Homeસિનેમાવાદફિલ્મમાં સોનુ સૂદની પીટાઈ જોઈ ફેને તોડ્યું ટીવી, સોનુએ આપ્યું આ રિએક્શન

ફિલ્મમાં સોનુ સૂદની પીટાઈ જોઈ ફેને તોડ્યું ટીવી, સોનુએ આપ્યું આ રિએક્શન

Team Chabuk-Entertainment Desk: કોરોનાકાળમાં બોલિવુડ અભિનેતા સોનુ સૂદનું નવું રૂપ જોવા મળ્યું. જરૂરિયાતમંદોની મદદ કરીને સોનુ સૂદ લાખો લોકોના મસિહા તરીકે ઉભરી આવ્યો છે. કેટલાક ફેન્સે તો સોનુ સૂદને ભગવાનનો દરજ્જો આપી દીધો છે. એટલે જ તો ફેન્સ અભિનેતા વિરૂદ્ધ કંઈ પણ જોવાનું કે સાંભળવાનું પસંદ નથી કરતાં.

સોનુની પીટાઈ ન થઈ સહન

સોનુ  સૂદના એક સાત વર્ષના ફેને નવું કારનામુ કરી દીધું છે. સોનુના આ લિટલ ફેને ટીવી પર સોનુ સૂદની પીટાઈ જોઈને પોતાનો ટીવી સેટ જ તોડી નાખ્યો. આ સમાચારને જોઈને સોનુ પણ રિએક્ટ કર્યા વગર ન રહી શક્યો. સોનુ સૂદે એક તેલુગૂ ન્યૂઝ ચેનલની ક્લીપ શેર કરી છે.

ટીવીના ટૂકડે-ટૂકડાં

સમાચારમાં દર્શાવાયું છે કે, સંગારેડ્ડીમાં રહેતાં સાત વર્ષના દીકરા વિરાટે સોનુ સૂદ મેટે પોતાના ઘરનું ટીવી તોડી નાખ્યું. વિરાટ એક ફિલ્મમાં હીરો દ્વારા થયેલી સોનુ સૂદની પીટાઈથી ગુસ્સે હતો. વિરાટને એ જોઈને ગુસ્સો આવ્યો કે લાખો લોકોનું જીવન બચાવનારા સોનુની પીટાઈ થઈ રહી છે. આ વાત પર તેને એટલો ગુસ્સો આવ્યો કે ટીવીના ટૂકડે ટૂકડા કરી નાખ્યા.

સોનુનું રિએક્શન

આ સમાચાર પર રિએક્ટ કરતાં સોનુ સૂદે લખ્યું છે કે, અરે, પોતાના ઘરનું ટીવી ન તોડો. હવે તેના પિતા મને કહેશે કે નવું ટીવી ખરીદીને આપો. સોનુ સૂદ માટે ફેન્સનો આવો પ્રેમ પહેલીવાર નથી જોવા મળ્યો. સોનુ સૂદે મહામારી દરમિયાન જેવી રીતે લોકોની મદદ કરી છે તેનાથી લોકોની નજરોમાં સોનુનું કદ બહું વધી ગયું છે. સોનુ સૂદ આજે પણ તત્પરતાથી લોકોની મદદ કરી રહ્યો છે.

મદદગાર સોનુ સૂદ

સોનુ સૂદ સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટીવ છે. અવાર-નવાર તે લોકોએ ટ્વીટરના માધ્યમથી માગેલી મદદનો રિપ્લાય પણ આપે છે અને જરૂરિયાતમંદોને મદદ પણ કરે છે. કોરોનાકાળમાં તો સોનુ સૂદે પોતાની ટીમ સાથે મળીને કેટલાય લોકોને દેશ-વિદેશથી પોતાના ઘરે પરત મોકલ્યા હતા. આ ઉપરાંત કેટલાય દર્દીઓને ઓક્સિજન અને ઈન્જેક્શન પણ પહોંચાડ્યા હતા. એટલે જ સોનુ સૂદે ફેન્સના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments