Homeવિશેષકાકોરી: શહીદ થયેલા અશફાકના પાર્થિવ દેહને ચંદ્રશેખર આઝાદ આ રીતે જોઈ ચાલ્યા...

કાકોરી: શહીદ થયેલા અશફાકના પાર્થિવ દેહને ચંદ્રશેખર આઝાદ આ રીતે જોઈ ચાલ્યા ગયા અને કોઈને ખબર પણ ન પડી

Team Chabuk-Special Desk: એક વખત રામપ્રસાદ બિસ્મિલ ટ્રેનમાં મુસાફરી કરતા હતા. તેમનું ધ્યાન સ્ટેશન માસ્ટર તરફ ગયું. તેમની પાસે એક થેલો હતો. એ થેલો લઈને તે લખનઉ સ્ટેશનના સુપરિન્ટેન્ડટને આપે છે. બિસ્મિલના મનમાં ત્યારે એ વિચારે જન્મ લીધો કે એ થેલો લૂંટવો છે. આ વિચારબીજથી કાકોરી લૂંટનો પાયો ઘડાયો. ક્રાંતિકારીઓ લૂંટના પૈસાથી બોમ્બ, હથિયાર, બંદૂક ખરીદવા ઈચ્છતા હતા. જેને તેઓ અંગ્રેજો સામે દેશની આઝાદી માટે ઉપયોગ કરી શકે.

8 ઓગસ્ટના રોજ શાહજહાંપુરમાં આયોજન ઘડવામાં આવ્યું. કેટલાય સમય સુધી લૂંટનો પ્લાન ઘડ્યા બાદ તારીખ 9 ઓગસ્ટના રોજ એટલે કે આજના દિવસે બરાબર 96 વર્ષ પહેલા લૂંટના પ્લાનને અંજામ આપવાની તૈયારી કરવામાં આવી. 9 ઓગસ્ટના રોજ બિસ્મિલ અને અશફાકની સાથે મળીને 8 અન્ય લોકોએ ટ્રેન લૂંટી લીધી. તમામ ક્રાંતિકારીઓનું નેતૃત્વ રામપ્રસાદ બિસ્મિલ કરી રહ્યા હતા. બિસ્મિલ અને અશફાક સિવાય આ લૂંટમાં કોણ ક્યાંથી સામેલ હતા…

સ્થળક્રાન્તિકારી
બનારસરાજેન્દ્ર લાહિડી
બંગાળસચીન્દ્રનાથ બખ્શી
ઉન્નાવચંદ્રશેખર આઝાદ
કલકત્તાકેશવ ચક્રવર્તી
રાયબરેલીબનવારી લાલ
ઈટાવાઈટાવા
બનારસમન્મથનાથ ગુપ્ત
શાહજહાંપુરમુરારી લાલ

લૂંટ માટે જર્મન બનાવટની પિસ્તોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. લૂંટનો કુલ સામાન થતો હતો 8000 રૂપિયા. જે બ્રિટીશર્સની તિજોરીનો હતો. આ લૂંટમાં એક વ્યક્તિની અથડામણ દરમ્યાન ગોળી લાગવાના કારણે હત્યા થઈ હતી. 

બ્રિટિશ સરકારે ક્રાંતિકારીઓના આ પગલાંથી હતભ્રત થઈ ગઈ. તેમને શોધવા આકાશ પાતાળ એક કરવા લાગી. તપાસમાં સ્કોટલેન્ડ યાર્ડને તપાસની જવાબદારી સોંપી. એક મહિના સુધી CIDએ પ્રમાણ એકઠા કર્યા. અસંખ્ય ક્રાંતિકારીઓની એક જ રાતમાં ધરપકડ કરી લેવામાં આવી. કાકોરી કેસમાં રામપ્રસાદ બિસ્મિલ, રાજેન્દ્ર લાહિડી, અશફાક અને ઠાકુર રૌશન સિંહને ફાંસીની સજા થઈ જ્યારે અન્ય 16 લોકોને ચાર વર્ષથી ઉંમર કેદ સુધીની સજા થઈ.

સૌ પ્રથમ 17 ડિસેમ્બર 1927ના રોજ ગાંડા જેલમાં રાજેન્દ્રનાથ લાહિડીને ફાંસી આપવામાં આવી. ફાંસીના થોડા સમય પહેલા એક પત્રમાં તેમણે પોતાના મિત્રને લખ્યું હતું કે, ખબર પડી છે કે દેશની બલિવેદીને મારા લોહીની આવશ્યકતા છે. મૃત્યું શું છે? જીવનની બીજી દિશા સિવાય કશું નહીં. જો એ સત્ય છે કે ઈતિહાસ બદલે છે તો હું સમજુ છું કે અમારી મૃત્યુ વ્યર્થ નહીં જાય. સૌને અંતિમ નમસ્તે.

26 સપ્ટેમ્બર 1925ના રોજ રામપ્રસાદ બિસ્મિલની ધરપકડ કરી લેવામાં આવી. 19 ડિસેમ્બર 1927માં તેમને ગોરખપૂર જેલમાં ફાંસીની સજા આપવામાં આવી. તેમણે શહીદ થતા પહેલા પોતાની માતાને દેશવાસીઓનાં નામે એક પત્ર લખ્યો હતો. ફાંસી ચડ્યા બાદ ગોરખપૂરની જનતાએ તેમના મૃતદેહને માનભેર વિદાય આપી હતી.

ઠાકુર રોશન સિંહને અલ્લાહબાદની જેલમાં ફાંસી આપવામાં આવી હતી. તેમણે અંતિમ ક્ષણે પોતાના એક મિત્રને પત્ર લખ્યો હતો, જેમાં તેમણે લખેલું કે, આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે, જે માણસ ધર્મયુદ્ધમાં પ્રાણ ન્યોછાવર કરે છે, તેની એ જ ગતિ થાય છે જે જંગલમાં રહીને તપશ્ચર્યા કરનારની થાય છે.

ચોથા શહીદ અશફાક બનારસ ભાગી ગયા. જ્યાંથી તેઓ બિહાર ચાલ્યા ગયા. ત્યાં એક એન્જિનિયરિંગ કંપનીમાં દસ મહિના સુધી તેમણે કામ કર્યું. તેઓ ગદર ક્રાંતિના લાલા હરદયાળને મળવા વિદેશ જવાના હતા. પોતાના ક્રાંતિકારી સંઘર્ષ માટે અશફાક તેમની મદદ ઈચ્છતા હતા. આ માટે દિલ્હી ગયા. પણ તેમના એક અફઘાન મિત્રએ તેમને દગો દેતા તેઓ પકડાઈ ગયા.

અશફાકના ભાઈએ તેમના બચાવ માટે એક વકીલને રોકી રાખ્યો હતો. જોકે તમામ પૂરાવાઓ અશફાકની વિરૂદ્ધમાં હતા એટલે કંઈ થઈ ન શક્યું. અશફાક અલ્લા ખાંને ફૈઝાબાદની જેલમાં ફાંસી આપવામાં આવી. 19 ડિસેમ્બરના રોજ તેમના પાર્થિવ શરીરને માલગાડી મારફતે શાહજહાંપુર લઈ જતા સમયે ગાડી લખનઉ સ્ટેશન પર ઊભી રહી હતી.

અહીં એક સાહેબ ગાડીમાં ચડ્યા. તેમણે શૂટ-બૂટ પહેરી રાખ્યા હતા. ગજબનો ઠાઠમાઠ હતો. તેમણે કહ્યું, ‘હું શહીદ-એ-આઝમના પાર્થિવ શરીરને જોવા ઈચ્છું છું.’ એમણે જોયું અને કફન ઓઢાળી પાછા ચાલ્યા ગયા. એ ચંદ્રશેખર આઝાદ હતા. તે બહુરુપિયાની માફક રખડતા રહેતા હતા. અંતે 27 ફેબ્રુઆરી 1931માં અલ્લાહબાદના અલ્ફ્રેડ પાર્કમાં તેઓ શહીદ થયા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments