત ખૂબ જ સુંદર છે. મોટાભાગના ભારતીયો માટે બેંગકોક તેમનું પ્રથમ આંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળ બની ગયું છે.

બાર્સિલોના, યુરોપ

બાર્સિલોના એ યુરોપના સૌથી પ્રખ્યાત પર્યટક સ્થળોમાંનું એક છે, જે ઘણી વસ્તુઓ માટે પ્રખ્યાત છે. સુંદર અને મનમોહક દરિયાકિનારા, સ્વાદિષ્ટ ભોજન અને આ શહેરના ખુશમિજાજી લોકો તમારી ક્યારેય ન ભૂલાનારી યાદોનો એક ભાગ બની શકે છે.

ઇસ્તંબુલ, તુર્કી

તુર્કી વિશ્વનું એકમાત્ર એવું શહેર છે જે બે ખંડોની વચ્ચે આવેલું છે. તુર્કીના મોટા શહેર ઇસ્તંબુલમાં વિવિધ સંસ્કૃતિના લોકો વસે છે. આ શહેર તેના પ્રાચીન વારસા અને પરંપરાઓ માટે જાણીતું છે.

હોઇ એન, વિયેતનામ

હોઇ એન વિયેતનામનું એક અસાધારણ શહેર છે. વિયેતનામ પહોંચ્યા પછી હોઇ એન જવા માટે કોઈ એરપોર્ટ અથવા રેલવે સ્ટેશન પણ નથી. અહીં પ્રવાસીઓ માત્ર સડકમાર્ગે જ જઈ શકે છે. જોકે, તેની સુદરતાના કારણે આ સ્થળ પર્યટકોનું પ્રિય છે.

સીએમ રીપ, કંબોડિયા

સીમ રીપને દક્ષિણપૂર્વ એશિયાના રત્ન તરીકે ઓળખવામાં આવે છે. તે તેના મંદિરો, પ્રાચીન ગુફાઓ અને આકર્ષક જળમાર્ગ માટે જાણીતુ છે. પ્રવાસીઓ હંમેશાં આ સ્થળેથી મળેલી યાદોને ક્યારેય નથી ભૂલી શકતા. શહેરના કેન્દ્રથી લગભગ ચાર માઇલ દૂર અંગકોર વાટ મંદિર છે, જે શહેરનું સૌથી મોટું પ્રવાસન સ્થળ પણ છે.

મારાકેચ, મોરક્કો,

મોરોક્કોમાં મારાકેચ એ એક એવું શહેર છે જ્યાં દરેક પર્યટક જવા ઇચ્છે છે. અહીંના સ્વીમિંગપૂલ તમને એક વિશેષ અનુભવ કરાવે છે. જો ભવિષ્યમાં આ શહેરમાં જવા મળે તો એ મોકો ન ગુમાવતા. બેગ પેક કરીને સીધા જ પહોંચી જજો મારાકેચ.

ફૂકેટ, થાઇલેન્ડ

જો તમને વિદેશના દરિયા કિનારે ટહેલવાનો વિચાર આવે છે તો તમારે ફરવા લાયક સ્થળની યાદીમાં થાઇલેન્ડના ફૂકેટનો સમાવેશ કરવો જોઈએ. દરિયા સ્થળે ફરવા માટે આનાથી વધુ સારી કોઈ જગ્યા હોઇ શકે નહીં. સુંદર દરિયા કિનારો, સફેદ રેતી, સ્વાદિષ્ટ ખજૂર અને વાઇબ્રન્ટ શહેરનાં વાતાવરણના કારણે તમને અહીંથી પાછા ફરવાનું મન નહીં થાય.

કૈનકન, મેક્સિકો

કૈનકન સનલાઈટ, સફેદ રેતી અને ખુશનુમા વાતાવરણના કારણે જાણીતુ બન્યું છે. આ સ્થળ પરિવાર સાથે રજાઓને માણવા માટે એકદમ પરફેક્ટ છે. ક્લબ્સ, મોટા પૂલ અને સુંદર રીસોર્ટ તમને એક સારો અનુભવ આપશે.

પલાયા ડેલ કારમેન, મેક્સિકો

ડાઇવર્સ અથવા સ્કૂબા ડાઇવિંગનો આનંદ માણવા માટે પલાયા ડેલ કાર્મેન સૌથી સારું સ્થળ છે. અહીં તમે પાણીની નીચે જીવોની વિવિધ જાતિઓનું સુંદર વિશ્વ જોઈ શકશો. પ્રકૃતિ પ્રેમીઓને એકવાર અહીં જવું જોઈએ. દરિયાઈ જીવો પ્રત્યે જેમને વધુ લગાવ છે તેમને પણ આ સ્થળની મુલાકાત લેવી જોઈએ.

ફ્લોરેન્સ, ઇટલી

ઇટલીનું ફ્લોરેન્સ શહેર. કળા પ્રત્યે વિશેષ રૂચિ ધરાવતા લોકોને અહીં બહું મજા આવશે. આ શહેર માઇકલ એન્જેલોની સ્મૃતિઓને દર્શાવે છે. આર્કિટેક્ચરને સમજનારા લોકો અહીંના પ્રાચીન ‘પોંટે વેકોઇઓ’ બ્રિજની પ્રશંસા કરતાં થાકતા નથી.

ટેનેરાઈફ, સ્પેન

ટેનેરાઈફ સ્પેનનો એક ટાપુ છે. એક ટાપુ હોવા છતાં, ટેનેરાઇફ આદિવાસી સમાજના પ્રભાવને દર્શાવે છે. અહીં જવા માટે ફેબ્રુઆરી મહિને સૌથી અનુકૂળ માનવામાં આવે છે. અહીં કાર્નિવલ ઉત્સવમાં જો કોઈ જાય છે તો તે ટેનેરાઈફનો ફેન થઈ જાય છે.

લિસ્બન, પોર્ટુગલ

સાત ટેકરીઓ વચ્ચે આવેલું આ વિશાળ શહેર, પોર્ટુગલની રાજધાની પણ છે. તમે આ શહેરની સુંદર રાત પર ભાગ્યે જ તમારા મગજમાંથી બહાર આવશો. રંગબેરંગી બજારો, નાઇટલાઇફના સુંદર દૃશ્યો અને સંગ્રહાલયો તમારી યાદોનો શ્રેષ્ઠ ભાગ હશે.

ન્યૂયોર્ક, USA

મોંઘી હોટલ, સ્વાદિષ્ટ ભોજન, ઉત્તમ રસ્તાઓ અને વિશેષ જીવનશૈલી એ ન્યૂયોર્કની વિશેષતા છે. તમારી દરેક વખતની મુલાકાતમાં ન્યૂયોર્ક તમને કંઈક નવું આપે છે. દરેક મુલાકાતે ન્યૂયોર્ક તમને આશ્ચર્યમાં મુકી દે છે. તમને આ શહેરમાં આર્ટવર્ક સાઇટ્સ અને પશ્ચિમી સંસ્કૃતિનું એક અનોખું ઉદાહરણ જોવા મળશે.

એડિનબર્ગ, UK

સ્કોટલેન્ડની રાજધાની, એડિનબર્ગ તેની ધરોહર, સંસ્કૃતિ અને તહેવારો માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. અહીં ઓલ્ડ ટાઉન અને ન્યૂટાઉનની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની સાથે મુલાકાત માટેના સંગ્રહાલયો અને સ્થળોની કોઈ અછત નથી.

કુસ્કો, પેરુ

પેરુનો સુંદર રેઈનબો માઉન્ટન પર આખુ વર્ષ પ્રવાસીઓ આવે છે. પેરુમાં 17 હજાર ફૂટની ઉંચાઇએ સ્થિત મોન્ટાના ડી સીએટ કોલર્સ છે. આ પર્વતમાળા કુસ્કો ક્ષેત્રમાં એન્ડિઝ પર્વતમાળામાં છે. આ પર્વતને જોવા માટે દર વર્ષે વિશ્વભરમાંથી અંદાજે ચાર લાખ પ્રવાસીઓ આવે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments