Team Chabuk-Political Desk: પશ્ચિમ બંગાળની આસનસોલ લોકસભા સીટ અને ચાર વિધાનસભા સીટો પર પેટા ચૂંટણીને લઈ ટીએમસી દ્વારા ભાજપ સમર્થકોને ધમકાવ્યા હોવાનો આરોપ લાગ્યો છે. ભાજપના બંગાળના સહ પ્રભારી અને સોશિયલ મીડિયા ઈન્ચાર્જ અમિત માલવીયે એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં તૃણમૂલના ધારાસભ્ય નરેન ચક્રવર્તી પર પાર્ટીના સમર્થકોને ધમકાવવાનો આરોપ લાગ્યો છે. માલવીયે કહ્યું છે કે ચક્રવર્તી ભાજપના સમર્થકોને ધમકાવ્યા કે જો તેમણે ભાજપને વોટ આપ્યો તો ચૂંટણી બાદ અંજામ ભોગવવો પડશે.

ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયે આ ઘટના સંદર્ભે ચૂંટણી આયોગને પણ ધ્યાનમાં લેવાનો આગ્રહ કર્યો છે. માલવીયે ટીએમસી પ્રમુખ અને બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીની આલોચના કરતા કહ્યું છે કે તેઓ આ પ્રકારના ધારાસભ્યોને સંરક્ષણ આપી રહ્યા છે. વીડિયોમાં ધારાસભ્ય નરેન ચક્રવર્તી ભાજપ સમર્થકોને કહી રહ્યા છે કે તેઓ તેને વોટ ન આપે. અન્યથા ચૂંટણી પશ્ચાત જોઈ લઈશું. તેઓ એમ પણ કહે છે કે જો તેઓએ ભાજપને વોટ ન આપ્યો તો તેઓ રાજ્યમાં રહી શકે છે અને કામ ધંધો કરી શકે છે. ટીએમસી તેમનું સમર્થન કરશે.
TMC’s Pandaveswar (Asansol) MLA Naren Chakraborty, is seen issuing open threats to BJP voters and supporters, asking them not to come out and vote, or else face consequences. Such criminals should be behind bars but in Bengal Mamata Banerjee patronises them.
— Amit Malviya (@amitmalviya) March 29, 2022
ECI must take note. pic.twitter.com/5KiPsPZHVG
વીડિયો જાહેર કરતા માલવીયે કહ્યું કે, ટીએમસીના આસનસોલના પાંડવેશ્વરના ધારાસભ્ય નરેન ચક્રવર્તી ભાજપના સમર્થકો અને મતદાતાઓને ખુલ્લેઆમ ધમકાવી રહ્યા છે. તેઓ તેમને કહી રહ્યા છે કે મત ન આપો ન તો સમર્થન કરો અને જો ભાજપને વોટ આપ્યો તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહો. આવા આરોપીઓને જેલમાં હોવું જોઈએ. પરંતુ મુખ્યમંત્રી મમતા બેનર્જી તેમને સંરક્ષણ આપી રહ્યા છે. ચૂંટણી આયોગે તેના પર અવશ્યથી સંજ્ઞાન લેવું જોઈએ.

આસનસોલ લોકસભા સીટ ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં બાબુલ સુપ્રિયોના રાજીનામાના કારણે ખાલી પડી હતી. તેઓ ભાજપના સાંસદ હતા, પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં પરાજય થયા બાદ તેમણે ભાજપ સાથે છેડો ફાડ્યો હતો. તેમણે રાજકારણમાં નહીં જોડાવ તેવું નિવેદન આપ્યું હતું પણ બાદમાં તૃણમૂલ કોંગ્રેસમાં વિલય થઈ ગયા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત