Homeસિનેમાવાદકેએલ રાહુલ સાથે અફેરની ચર્ચા, દિલજીત સાથે નામ જોડાયું, એર હોસ્ટેસમાંથી કઈ...

કેએલ રાહુલ સાથે અફેરની ચર્ચા, દિલજીત સાથે નામ જોડાયું, એર હોસ્ટેસમાંથી કઈ રીતે ટોપ એક્ટ્રેસ બની સોનમ બાઝવા ?

Team Chabuk-Entertainment Desk: એક તરફ જ્યાં બૉક્સ ઑફિસ પર બૉલીવુડ ફિલ્મોની ચમક ઓસરી રહી છે, તો બીજી તરફ ભારતીય પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સફળતાની ટોચ પર છે. તાજેતરમાં રિલીઝ થયેલી પંજાબી ફિલ્મ ‘કેરી ઓન જટ્ટા 3’ બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી રહી છે.

ફિલ્મમાં કેરી ઓન જટ્ટા 3ની લીડ એક્ટ્રેસ સોનમ બાજવાને ઘણી પસંદ કરવામાં આવી રહી છે. સોનમ મોડલિંગ બાદ એર હોસ્ટેસ બની. અભિનેત્રીની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. ‘કેરી ઓન જટ્ટા 3’થી સોનમ બાજવા પંજાબી સિનેમાની ટોચની અભિનેત્રી બની ગઈ છે. 1989માં નૈનીતાલમાં જન્મેલી સોનમ બાજવાનું પૂરું નામ સોનમ પ્રીત કૌર બાજવા છે. દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયા બાદ સોનમ મુંબઈ આવી ગઈ. આ પછી તેણે ફેમિના મિસ ઈન્ડિયા સ્પર્ધામાં પણ ભાગ લીધો હતો.

સોનમ મોડલિંગ બાદ એર હોસ્ટેસ બની હતી. પરંતુ એક્ટિંગમાં કરિયર બનાવવા માટે સોનમે એર હોસ્ટેસની નોકરી છોડી દીધી.

ફિલ્મ ‘બેસ્ટ ઓફ લક’થી ડેબ્યૂ કર્યું

સોનમે વર્ષ 2013માં પંજાબી ફિલ્મ ‘બેસ્ટ ઓફ લક’થી ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેણે ‘પંજાબ 1984’માં કામ કર્યું. સોનમે માંજે બિસ્તરે, નિક્કા ઝેલદાર અને મુકલાવ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. સોનમ પંજાબી સિનેમાની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક છે.

સોનમને બોલિવૂડની ઘણી ફિલ્મોની ઓફર પણ મળી હતી, પરંતુ કિસિંગ સીન્સને કારણે તેણે ઘણી હિન્દી ફિલ્મોને ફગાવી દીધી હતી, કારણ કે તે ઈચ્છતી ન હતી કે પંજાબી સિનેમામાં તેની ઈમેજ ખરાબ થાય.

સોનમ પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં

પ્રોફેશનલ લાઈફ સિવાય સોનમ પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. સોનમનું નામ એક સમયે પ્રખ્યાત પંજાબી સિંગર-એક્ટર દિલજીત દોસાંઝ સાથે જોડાયું હતું. બંનેના ડેટિંગને લઈને ઘણી ચર્ચા થઈ હતી. પરંતુ બંનેએ ક્યારેય રિલેશનશિપમાં હોવાની હકીકતની પુષ્ટિ કરી નથી.

દિલજીત દોસાંઝ ઉપરાંત સોનમનું નામ ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ સાથે પણ જોડાઈ ચૂક્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોનમ અને કેએલ રાહુલ એકબીજાને ડેટ કરી ચૂક્યા હતા, પરંતુ તેમના સંબંધો આગળ વધ્યા ન હતા.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments