Team Chabuk-Gujarat Desk: ખેડૂતોની હત્યા બાદ લખીમપુર ખીરીનો પ્રવાસ કરી રહેલી પ્રિયંકા ગાંધીની અટકાયત માટે ઉત્તર પ્રદેશની પોલીસે જગ્યાએ જગ્યાએ નાકાબંધી કરી દીધી છે. રસ્તા પર મોટા અધિકારીઓ હાજર છે. પ્રિયંકા ગાંધી રસ્તો બદલીને જતા હોવાની ખબર મળતા પોલીસ સતર્ક થઈ હતી અને તેમને રોકવા માટેના એનકેન પ્રયાસ કર્યા હતા.
भाजपा सरकार किसानों को कुचलने की राजनीति कर रही है, किसानों को खत्म करने की राजनीति कर रही है। pic.twitter.com/51R5Kmt41B
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) October 4, 2021
પ્રિયંકા ગાંધીની સાથે ધક્કા મુક્કી પણ કરવામાં આવી હતી. પ્રિયંકાએ આરોપ લગાવ્યો છે કે તેમને ઢસડવામાં આવ્યા. આ વચ્ચે તેમના અને પોલીસના અધિકારીઓની વચ્ચે ઉહાપોહ પણ થયો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશના પોલીસ અધિકારીઓને કાયદાનો પાઠ ભણાવી રહી છે. પ્રિયંકાના સવાલો અને ગુસ્સા આગળ ઉત્તર પ્રદેશના અધિકારીઓ ચૂપ છે.
भाजपाई क्रूरता की हर हद पार।
— Congress (@INCIndia) October 4, 2021
किसानों के आँसू पोंछने जा रही श्रीमती @priyankagandhi जी को गिरफ़्तार करके यूपी की भाजपा सरकार ने अपनी क्रूरता और बेशर्मी का परिचय दिया है।
मगर न्याय पथ पर चलने वाले गांधी ऐसे हथकंडों से डरते नहीं।#PriyankaGandhiwithFarmers#लखीमपुर_किसान_नरसंहार pic.twitter.com/NzbLgV98Zo
એક વીડિયોમાં પ્રિયંકા ગાંધી, ઉત્તર પ્રદેશ પોલીસના કેટલાક અધિકારીઓની સાથે ચર્ચા કરી રહી છે. એ કહે છે, ‘આમાં બેસાડીને તમે મારું અપહરણ કરશો. આ લીગલ સ્ટેટસ છે તમારું. એમ ન સમજો કે હું કંઈ સમજતી નથી. ધરપકડ કરો ખુશીથી આવીશ. આ જે જબદસ્તી ઘેરી રહ્યા છો, ધક્કા મારી રહ્યા છો, તેમાં ફિઝીકલ અસૉલ્ટ, અટેમ્પ્ટ ટૂ કિડનેપ, કિડનેપ, અટેમ્પ્ટ ટુ મોલેસ્ટ…. સમજો છો ને. અડીને તો જુઓ. જઈને તમારા મંત્રીઓ અને ઓફિસરો પાસેથી વોરન્ટ લઈ આવો. મહિલાઓને આગળ ન કરો. મહિલાઓ સાથે વાત કરતા શીખો. તમારે ત્યાં કાયદો નહીં હોય…. આ દેશમાં કાયદો છે. તમે મને ઢસડીને અહીં સુધી લાવ્યા છો. તમને કોઈ હક નથી.’
जब नाश मनुज पर छाता है,
— Congress (@INCIndia) October 4, 2021
पहले विवेक मर जाता है।।
राज्यसभा सांसद @deependerSHooda के साथ ये बर्ताव भाजपाई की कायरता का प्रतीक है और @priyankagandhi जी का डटकर खड़े हो जाना साहस का।
विजय साहस की होगी।#PriyankaGandhiwithFarmers#लखीमपुर_किसान_नरसंहार pic.twitter.com/OXtpuu2JE1
“मैं उन किसानों से महत्वपूर्ण नहीं हूं, जिनको तुमने मारा है।”@priyankagandhi जी के ये भाव बता रहे हैं कि वो किस दर्द और पीड़ा के साथ किसानों से जुड़ी हुई है और रातभर सड़कों पर उतरी है।
— Congress (@INCIndia) October 4, 2021
न्याय तो अब होकर रहेगा जोगी जी…#PriyankaGandhiwithFarmers#लखीमपुर_किसान_नरसंहार pic.twitter.com/nc45BN9D9S
પ્રિયંકા ગાંધી વાડ્રાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં પોલીસની કેટલીક મહિલા અધિકારી દેખાઈ રહી છે. પ્રિયંકા ગાંધીની સાથે તેમની ઉગ્ર ચર્ચા થઈ રહી છે. વીડિયોમાં પ્રિયંકા ગાંધી કહે છે, આ કલમો સૌ પર લાગશે. તમામના નામની સાથે લાગશે. હું એ લોકોથી મહત્વની નથી, જે લોકોને તમે માર્યા છે. સમજ્યા. કઈ સરકારને તમે બચાવી રહ્યા છો. જેમને ગાડીની નીચે કચડી નાખ્યા છે, હું તેમનાથી મોટી નથી. મને વોરન્ટ આપો. મને લીગલ વોરન્ટ આપો. અહીંથી હું એમ તો નહીં જ જાઉં.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત