Team Chabuk-Entertainment Desk: 66મા ફિલ્મફેર એવોર્ડ્સની જાહેરાત થઈ ગઈ છે. 27 માર્ચે જ બેસ્ટ ફિલ્મ અને એક્ટર સહિતના શ્રેષ્ઠીઓના નામ પરથી પડદો ઉંચકાઈ ગયો છે. આ વર્ષે બેસ્ટ એક્ટર તેમજ મરણોપરાંત લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ દિવંગત ઈરફાન ખાનને આપાયો. ફિલ્મ અંગ્રેજી મીડિયમ માટે ઈરફાન ખાનને એવોર્ડ મળ્યો. આ ઉપરાંત તાપસી પન્નુના નામે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ ગયો. તાપસીને ફિલ્મ થપ્પડ માટે બેસ્ટ એક્ટ્રેસ જાહેર કરવામાં આવી.
આ ઉપરાંત બીગ બીને પણ એક એવોર્ડ મળ્યો છે.આ ઉપરાંત બેસ્ટ ફિલ્મનો એવોર્ડ થપ્પડ, બેસ્ટ કોરિયોગ્રાફી ફરાહ ખાન અને બેસ્ટ મ્યૂઝિક આલ્બમનો એવોર્ડ પ્રીતમને એનાયત કરાયો.
અભિનેત્રી કાજોલ, શ્રૃતિ હસ, નેહા ધૂપિયા, નીના કુલકર્ણી, મુક્તા ભાવે અને શિવાની રઘુવંશી અભિનીત અને પ્રિયંકા બેનર્જી દિગ્દર્શીત ફિલ્મ ‘દેવી’ને બેસ્ટ શોર્ટ ફિલ્મનો એવોર્ડ એનાયત કરાયો. 13 મિનિટની આ ફિર્મે દર્શકોના દીલ જીતી લીધા હતા.
સૌથી વધુ થપ્પડ ફિલ્મ માટે વિજેતાઓને એવોર્ડ મળ્યો છે. બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ પ્લેબેક સિંગર, બેસ્ટ સાઉન્ડ ડિઝાઈન, બેસ્ટ એડિટિંગ, બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર અને બેસ્ટ સ્ટોરીનો એવોર્ડ થપ્પડ માટે મળ્યો છે. એટલે જ શકાય કે 66મા ફિલ્મફેરમાં થપ્પડ ગૂંજી હતી.
કોને ક્યો એવોર્ડ મળ્યો ?
બેસ્ટ ફિલ્મઃ થપ્પડ
બેસ્ટ એક્ટ્રેસઃ તાપસી પન્નુ ( થપ્પડ )
બેસ્ટ એક્ટરઃ ઈરફાન ખાન ( અંગ્રેજી મીડિયમ )
લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડઃ ઈરફાન ખાન
બેસ્ટ સપોર્ટિંગ એક્ટરઃ સૈફ અલી ખઆન ( તાન્હાજીઃ ધ અનસંગ વોરિયર )
બેસ્ટ ડાયલોગ્સઃ જૂહી ચતુર્વૈદી ( ગુલાબો સિતાબો )
બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસઃ ફર્રોખ ઝફ્ફાર ( ગુલાબો સિતાબો )
ક્રિટિક બેસ્ટ એક્ટરઃ અમિતાભ બચ્ચન ( ગુલાબો સિતાબો )
બેસ્ટ ડેબ્યૂ એક્ટ્રેસઃ અલાયા એફ ( જવાની જાનેમન )
બેસ્ટ લિરિક્સઃ ગુલઝાર ( છપાક )
ક્રિટિક બેસ્ટ એક્ટ્રેસઃ તિલોતમા શો ( સર )
ક્રિટિક બેસ્ટ ફિલ્મઃ પ્રતીક વત્સ ઈબ અલ્લે ઉ
બેસ્ટ ડિરેક્ટરઃ ઓમ રાઉત ( તાન્હાજીઃ ધ અનસંગ વોરિયર )
બેસ્ટ ડેબ્યૂ ડિરેક્ટરઃ રાજેશ કૃષ્ણન ( લૂટકેસ )
આરડી બર્મન એવોર્ડઃ ગુલઝાર
બેસ્ટ મ્યૂઝિક આલ્બમઃ પ્રીતમ ( લૂડો )
બેસ્ટ પ્લેબેક સિંગર ( મેલ ) રાઘવ ચૈતન્ય ( ગીતઃ એક ટૂકડા ધૂપ ફિલ્મઃ થપ્પડ )
બેસ્ટ પ્લેબેક સિંગર ( ફીમેલ ) અસીસ કૌર ( ગીતઃ મલંગ , ફિલ્મઃ મલંગ )
પીપલ્સ ચોઈસ એવોર્ડ ફોર બેસ્ટ શોર્ટ ફિલ્મઃ પ્રિયંકા બેનર્જી ( દેવી )
બેસ્ટ શોર્ટ ફિલ્મ ( ફિક્શન) સિરાજ વૈચલ અર્જૂન
બેસ્ટ શોર્ટ ફિલ્મ ( નોન ફિક્શન ) નિતેશ રમેશ પારૂલકર ( બેકયાર્ડ વાઈલ્ડલાઈફ સેન્ચુરી )
બેસ્ટ સાઉન્ડ ડિઝાઈનઃ કામોદ ખરાડે ( થપ્પડ )
બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈનઃ માનસી ધ્રુવ મહેતા ( ગુલાબો સિતાબો )
બેસ્ટ એડિટિંગઃ યશા પુષ્પા રામચંદ્રાની ( થપ્પડ )
બેસ્ટ કોસ્ચ્યૂમ ડિઝાઈનઃ વીરા કપૂર ( ગુલાબો સિતાબો )
બેસ્ટ એક્શનઃ રમઝાન, આરપી યાદવ ( તાન્હાજીઃ ધ અનસંગ વોરિયર )
બેસ્ટ કોરિયોગ્રાફીઃ ફરાહ ખાન ( દિલ બેચારા )
બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોરઃ મંગેશ ઉર્મિલા ધાડકે ( થપ્પડ )
બેસ્ટ VFX: પ્રસાદ સુતાર ( તાન્હાજીઃ ધન અનસંગ વોરિયર )
બેસ્ટ સ્ક્રીનપ્લેઃ રોહેના ગેરા ( સર )
બેસ્ટ સ્ટોરીઃ અનુભવ સિંહા અને મૃણ્યમી ( થપ્પડ )
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત