Team Chabuk-Special Desk: જો તમે હાલમાં દર મહિને 1 લાખ રૂપિયાનો ખર્ચ કરી રહ્યા છો તો તમારે વૃદ્ધાવસ્થામાં દર મહિને 50,000 રૂપિયાની જરૂર પડશે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે વૃદ્ધાવસ્થામાં આ 50 હજાર રૂપિયા ક્યાંથી આવશે ? જેઓ સરકારી નોકરીમાં છે, તેમને પેન્શન મળશે. પરંતુ પ્રાઈવેટ નોકરી કરતા લોકોને 60 વર્ષ પછી દર મહિને ખર્ચ માટે આટલા પૈસા ક્યાંથી મળશે. વૃદ્ધાવસ્થામાં પેન્શનની વ્યવસ્થા કરવા માટે ઘણી સરકારી યોજનાઓ છે, પરંતુ તેમાંથી શ્રેષ્ઠ NPS છે. ખાસ કરીને જેઓ ખાનગી નોકરી કરે છે તેઓએ એનપીએસમાં થોડું-થોડું રોકાણ કરવાનું ચાલુ રાખવું જોઈએ. જેથી કરીને તમે વૃદ્ધાવસ્થામાં મહિને 50 હજાર રૂપિયા સરળતાથી મેળવી શકો. એક રીતે જોઈએ તો NPSમાં ખાતું ખોલાવવાના ડબલ ફાયદા છે.
હવે અમે તમને જણાવીએ કે આ કેવી રીતે શક્ય બને? આ માટે માત્ર NPS ખાતું ખોલાવવાનું રહેશે. NPSમાં ખાતું ખોલાવવાથી એક સાથે અનેક લાભો મળે છે. હવે તમારો પ્રશ્ન થશે કે આ NPS શું છે ? આમાં ખાતું ખોલવાથી તમને પગારમાંથી અડધું પેન્શન મળશે ? NPS સંબંધિત તમામ પ્રશ્નોના જવાબો નીચે મળશે.
પ્રશ્ન- આ NPS શું છે ?
જવાબ- NPS (નેશનલ પેન્શન સિસ્ટમ) એ લાંબા ગાળાની રોકાણ યોજના છે. નિવૃત્તિ પછી પણ નિયમિત આવક હોવી જોઈએ તેને ધ્યાનમાં રાખીને આ યોજના શરૂ કરવામાં આવી છે. આ સરકાર દ્વારા ચલાવવામાં આવતી પેન્શન યોજના છે. NPSમાં પૈસા જમા કરાવ્યા પછી, નિવૃત્તિ પર એક જંગી રકમ મળે છે. ઉપરાંત તમને તેના પરફોર્મેન્સના આધારે માસિક પેન્શન મળે છે.
નેશનલ પેન્શન સ્કીમ (NPS) જાન્યુઆરી 2004માં શરૂ કરવામાં આવી હતી. અગાઉ આ યોજનામાં માત્ર સરકારી કર્મચારીઓ જ રોકાણ કરી શકતા હતા. પરંતુ વર્ષ 2009માં તેને તમામ વર્ગના લોકો માટે ખોલવામાં આવ્યું હતું. એટલે કે દરેક વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે.
પ્રશ્ન- NPSમાં કોણ ખાતું ખોલાવી શકે છે ?
જવાબ- તમે આ ખાતું તમારા નામે અથવા તમારી પત્નીના નામે ખોલાવી શકો છો. આ યોજનામાં, 60 વર્ષની ઉંમર પછી રોકડ અને માસિક પેન્શનની સુવિધા ઉપલબ્ધ છે. કોઈપણ ભારતીય નાગરિક જેની ઉંમર 18 થી 70 વર્ષની વચ્ચે છે તે NPSમાં રોકાણ કરી શકે છે.

પ્રશ્ન- હું NPSમાં કેટલું અને કેવી રીતે રોકાણ કરી શકું ?
જવાબ- NPS ખાતામાં માસિક અથવા વાર્ષિક રોકાણની સુવિધા ઉપલબ્ધ છે. તમે NPSમાં 1,000 રૂપિયા પ્રતિ માસથી રોકાણ શરૂ કરી શકો છો. જેને તમે 70 વર્ષની ઉંમર સુધી ચલાવી શકો છો. NPS રોકાણ પર 40 ટકા એન્યુટી ખરીદવી જરૂરી છે. જ્યારે 60 ટકા રકમ 60 વર્ષ પછી એકસાથે ઉપાડી શકાય છે.
પ્રશ્ન- શું તમને NPSમાં રોકાણ કરવા પર ટેક્સમાં વધારાનો લાભ મળે છે ?
જવાબ- નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)માં રોકાણ કરીને, તમે વાર્ષિક રૂ. 50,000 સુધીની વધારાની ટેક્સ છૂટનો લાભ મેળવી શકો છો. આવકવેરા કાયદાની કલમ 80CD (1B) હેઠળ, તમે NPSમાં કરેલી બચત પર 80(C) ઉપરાંત કર લાભો મેળવી શકો છો. એટલે કે, જો તમે NPSમાં રોકાણ કરો છો, તો તેમાં 50,000 રૂપિયા સુધીનું રોકાણ આવકવેરા મુક્તિના દાયરામાં આવશે. આ રીતે, તમે 80Cનો સમાવેશ કરીને 2 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ટેક્સ છૂટનો લાભ લઈ શકો છો.
પ્રશ્ન- શું ખાનગી નોકરીવાળા પણ એનપીએસમાં રોકાણ કરીને ટેક્સ બચાવી શકે છે ?
જવાબ- ચોક્કસ, જેઓ ખાનગી નોકરીઓ કરે છે તેઓ પણ NPS ખાતું ખોલાવીને પેન્શન યોજના સાથે વધારાની કર મુક્તિનો લાભ લઈ શકે છે. આમાં કેન્દ્રીય કર્મચારીઓ, રાજ્ય સરકારના કર્મચારીઓ, ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ અને સામાન્ય નાગરિકો પણ ખાતા ખોલાવી શકશે. તમે ઘરે બેઠા ઓનલાઈન (eNPS) એકાઉન્ટ ખોલી શકો છો. NPS પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) દ્વારા ચલાવવામાં આવે છે, જેના કારણે તે એકદમ સુરક્ષિત છે. છેલ્લા કેટલાક વર્ષોમાં NPS ખાતા મોટા પાયે ખોલવામાં આવ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
